દેવઊઠી એકાદશી થી શુભ માંગલિક પ્રસંગોની થશે શરૂઆત
શાસ્ત્રોમાં દેવ પ્રોબિધની એકાદશીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે. તેમજ લગ્ન જેવા શુભ માંગલિક પ્રસંગો આ દિવસથી શરૂ થાય છે. દેવ પ્રબોધિની એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. દેવ પ્રબોધિની એકાદશી કારતક સુદ અગિયારસ તિથિના રોજ ઉજવાય છે. આ દિવસને તુલસી વિવાહ ના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ તે દિવસે ભગવાન કૃષ્ણના તુલસી સાથે વિવાહ કરાવવાની પરંપરા છે.
ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન એકાદશી તો કુલ 24 આવતી હોય છે. અને અધિકમાસના સંજોગોમાં આ આંક 26 સુધી પહોંચી જતો હોય છે. પરંતુ, વર્ષની આ તમામ એકાદશીઓમાં જેનું અદકેરું જ મહત્વ છે, તે છે પ્રબોધિની એકાદશી. કે જેને આપણે પારંપરિક ભાષામાં દેવઊઠી એકાદશી કહીએ છીએ. ગુજરાતી પંચાંગ અનુસાર દેવઊઠી એકાદશી એ વર્ષની સર્વ પ્રથમ એકાદશી છે. કારતક માસના સુદ પક્ષમાં આવતી આ અગિયારસનું એક આગવું જ મહત્વ છે.
દેવઉઠી એકાદશીનું મહત્વ :
આ વખતે દેવઉઠી એકાદશી 12 નવેમ્બર, મંગળવાર ના રોજ છે. જેનો પ્રારંભ 11 નવેમ્બર, સોમવારના રોજ સાંજે 7:00 કલાક થી થઈ જશે. ઉલ્લેખનીય છે કે દેવઊઠી એકાદશીથી જ શુભ કાર્યોનો પ્રારંભ થતો હોય છે. ત્યારે આ દિવસે તુલસી-શાલીગ્રામના વિવાહ થાય છે અને માંગલિક કાર્યોનો પણ પ્રારંભ થાય છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યારે આ અગિયારસ એ દેવોત્થાન એકાદશી, દેવઊઠી એકાદશી, પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખાય છે.
દેવઉઠી એકાદશીની કથા :
માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ અષાઢ માસની સુદ પક્ષની એકાદશીથી ચાર મહિના માટે પોઢી જાય છે. ત્યારબાદ તે કારતક માસની સુદ પક્ષની એકાદશીએ જાગે છે. કહે છે કે આ જ તિથિએ શ્રીહરિ વિષ્ણુ રાજા બલીના રાજ્યમાંથી ચાતુર્માસનો વિશ્રામ પૂર્ણ કરીને વૈકુંઠમાં પાછા આવે છે.
એક કથા અનુસાર દેવતાઓની સહાયતા માટે શ્રીહરિએ વામન રૂપ ધરી બલિરાજા પાસે દાનનું વચન લીધું. અને પછી ત્રણ ડગલાં ભૂમિમાં ત્રિભુવનને માપીને બલિરાજાને પાતાળનું રાજ આપ્યું. તો, સામે બલિરાજાએ પણ શ્રી વિષ્ણુ પાસે વચન માંગી લીધું કે તે સદૈવ તેમની સાથે રહી પાતાળલોકની સુરક્ષા કરશે. વચનના લીધે શ્રી વિષ્ણુ પાતાળલોકના દ્વારપાળ બની તેની સુરક્ષા કરવા લાગ્યા. ત્યારબાદ દેવી લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી શ્રી હરિને વચનમુક્ત કરાવ્યા. લક્ષ્મીનારાયણ વૈકુંઠ પરત ફર્યા. પણ કહે છે કે, રાજા બલિનું માન રાખતા શ્રીહરિ દર વર્ષે ચાર માસ માટે પાતાળલોકમાં જાય છે. અને તે પ્રબોધિની એકાદશીએ પાતાળલોકમાંથી બહાર આવે છે. એ જ કારણ છે કે આ અવસર શ્રીહરિની કૃપાને પ્રાપ્ત કરવા માટે સૌથી શ્રેષ્ઠ મનાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રાજસૂય યજ્ઞ કરવાથી જેટલું પૂણ્ય મળે, એનાથી વધુ પુણ્ય આ એકાદશીનું વ્રત કરાવવાથી મળે છે.
BY SHWETA BARANDA ON NOVEMBER 11, 2024
આજે 25 ડિસેમ્બર : ખ્રિસ્તીઓમાં નાતાલ પર્વ નું મહત્વ એક માન્યતા અનુસાર નાતાલના દિવસે…
ડિજિટલ એરેસ્ટના સાઇબર ક્રાઇમ વચ્ચે સરકારની ચેતવણી વર્તમાન સમયમાં સાઇબર ક્રાઇમ કેસોમાં સતત…
ઈ-સાક્ષ્ય એપ્લિકેશન: ગુનાની તપાસ હવે સીધી કોર્ટમાં. સામાન્ય રીતે કોઈ પણ ગુનો બને ત્યારે…
મોબાઈલ ની લાઇફ વધારવા માંગો છો ? બેટરી ચાર્જ કરો આ રીતે આજે મોબાઈલ વગર…
ઈ-સરકાર માં 31 લાખ 'ઈ-ફાઈલ' ક્રિએટ કરવામાં આવી ગુજરાતમાં સરકારના વહીવટને પેપરલેસ કરવા માટે વર્ષ…
ડિજિટલ એરેસ્ટ ની નવી મોડેસ ઓપરેન્ડી વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા સાયબર માફિયા ડિજિટલ એરેસ્ટના કેસોમાં…