Categories: Magazine

અયોધ્યામાં 11 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અયોધ્યામાં ફરી ગુંજશે રામ’નાદ

11 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાશે.વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ખાસ પૂજા અર્ચના.પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ કાર્યક્રમ ભવ્ય અને દિવ્ય રહ્યો હતો.

કરોડો ભક્તોની આસ્થાનું દિવ્ય સ્થાન હવે ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યા પણ બની રહ્યું છે,500 વર્ષ સુધી રામલલ્લા ઝોપડીમાં બિરાજમાન રહ્યા બાદ ગતવર્ષે જ ભગવાન રામના ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રામલલ્લાનું અદભુત અને મનમોહક સ્વરૂપને પ્રાણ પ્રતિષ્ઠા સાથે બિરાજમાન કરવામાં આવ્યું હેતુ.રામ મંદિર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી વિશ્વભરના કરોડો ભક્તોની આસ્થા અને વિશ્વાસની જીત સમાન બની રહ્યો હતો ત્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ આગામી સમયમાં આવી રહી છે.રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.અયોદ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં અનેરા ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવવામાં આવશે.રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સોશિયલ મીડિયા થાકી આ જાણકારી આપી છે. અયોધ્યા સ્થિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામ લલ્લા વિગ્રહના અભિષેકની પ્રથમ વર્ષગાંઠ 11 જાન્યુઆરી 2025ના રોજ માનવવમાં આવશે,જેમાં હજારો ભક્તો અયોધ્યામાં ઉમટી પડશે તેમ મનાય છે.

આમ તો 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં ભગવાન રામલલ્લાની દિવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા સંપૂણ ભારતીય સંસ્કૃતિ સાથે વૈદિક પરંપરા સાથે કરવામાં આવી હતી.ત્યારે રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી માટે પણ અયોધ્યા સહીત દેશભરમાં અપાર શ્રધ્ધાનો પ્રવાહ વહેતો થયો છે. પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ દ્વાદશી તરીકે ઉજવવામાં આવશે.આ દિવસે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે સાથે જ યજ્ઞમંડપમાં સવારે 8 થી 11 અને ફરીથી બપોરે 2 થી 5 દરમિયાન શુક્લ યજુર્વેદના મંત્રો સાથે અગ્નિહોત્રનું આયોજન કરવામાં આવશે.આ ઉપરાંત 6 લાખ શ્રી રામ મંત્રો અને રામ રક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા સહિત અન્ય ધાર્મિક મંત્રોના જાપ પણ કરવામાં આવશે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર બપોરે 3 થી 5 દરમિયાન રાગ સેવા અને સાંજે 6 થી 9 દરમિયાન અભિનંદન ગીતો રજૂ કરવામાં આવશે.આમ ફરી એકવાર અયોધ્યા જ નહીં પણ ભારત આખું ભગવાન શ્રીરામના નાદથી ગુંજી ઉઠશે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 નહીં પરંતુ 11 જાન્યુઆરીએ ઉજવાશે જાણો કેમ?

હિન્દી તિથિ અનુસાર, ભગવાન શ્રી રામ પોષ મહિનાની દ્વાદશી તિથિએ બિરાજમાન થયા હતા,જે આ વર્ષે 11 જાન્યુઆરીએ આવે છે એટલે તારીખ પ્રમાણે નહિ પણ હિન્દી તિથિ મુજબ 22 નહીં પરંતુ 11 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠ ઉજવવામાં આવશે.અયોધ્યામાં 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ત્રણ દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં રામ ભક્તો, સંતો, વેપારી વર્ગ અને ભક્તોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે રામ મંદિર ટ્રસ્ટે તૈયારીઓ તેજ કરી દીધી છે.

રામમંદિરમાં ક્યા કયા કાર્યક્રમો થશે..

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી માટે અત્યારથી જ ખાસ પ્રકરની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે,અયોધ્યા ફરી રામના રંગે રંગાઈ જશે. પ્રથમ વર્ષગાંઠ દ્વાદશીના કાર્યક્રમને લઇ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે વૈદિક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.રામ મંદિરના પેસેન્જર ફેસિલિટેશન સેન્ટરના પહેલા માળે રામચરિતમાનસના સંગીતમય પાઠ યોજાશે તો અંગદ ટીલા ખાતે રામ કથા સાતેહ રામચરિતમાનસ પર પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે,તેમજ અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે સવારથી શ્રી રામના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવનાર છે.

મહાકુંભ પહેલા મહાઉત્સવનું સાક્ષી બનશે ભારત

નવાવર્ષની શરૂઆત સાથે જ ભારતમાં અનેકવિધ ધાર્મિક મહામહોત્સવ યોજાનારા છે જેમાં ઉત્તરપ્રદેશના પ્રાયગરાજમાં મહાકુંભની પણ શરૂઆત થવાની છે,જોકે મહાકુંભ પહેલા જ 11 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામના મહાઉત્સવનું સાક્ષી ભારત બનવા જઈ રહ્યું છે.જે માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તમામ શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રીઓને આ ઐતિહાસિક અવસરમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. આ દિવસ અયોધ્યા અને ભારત માટે વિશેષ ધાર્મિક મહત્વનો રહેશે, જેમાં ભક્તો શ્રી રામ પ્રત્યે તેમની આદર અને ભક્તિ વ્યક્ત કરશે.

BY DIPAK KATIYA ON DECEMBER 26, 2024

City Updates

Share
Published by
City Updates

Recent Posts

રાષ્ટ્રીય શોક: શું છે, તે ક્યારે જાહેર થાય છે અને તેના દરમિયાન શું બદલાઈ જાય છે?

રાષ્ટ્રીય શોકનો મતલબ શું હોય છે, તેમાં શું-શું બદલાઈ જાય છે ? પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન…

6 hours ago

ડૉ. મનમોહનસિંહ: ભારતીય રાજકારણમાં એક ઐતિહાસિક નેતા

 'હજારો જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી' સંસદમાં શાયરના અંદાજમાં વિરોધીઓને જવાબ આપી ચૂપ કરાવતા!…

7 hours ago

12 વર્ષે જ કેમ થાય છે મહાકુંભ?  

12 વર્ષે જ કેમ થાય છે મહાકુંભ?   મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં સંગમના કિનારે સ્નાન કરવાનું…

1 day ago

મનુસ્મૃતિ”નો વારંવાર વિવાદ કેમ?

"મનુસ્મૃતિ"નો વારંવાર વિવાદ કેમ? અંગ્રેજોએ આ પુસ્તકનો ઉપયોગ કાયદાઓમાં કર્યો. ખરેખર વિવાદસ્પદ અને વિરોધાભાસી શ્લોકો…

1 day ago

આજે 25 ડિસેમ્બર : ખ્રિસ્તીઓમાં નાતાલ પર્વ નું મહત્વ

આજે 25 ડિસેમ્બર : ખ્રિસ્તીઓમાં નાતાલ પર્વ નું મહત્વ   એક માન્યતા અનુસાર નાતાલના દિવસે…

2 days ago

સાઇબર ક્રાઇમ ચેતવણી: અંતરરાષ્ટ્રીય કોલ્સથી સાવધાન રહેવા સરકારની સૂચના

  ડિજિટલ એરેસ્ટના સાઇબર ક્રાઇમ વચ્ચે સરકારની ચેતવણી   વર્તમાન સમયમાં સાઇબર ક્રાઇમ કેસોમાં સતત…

2 days ago