5 વર્ષમાં 70,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું?
ભારતમાં ધીમેધીમે ડ્રગ્સનું દુષણ યુવાપેઢીને બરબાદી તરફ લઇ જઈ રહ્યું છે.કરોડોના ડ્રગ્સના વેપારનો ભારતમાં કાળો કારોબાર ચાલી રહ્યો છે,ડ્રગ્સ માફિયાઓ બેફામ બની ડ્રગ્સ દેશમાં ઘુસાડી રહ્યા છે,જેમાં ગુજરાત જાણે ડ્રગ્સના ધંધાનું મોટું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.સરકાર અને સુરક્ષા એજન્સીઓ સતર્ક અને સજાગ છે છતાંય કેટલાક ભાંગફોડિયા તત્વોને કારણે ગુજરાતનો દરિયો ડ્રગ્સ માફિયાઓ માટે સલામત બની રહ્યો હોવાનું કહેવાય છે,વધી રહેલા ડ્રગ્સની હેરાફેરી વચ્ચે ગત 5 વર્ષમાં 70,000 કરોડ રૂપિયાથી વધુ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે.ડ્રગ્સ માફિયાઓ નશાનો આ કારોબારથી દેશમની યુવાપેઢીને નશાની આદી બનવવા મથી રહી હોય તેમાં લાગે છે,ડ્રગ્સથી સમાજની સુખ-શાંતી તેમજ દેશના વિકાસને પણ ખુબ મોટુ નુકશાન પહોંચી શકે છે,ત્યારે ડ્રગ્સના વધી રહેલા દુષણને ડામવા માટે નક્કર પગલા ભરવા જરૂરી બન્યા છે.ભારતમાં પાકિસ્તાન,ઈરાનની સીમાઓથી ડ્રગ્સ દરિયાઈ માર્ગે ભરતમાં ઘુસાડવાનું ષડયંત્ર લાંબા સમયથી ચાલી રહ્યું હોવાનું મનાય છે.ડ્રગ્સની હેરાફેરીના આ નેટવર્કમાં અત્યારસુધી 100થી વધારે પાકિસ્તાની અને ઈરાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
દેશમાં વિકરાળ બની રહેલ ડ્રગનું દુષણ ચિંતાનો મુદ્દો છે,ગુજરાત સહીત અનેક રાજ્યોમાં ડ્રગ્સની હેરાફેરી વધી છે,ખાસ કરીને ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સની હેરાફેરી માટે હોટ ફેવરિટ બની રહ્યો છે,આ બધા વચ્ચે સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે 5 વર્ષમાં 70 હજાર કરોડથી પણ વધુનું ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાવમાં સફળતા મળી છે.આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ લાગે છે જોકે હવે દારૂની જેમ ડ્રગ્સની હેરાફેરી પણ વધી છે,ગુજરાતમાં ખાસ કરીને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ગુજરાત જાણે કે ડ્રગ્સનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ વર્ષમાં જ જાન્યુઆરીથી નવેમ્બર સુધી માત્ર કચ્છ પોલીસે જ 113.56 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરીને 61 ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.કચ્છ અને સૌરાષ્ટ્ર બોર્ડર એરિયા અને દરિયાઇ સીમા પર પોલીસ અને કોસ્ટ ગાર્ડ એલર્ટને પગલે સતત ડ્રગ્સ પકડાઇ રહ્યું છે.
— ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા ડોળો ગુજરાત પર..!
ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ દેશના અનેક વિસ્તારો ઘુસાડવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે,ભારતના યુવાનોને નશાના આદી બનવવાના આ ષડયંત્રમાં
ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાનો ડોળો ગુજરાતના દરિયા કિનારા પર રહ્યો હતો,ત્યારથી જ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે ડ્રગ્સ અને પેડલર્સ મોટી સંખ્યામાં પકડાઇ રહ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સ ઉતારીને ભારતમાં અન્ય સ્થળોએ ડિલીવરી કરવામાં આવે છે અને ડ્રગ્સની હેરાફેરી કરાય છે.
— 25થી નાની વયના યુવાઓ ડ્રગ્સના રવાડે?
ભારત આમ તો યુવા ભારત છે,ભારતમાં યુવાઓની સંખ્યા સૌથી વધુ છે,ભારતની વસ્તીમાં 25 વર્ષની યુવાઓની સંખ્યા પણ ખુબ છે અને આ યુવાઓ ભરતનું ભવિષ્ય છે.જોકે દુઃખની વાત એ છે કે,ભારત આ ભવિષ્યને ડ્રગ્સનું દુષણ અભડાવી રહ્યું છે.ડ્રગ્સ લેતા યુવાનોમાં 25 વર્ષથી નીચેના યુવાનોની સંખ્યા વધુ હોવાનું મનાય છે જે ખરેખર ચિંતાજનક છે.આશ્ચર્યની વાત તો એ છે કે,હજારોની સંખ્યામાં યુવતીઓ પણ ડ્રગ્સના દુષણમાં અટવાઈ છે,યુવતીઓ પણ બે રોકટોક રીતે ડ્રગ્સ લેતા નજરે પડે છે જે ખેદજનક પણ છે.
BY DIPAK KATIYA ON DECEMBER 17, 2024