fbpx Press "Enter" to skip to content

કોઈ સરહદ ના ઈસે રોકે : શિયાળા માં યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન સુરત નું ગવિયર તળાવ.

કોઈ સરહદ ના ઈસે રોકે : શિયાળા માં યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન સુરત નું ગવિયર તળાવ.

 

સુરત અને દ.ગુજરાતના અનેક સ્થળો યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. દક્ષિણ ગુજરાત વિદેશી યાયાવર પક્ષીઓનો પસંદગીનો વિસ્તાર છે. દર વર્ષે, ઉત્તર છેવાડેથી હજારો માઈલોની મુસાફરી કરીને સ્વયંસ્ફુરિત માર્ગદર્શન પ્રમાણે કોઇ નેવિગેટર વિના ઉડીને એક ભૌગોલિક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરતા વગર વિઝાના પ્રવાસી જેવા અસંખ્ય નાના-મોટા પ્રવાસી યાયાવર, સિગલ્સ વિદેશી પક્ષીઓ માટે સુરતનું ગવિયર તળાવ સ્વર્ગ સમાન બન્યું છે. સ્વયંસંચાલિત માર્ગ અને મુસાફરી કરીને દક્ષિણ ગુજરાત સહિત સુરતના દરિયા કિનારે તેમજ તાપી કાંઠે શિયાળાની ઋતુમાં ખોરાક માટે સફર કરીને આવતા આ પક્ષીઓને કારણે ગવિયર તળાવમાં પક્ષી, પ્રકૃતિ અને પર્યટનનો સમન્વય સર્જાયો છે.

સુરતના ડુમ્મસ નજીક સાયલન્ટ ઝોન વિસ્તારના ગવિયર તળાવમાં વિદેશી પક્ષીઓને મહાલતા જોવા દર રવિવારે સવારે 7 વાગ્યાથી બપોરના 11 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. દર વર્ષ દરમિયાન ગવિયર તળાવ ખાતે 170થી વધુ વિવિધ પ્રજાતિના વિદેશી પક્ષીઓ જોવા મળ્યા છે. સુરતના દરિયાકાંઠે, રાંદેર અને સિંગણપોરને જોડતા તાપી નદી પરના કોઝવે, ગવિયર લેક, હજીરા, ડુમસના દરિયાકિનારાના ગામડાઓમાં પ્રવાસી પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. નોંધનીય છે કે સુરતના ડુમ્મસ નજીક સાયલન્ટ ઝોન વિસ્તારના ગવિયર ખાતે નેચર ક્લબ સુરતે છેલ્લા 20 વર્ષથી મહેનત કરીને બર્ડ સેન્યુરી જેવું કુદરતી નૈસર્ગિક વાતાવરણ ઉભુ કર્યું છે. ત્યારે સાઈબીરિયા, રશિયા, યુરોપ, મધ્ય એશિયા, ઉત્તર એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા, ઈરાન, ઈરાક, નોર્વે, સ્વિડન, ડેન્માર્ક સહિત હોલેન્ડના ઠંડા પ્રદેશોના હજ્જારો કિલોમીટરનું અંતર કાપીને યાયાવર સિગલ્સ પક્ષીઓ ખોરાક માટે સુરત આવે છે. ગુજરાતમાં માફકસરની ઠંડી, મીઠાંપાણી, ખારાંપાણી, રહેવા, ખાવા-પીવાની અનુકૂળતા, સંરક્ષિત વેટલેન્ડ વિસ્તારને કારણે તેઓ દર શિયાળે સુરતના મહેમાન બને છે.

 

ઉનાળો શરૂ થતાં તેમના વતન તરફ જવા માટે રવાના થતાં હોય છે. સ્થળાંતર કરતા પક્ષીઓ ક્યારેય પણ તેમનું ગંતવ્ય સ્થાન અને રૂટ ભૂલતા નથી. વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે પક્ષીઓ સૂર્યને નજર સમક્ષ રાખીને સ્થળાંતર કરવા માટેની દિશા નક્કી કરે છે. ઉડવાની ગતિ પણ જાળવી રાખે છે. પક્ષીઓ પોતાની સફર શરૂ કરતા પહેલા ખાઇ લે છે, ત્યારબાદ સફરની વચ્ચે આ પક્ષીઓ કોઇ પણ પ્રકારનો ખોરાક લેતા નથી. જયારે પક્ષીઓ પોતાની નિયત જગ્યાએ પહોંચી જાય છે. ત્યારે ફરી ખોરાકની શોધ શરૂ કરે છે.

કહેવાય છે કે સુરતીઓ મહેમાનગતિમાં ક્યારેય પાછળ પડતા નથી. પણ વિદેશી પક્ષીઓની મહેમાનગતિમાં થોડી ચૂક થઈ રહી છે. સુરતીઓ યાયાવર પક્ષીઓને તળેલા ગાંઠીયા, રાંધેલો ખોરાક, ફાફડી અને ભુંસુ જેવો તળેલો ખોરાક ખવડાવી રહ્યા છે. જેઓ પક્ષીઓનું પેટ નથી ભરી રહ્યા પણ નુકસાન પહોંચાડી પક્ષીઓનું આયુષ્ય ઘટાડી રહ્યા છે. અગર જો કંઈક ખવડાવવું જ હોય તો વઘાર્યા વગરના સાદા મમરા આપી શકાય, ચોખાના લોટની ગોળી, ફ્રૂટસ આપી શકાય એમ નેચર ક્લબ ના કો-ઓર્ડિનેટરે જણાવ્યું હતું.

 

BY SHWETA BARANDA ON NOVEMBER 13, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!