Categories: #trending

કાશ્મીરની શાન ડલ સરોવરમાં હવે ઉબર શિકારા સાથે રોમાંચ અનુભવો

કાશ્મીરમાં વધી રહેલા પ્રવાસીઓની સંખ્યાને લઇ મહત્વપૂર્ણ પ્રયાસ

ટેક્સી ઉબર,ઓટો ઉબર,સ્કૂટર ઉબર તમે સાંભળ્યું હશે પણ હવે કાશ્મીરના ડલ સરોવરમાં પણ ચાલશે ઉબર,જમ્મુ કાશ્મીરમાં જ્યારથી 370 કલમ હટાવાવમાં આવી છે,ત્યારથી કાશ્મિરમાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.કશ્મીરની રોનક પાછી આવી રહી છે.આતંકવાદના ઓછાયાઓમાં ધારતી પરના સ્વર્ગ સમાન કાશ્મીર ટુરિઝમને ગ્રહણ લાગી ગયું હતું,પણ જયારથી 370ની કલમ દૂર થી છે ત્યારથી કાશ્મીર પણ ખુલી હવામાં શ્વાસ લેતું થઇ ગયું છે,અહીંના ટુરિઝમને બળ મળ્યું છે.દેશ વિદેશમાંથી ફરી એકવાર પર્યટકો કાશ્મીરમાં સ્વર્ગની અનુભૂતિ કરવા આવી રહ્યા છે સાથે જ ટુરિઝમ વધતા સ્થાનિક લોકોની રોજગારીનો મોટો પ્રશ્ન હલ થઇ રહ્યો છે.કાશ્મીરમાં જઈએ અને ડલ સરોવર ન જઈએ તેવું બને ત્યારે ડલ સરોવરમાં ઉબર શરુ કરાઈ છે.ઉબરે દેશની સૌથી પહેલી વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરી છે જેને લઇ કાશ્મીરના ડલ સરોવરમાં હવે ઉબર ‘શિકારા’ દોડશે.એપ બેસ્ડ ટેક્સી સર્વિસ પ્રોવાઈડર ઉબરે કાશ્મીર ફરવા આવનાર સહેલાણીઓએ ડલ સરોવરની સુંદરતા અને સફર માણવા માટે શિકારાની બુકિંગ પણ શરૂ કરી દીધી છે.

યૂરોપિય શહેરોમાં જેમ કે વેનિસ, ઈટાલી અને વોટર ટેક્સિઓમાં આવી સેવાઓ મળે છે ત્યારે ભારતમાં સૌપ્રથમ કાશ્મીરના ડલ સરોવરમાં આ સેવા શરુ કરવામાં આવી છે.ભારત અને એશિયામાં જળ પરિવહનમાં ઉબરે પોતાની સૌથી પહેલી વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરી છે.ઉબરે શરૂઆતમાં સાત શિકારા ઑપરેટરોને આ સેવામાં સામેલ કર્યા છે અને માંગ અનુસાર મોટાપાયે વિસ્તાર કરવાની પણ યોજના છે.ઉંબર શિકારા સવારીનું ભાડું સરકાર દ્વારા નક્કી કરાયેલા દરો અનુસાર નક્કી કરવામાં આવ્યું છે.ઓપરેટરોને સંપૂર્ણ ભાડું મળે તે માટે ઉબરએ તેની સર્વિસ ફી માફ કરી છે.કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ સેવાની જાહેરાત કરતા લખ્યું કે, ‘શ્રીનગરમાં ઉબર શિકારાની શરૂઆત ! પરંપરા અને ટેકનોલોજીનો શ્રેષ્ઠ સમન્વય ! આપણી શાંત શિકારા સવારીને 15 દિવસ પહેલા જ બુક કરો. ઉબર એપ પર બસએક ટેપ કરીને. આપ આપની સફર માટે તૈયાર થાઓ. ડલ ઝીલ એક એવો અનુભવ કરો જે આ પહેલાં આપે ક્યારેય ન કર્યો હોય’ પોસ્ટમાં ડલ ઝીલનું શાંત પાણીમાં શિકારાની તસ્વીરો પણ સામેલ છે.

