fbpx Press "Enter" to skip to content

જોખમી કેમિકલ કંપનીઓથી ઘેરાયેલા વડોદરા માથે ઝળબતું મોત..!?

જોખમી કેમિકલ કંપનીઓથી ઘેરાયેલા વડોદરા માથે ઝળબતું મોત..!?

 

વડોદરાની આસપાસ 1000 કરતાં વધારે કેમિકલ ઉદ્યોગો,અહીં છાસવારે બ્લાસ્ટ આગની દુર્ઘટના બને છે.પાદરા,સાવલી નંદેસરી ઔધોગિક એકમોની દુર્ઘટનાઓ તો ઘડીકભર વડોદરાનો શ્વાસ રોકી દેતી હોય છે.ભવિષ્યમાં ભોપાલ જેવી દુર્ઘટના ન ઘટે તે માટે ચોક્કસ પગલાં જરૂરી?

વડોદરાની આસપાસ લગભગ 1000થી પણ વધુ કેમિકલ કંપનીઓ આવેલી છે,આ કંપનીઓમાં સર્જાતી દુર્ઘટનાઓ વડોદરાના જીવ અધ્ધર કરી દેતી હોય છે તેવામાં ગતરોજ ગુજરાત રિફાઇનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી આગને કારણે પણ કંપનીની અસપાર રહેતા હજારો લોકો સાથે અન્ય વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.આગ મોડીરાત સુધી ન બુઝાતા વડોદરા માટે જોખમ ઝળબતું હોવાની પણ ચર્ચાઓ થવા લાગી હતી,જોકે સદ્દનસીબે મોડીરાતે આગ બુઝાઈ ગઈ અને વડોદરાને હાશ થઇ,ખેર વડોદરા અનેકવાર આવી દુર્ઘટનાઓથી ફફડતું રહ્યું છે,કારણકે વડોદરામાં પાદરા,સાવલી નંદેસરી,કોયલી,રણોલી સહીત અનેક ઔધોગિક કેમિકલ એકમો જીવતા બૉમ્બ સમાન બની રહે તેવી મનાય છે ત્યારે ભવિષ્યમાં વડોદરામાં ભોપાલ જેવી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ચોક્કસ પગલાં જરૂરી હોવાનું પણ જાણકારો માને છે.

વડોદરાની આસપાસ 1000 જેટલા નાના મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે.વડોદરા નજીક પાદરમાં તો આંખુ કેમિકલ ઝોન આવેલું છે,એવી જ રીતે નડેસરીમાં આવેલ જીઆઈડીસીમાં પણ અનેક કેમિકલ કંપનીઓ છે તો સાવલીના પોઇચા મંજુસર મોકસી જેવા ગામોમાં પણ હજારો કેમિકલ કંપનીઓ કાર્યરત છે,જોકે આ વિસ્તારોમાં ધમધમી રહેલ સંખ્યાબંધ કેમિકલ કંપનીઓ હજારો લોકોને રોજગારીપણ આપીએ છે.ત્યારે કેમિકલ કંપનીઓમાં કયારેક અસલામતી અથવા બેદરકારીને કારણે બલાસ્ટ જેવી દુર્ઘટનાઓ પણ સર્જાય છે જેને લઇ કંપનીઓની આસપાસના અનેક ગામોમાં આ દુર્ઘટનાઓની અસર થાય છે,કેમિકલ ઝેરી ગેસને કારણે લોકો અસરગ્રસ્ત થતા હોવાનું અનેકવાર સામે આવ્યું છે.વડોદરાને અડી કોયલી પાસે પણ ગુજરાત રિફાઈનરી, જીએસએફસી, જીએસીએલ, આઈપીસીએલ( હવે

રિલાયન્સ) જેવી મોટી કંપનીઓ આવેલી છે.આ કેમિકલો કંપનીઓ અલગ અલગ પ્રકારની પ્રોડકટસ બનાવે કે જે પૈકી કેટલીક કેમિકલ કંપનીઓમાં જોખમી રસાયણોનું ઉત્પાદન કરવામાં અવવતુ હોય છે જે ક્યારેક જીવલેણ સાબિત થાય છે.આમ પણ આવા અનેક જોખમી કેમિકલ ઉદ્યોગોમાં ભૂતકાળમાં છાશવારે અકસ્માતો થયા છે જેમાં ભારે ખુવારી સાથે અનેક લોકોએ જીવ ગુમાવ્યા પણ છે.ઉલ્લેખનીય છે કે આવી દુર્ઘટનાઓ વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે. તેની યાદ અપાવતી રહે છે.તો ભોપાલની ગોઝારી હોનારતની દહેશત પણ રહે છે.ભોપાલમાં 1984માં યુનિયન કાર્બાઈડ કંપનીમાંથી 45 ટન જેટલો મિથાઈલ આઈસોસાઈનેટ ગેસ લીક થયો હતો અને જોતજોતામાં ભોપાલના 15000 જેટલા નાગરિકો મોતને ભેટયા હતા.વડોદરામાં જોભોપાલ જેવી કોઈ અણધારી દુર્ઘટના બને તો તંત્ર કેટલુ સજ્જ છે તેવો સવાલ પણ લોકો પૂછી રહ્યા છે.

— જોખમી કેમિકલ કંપનીઓ સામે તંત્રનું ઝીરો ટોલરન્સ જરુરી

ગુજરાત રીફાઇનરીમાં બેંજીનની સ્ટોરેજ ટાંકીમાં બ્લાસ્ટ થયો છે.બેંજીન રસાયણને હાઇલી રીએક્ટિવ અને એક્સપલોજીવ માનવામાં આવે છે,તે જવનશીલ છે તેનો ધુમાડો પણ ખુબ હાનિકારક હોય છે.બેંજીન રસાયણ અમુક સમય સુધી આગ કન્ટ્રોલમાં ન આવે તો તેને મેઝર એકસીડન્ટ તરીકે ગણવામાં આવે છે.જે ગંભીર દુર્ઘટનામાં પરિવર્તિત પણ થઇ શકે છે,જોકે રિફાઇનરીની આગની દુર્ઘટનામાં કંપની મેનેજમેન્ટ અને ફાયર લાશ્કરોની સતર્કતાભરી કામગીરી અને ત્વરિત તમામ પગલાં ભરવાના પગલે આગની ઘટના ફેલાતી અટકાવાય હતી,ફાયર બીગેડની ટિમો અને ફાયર નિષ્ણતોની દેખરેખમાં આગને ઓલવી દેવાઈ હતી જેથી આસપાસના ગામોને રાહત મળી હતી,જોકે આ બનાવમાં બે કર્મચારીએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારમાં માતમ છવાયો છે.જુવાનજોધ દીકરાઓ ખોનારા પરિવાર ચોંધાર આંસુ સારી રહ્યો છે,ત્યારે આવી દુર્ઘટનાઓ ન બને તે માટે ચોક્કસ કાળજી લેવી ખુબ જ હિતાવહ છે.નંદેસરીમાં તો છાસવારે બ્લાસ્ટ અને આગની ઘટનાઓ બનતી રહે છે ત્યારે તંત્રે ઝીરો ટોલરન્સ સાથે જોખમી કેમિકલ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ તેમજ આસપાસના ગામડાઓમાં રહેતા હજારો લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવી રહી.

 

BY DIPAK KATIYA ON NOVEMBER 12, 2024

error: Content is protected !!