Story

અંધેરી નગરીના ગાડા અને ન્યાયના ખાડા

“અંધેરી નગરી ને ગંડુ રાજા” જેવો ઘાટ

નગરનો ગરીબ “લાલો” નગરના “ખાડે”

આ વાર્તા છે અંગ્રેજોના જમાનાની…. જયારે રાજાઓ અંગ્રેજોના ગુલામ હોય આ શાશન હેઠળ એક યમનગર નામનું રાજ્ય હતું. જ્યાં “કર” લાલચુ કહેવાતા રાજા ત્રિકમ પ્રજા પાસે “કર” તો તગડો વસૂલતા, પરંતુ , પ્રજાના ન્યાયની વાત આવે તો મનસ્વી નિર્ણયો માટે પણ જાણીતા હતા. તે વખતે નગરમાં વસતો એક ગરીબ લાલો બળદગાડું હંકારી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક વખતની વાત છે લાલાને અન્ય નગરમાંથી રામસીંગ નામના ખેડૂતે અન્ય નગરમાંથી અનાજ લાલવાનું કામ આપ્યું હતું. કામ મળતા જ લાલો પોતાનું બળદગાડુ લઇ અન્ય નગર જવા નીકળી પડ્યો હતો.

આ દરમ્યાન ચોમાસાની ઋતુ હોય પોતાના નગરના પ્રવેશદ્વારે માર્ગનું ધોવાણ થવાથી ભુવો નજરે ચડ્યો હતો. જેથી તેણે સાવચેતી પૂર્વક પોતાનું બળદગાડું પસાર કર્યું હતું. ત્રણ દિ પસાર થયા અને લાલો બળદગાડામાં અનાજ ભરી પરત નગરના પ્રવેશદ્વારે આવી પહોંચ્યો હતો. જો કે, રાત્રીના સમયે ભુવો નજરે ન ચડતા બળદગાડું ઊંધું વળી ગયું હતું. આ ઘટનામાં લાલો ગંભીર રીતે ઘવાયો હતો. સાથે અનાજ પણ પાણી ભરેલ ખાડામાં પડી જતા ભારે નુકશાની વેઠવાનો વખત આવ્યો હતો.

 

સારવાર દરમ્યાન ભારે કપરી પરિસ્થિતિ વચ્ચે બે મહિના વિતાવ્યા બાદ લાલો ન્યાયની આશા માટે રાજાના દરબાદમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાની વ્યથા જણાવતા રજુઆત કરી કે, મહારાજ વીતેલા વર્ષે નગરમાં પાકો રસ્તો બનાવવા “પ્રજાએ ડબલ કર” ચુકવ્યો હતો. અને રસ્તો સાંકળો અને નબળો હોવાથી ખુબ ટૂંકા ગાળામાં ધોવાઈ ગયો છે. જેના કારણે મારુ ગાડું પલ્ટી જતા મને ભારે નુકશાન પહોંચ્યું છે.

 

નગરના સેનાપતિ હસમુખએ પણ નગરનું જરૂરી ધ્યાન રાખ્યું ન હોય સમયસર સમારકામ કરાવ્યું નથી. લાલાની વાત સાંબળી રાજાએ કારીગર ચમન, કડિયો ચંદુ અને સેનાપતિને દરબારમાં હાજર કરાવ્યા બાદ દરબારમાં ભારે ચર્ચા ચાલી હતી. જેમાં માર્ગની ગુળવતાની જવાબદારી સાંભળનાર ચમનએ કહ્યું , મહારાજ રસ્તાના ભંડોળમાંથી સેનાપતિ સાથે અન્ય કેટલાકને પણ હિસ્સો ચુકવ્યો છે. અને ચૂકવણાં બાદ વધેલી રકમમાંથી અપૂરતા મટીરીયલ સાથે માર્ગનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે. આ કિસ્સામાં આટલો મોટો ખાડો કેમ ન દેખાયો? બળદ અને લાલાની દ્રષ્ટિ ચકાસવાની જરૂર છે. ચમનનો બચાવ કરતા ચંદુએ કહ્યું , મહારાજ લાલાને ગાડું હાંકતા આવડતું નહિ હોય એટલે એટલે ઘટના ઘટી હશે. તો વળી સેનાપતિએ અંગ્રેજોના કાયદાની સમજણ રાજાને આપતા જણાવ્યું કે, પ્રજાની સવલત કરતા વધુ જરૂરી કર છે. તેવો આપ તરફથી આદેશ છે. જો ભાગબટાઈની વાત અંગ્રેજો સુધી પહોંચશે તો આપણી મલાઈ તેઓ ખાઈ જશે. આ કિસ્સામાં બળદ ગાળા સાથે દીવાબત્તી રાખવી જોઈતી હતી.