  શિકારા ઓપરેટરો ધીમેધીમે આ પહેલમાં જોડાશે

શિકારા ઓનર્સ એસોસિએશન કાશ્મીરના પ્રમુખ વલી ​​મોહમ્મદ ભટે પરિવહનને સુવ્યવસ્થિત કરવાની તેની ક્ષમતા માટે આ સેવાની પ્રશંસા કરી છે.ભટે કહ્યું, “ડલ સરોવરમાં લગભગ 4,000 શિકારા છે. ઉબરનું પ્લેટફોર્મ નિશ્ચિત કિંમતો સુનિશ્ચિત કરે છે, જેનાથી ભાવતાલ કરવાની જરૂર પડતી નથી અને પર્યટકોને મુશ્કેલી મુક્ત અનુભવ મળે છે.આશા રાખીએ છીએ કે વધુ શિકારા ઓપરેટરો ટૂંક સમયમાં આ પહેલમાં જોડાશે.

 

  કેવી રીતે આપ ઉબર શિકારા બુક કરાવી શકશો…

કંપનીના જણાવ્યા મુજબ ઉબર શિકારા રાઈડ બુક કરવા માટે, પ્રવાસી પાસે ઉબરની લેટેસ્ટ વર્ઝન એપ્લિકેશન હોવી જરૂરી છે,આ ઉપરાંત પહેલેથી જ મોબાઈલમાં એપ ડાઉનલોડ છે તો તેને એપ સ્ટોર અથવા પ્લે સ્ટોર દ્વારા અપડેટ કરી લેવાની ખાતરી કરી લેવી જોઈએ.”એપ્લિકેશન ઓપન થાય, પછી ‘શિકારા ઘાટ નંબર 16’ એન્ટર કરો. ત્યારબાદ “સમય અને તારીખ પસંદ કર્યા બાદ ઘાટ નંબર 16 પર પિક-અપ સ્થળની પુષ્ટિ કરો,છેલ્લે બુક બટન પર ક્લિક કરો અને ડલ લેક પર શિકારા સવારી બુક થઈ જશે.

  શિકારા શું છે?

શિકારા લાકડામાંથી બનેલી હોડી છે અને શ્રીનગરના પ્રખ્યાત ડાલ સરોવર અને અન્ય સરોવરોમાં પ્રવાસીઓને લઈ જવા માટે મોટા પ્રમાણમાં જોવા મળે છે.શિકારા તેમના હેતુ અને પરિવહન સહિત ઉપયોગિતાના આધારે વિવિધ કદની હોય છે.શિકારામાં સામાન્યરીતે 6 લોકો બેસી શકે છે જયારે શિકારાનો નાવિક પાછળથી પેડલિંગ કરી શિકારાને ચલાવે છે.

BY DIPAK KATIYA ON DECEMBER 3, 2024

City Updates

Recent Posts

ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર 2024  : ‘બ્રેન રોટ’  : શું છે આનો મતલબ આવો જાણીએ

ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર 2024  : 'બ્રેન રોટ'  : શું છે આનો મતલબ આવો…

7 hours ago

સોફટવેર એન્જિનિયર સતિષ પટેલ: ખેતીથી યુવાનોને પ્રેરણા આપનાર યુગ પુરુષ

ખેતીથી દૂર ભાગતા યુવાનો માટે સતિષ પટેલ પ્રેરણારૂપ આધુનિક યુગમાં જયારે યુવાનો ખેતી છોડીને શહેરો…

10 hours ago

૯૦ વર્ષીય માતાની અંતિમ ઇચ્છા પૂરી કરવા આખો પરિવાર નર્મદા પરિક્રમાએ નીકળ્યો

બીમાર લક્ષ્મીબાઈએ કહ્યું, મારી અંત્યેષ્ઠિ નર્મદા કિનારે કરજો, પરિવારે કહ્યું, અમે જીવતા જીવ પરિક્રમા જ…

11 hours ago

વડોદરાની 7 વર્ષની દેવાંશિકા 10 વર્ષની ખેલાડીને હરાવી TPLમાં વિજેતા બની

  વડોદરાની 7 વર્ષની દેવાંશિકા 10 વર્ષની ખેલાડીને હરાવી TPLમાં વિજેતા બની વડોદરાની માંડ સાત…

12 hours ago

નવું વર્ષ ઉજવવા ક્યાંક બહાર જવા ઈચ્છો છો ?તો જઈ શકો છો અહિયાં

નવું વર્ષ ઉજવવા ક્યાંક બહાર જવા ઈચ્છો છો ? તો જઈ શકો છો અહિયાં તો…

1 day ago

63 વર્ષની ઉંમરે પ્રાકૃતિક ખેતીથી આરોગ્ય લાભ મેળવતી દીપ્તિ જાની

૬૩ ની ઉંમરે આરોગ્ય લાભો માટે કરે છે પ્રાકૃતિક ખેતી  :જેની પાસે જમીન હોય,જેની ખેતીમાં…

1 day ago