આમ , અડધો દિ પસાર થયો અને આખરે નિર્ણયની ઘડી આવી . અને રાજાએ નિર્ણય કર્યો કે , નગરમાં વેપારીને બોલાવી દીવાબત્તી બનાવી વેચવા કહો , હવેથી બળદ ગાળા સાથે દીવાબત્તી રાખવી ફરજીયાત છે , સાથે નગરમાં વૈદ્યની નિમણુંક કરો જે દર સપ્તાહે ફી વસૂલી બળદ અને હાંકનારના સ્વાસ્થ્યની ખરાઈ કરશે. આ કિસ્સામાં બળદ તથા લાલાની દ્રષ્ટિની ચકાસણી કરાશે, અને પહાડી રસ્તે ગાડું હાંકી શકે તેવાને પ્રમાણપત્ર આપવાનું કામ મહાવત આપો. લાલો પણ પહાડી રસ્તે ગાડું હાંકશે અને લાલો ગાડું હાંકવાની લાયકાત ધરાવે છે કે નહિ , તે નિર્ણય મહાવત કરશે , રાજાએ વધુમાં કહ્યું કે, જો આ મામલે લાલો ખોટો ઠરે તો સમયના વ્યય બદલ બે દીનો કારાવાસ ભોગવશે અને સાચો ઠરે તો કારીગર ચમન, કડિયો ચંદુ અને સેનાપતિને ઠપકો આપી છોડી મુકીશું.

BY KALPESH MAKWANA ON NOVEMBER 15, 2024

City Updates

Recent Posts

મુસાફર કૃપયા ધ્યાન દે…તમારી બસ ક્યાં છે તે હવે આગળીના ટેરવે જાણો

‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’થી ટ્રેકિંગ કરવું સરળ બન્યું   8 હજારથી વધુ બસોમાં લાઈવ…

15 hours ago

જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી.

જ્ઞાતિવાદ દેશની પ્રગતિમાં બાધારૂપ સૌથી મોટું દુષણ જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી.…

16 hours ago

કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી

કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી.ભ્રષ્ટાચારનો એક ઝાટકે છેદ ઉડાવવો શક્ય નથી ગુજરાત રાજ્ય…

7 days ago

ઉતરાયણના ઉત્સાહમાં કોઈની જીવાદોરી ન કપાય તેનું પણ ધ્યાન રાખજો?

ઉતરાયણના ઉત્સાહમાં કોઈની જીવાદોરી ન કપાય તેનું પણ ધ્યાન રાખજો? ચાઈનીઝ અને કાચથી પાયેલી દોરીથી…

7 days ago

ગુજરાત સરકારની ‘મારી યોજના’ પોર્ટલ: 680 યોજનાઓની માહિતી

આંગળીના ટેરેવે 680 સરકારી યોજનાની મેળવો માહિતી આ અહેવાલ ખુબ ઉપયોગી બની રહે તેમ છે…

1 week ago

ડિજિટલ ઇન્ડિયા : યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુ

ડિજિટલ ઇન્ડિયા : યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુ માત્ર એક ક્લિક ઉપર ઘરઆંગણે જ મળશે…

1 week ago