તો આ રહી જગ્યાઓ જ્યાં હાલ ચાલી રહ્યો છે ડિસેમ્બર મહિનો. ડિસેમ્બર મહિનો એટલે વર્ષનો અંતિમ મહિનો. ડિસેમ્બર મહિના માં ખ્રિસ્તીઓનો તહેવાર ક્રિસમસ આવતો હોય છે. જેની ઉજવણી દરેક લોકો કરતાં હોય છે. તેમજ 31st ડિસેમ્બર એટલે કે ન્યુ યર ની ઉજવણી માટે પણ લોકો માં ભારે એક્સાઈટમેન્ટ રહેતું હોય છે. લોકો અત્યાર થી પાર્ટી ની તૈયારી માં લાગી પડતાં હોય છે. ફાર્મ હાઉસ માં પાર્ટી, કે વિકેન્ડ હોમ માં પાર્ટી નું પ્રિ પ્લાનિંગ પણ કરી નાખ્યું હશે. તો ક્યાંક 31st ની ડી.જે પાર્ટી માટે પણ સંચાલકો પાર્ટી ની તૈયારી માં લાગી ગયા છે.
ત્યારે આ સમય દરમ્યાન ઘણા લોકો ફરવાના શોખીનો પણ હોય છે. જેઓ પાર્ટી કરતાં પોતાના પરિવાર અને મિત્રો સાથે ન્યુ યર સેલિબ્રેટ કરવા અન્ય હેપનિંગ સિટી માં ફરવાનો પ્લાન કરતાં હોય છે. જો તમે પણ ક્રિસમસ અને ન્યુયરની રજાઓમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કયા સ્થળે જઈ શકાય તે માટે જો વિડંબના હોય તો આ જગ્યા પર તમે જઈ શકો છો. જગ્યા ફેર સાથે સાથે તમે અહી એન્જોય કરી શકો છો.
પહાડો, બીચ કે પછી કેટલાક લોકોને સ્નોફોલમાં ન્યુયર સેલિબ્રેટ કરવાની સાથે એક્ટિવિટી કરવાનું પસંદ હોય છે. તો તમે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર જેવા સ્થળો પર જઈ ન્યુયર સેલિબ્રેટ કરી શકો છો.
જો તમે ક્રિસમસ કે પછી ન્યુયર સેલિબ્રેશન કરવા માટે પરિવાર સાથે 4 થી 5 દિવસ માટે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. અને જો તમે બીચ લવર હોવ તો ગોવા પણ જઈ શકો છો.
નાતાલ અને નવા વર્ષ પર તમે ગુજરાતમાં દ્વારકાથી 11.6 કિલોમીટર દૂર આવેલ શીવરાજ પુર બીચ ની મુલાકાત લઈ શકો છો. આ બીચ પર અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમજ થોડા વર્ષોથી આ બીચ પર એડવેન્ચર એક્ટિવીટીઝ પણ કરવામાં આવે છે જેના કારણે ટૂરિસ્ટો માટે આ બીચ ખૂબ પોપ્યુલર બન્યો છે. તમે તમારા મિત્રો સાથે તમારી રજાઓ ખૂબ સારી રીતે માણી શકો છો. શિવરાજ પુર બીચની મુલાકાત લેવા માટે આ સમય યોગ્ય રહેશે. આ બીચને બ્લુ ફ્લેગ બીચનો ટેગ પણ મળ્યો છે.
જ્યારે સ્નોફ્લો વાત આવે છે, ત્યારે આ લિસ્ટમાં શિમલા કેવી રીતે પાછળ રહી જાય. જો તમારે બરફ જોવો છે. તો ઉત્તર ભારતમાં સૌથી વધુ લોકપ્રિય અને સ્નોફ્લોનું હિલ સ્ટેશનોમાં બેસ્ટ ગણાતું એક શિમલા હિલ સ્ટેશન શિયાળામાં મુલાકાત લેવા માટે યોગ્ય સ્થળ છે. ડિસેમ્બર માં જો કે ઠંડી પુષ્કળ હશે તો તમારે પૂરતા ગરમ કપડાં લઈ ને જવું પડશે. નહીં તો બીમાર પડવાના ચાન્સીસ વધી શકે છે.
જો તમારે શિમલા સુધી નથી જવું. બજેટ નો ઇસ્યુ આવે છે. તો તમારા બજેટ માં માઉન્ટ આબુ પણ આવી શકે છે. માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું એક હિલ સ્ટેશન છે. જ્યાં દર વર્ષે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ આવે છે. રણમાં આ એકમાત્ર હિલ સ્ટેશન છે. અહીં તમે સ્પોટ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરી શકો
ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર 2024 : 'બ્રેન રોટ' : શું છે આનો મતલબ આવો…
ખેતીથી દૂર ભાગતા યુવાનો માટે સતિષ પટેલ પ્રેરણારૂપ આધુનિક યુગમાં જયારે યુવાનો ખેતી છોડીને શહેરો…
બીમાર લક્ષ્મીબાઈએ કહ્યું, મારી અંત્યેષ્ઠિ નર્મદા કિનારે કરજો, પરિવારે કહ્યું, અમે જીવતા જીવ પરિક્રમા જ…
વડોદરાની 7 વર્ષની દેવાંશિકા 10 વર્ષની ખેલાડીને હરાવી TPLમાં વિજેતા બની વડોદરાની માંડ સાત…
૬૩ ની ઉંમરે આરોગ્ય લાભો માટે કરે છે પ્રાકૃતિક ખેતી :જેની પાસે જમીન હોય,જેની ખેતીમાં…
કાશ્મીરમાં વધી રહેલા પ્રવાસીઓની સંખ્યાને લઇ મહત્વપૂર્ણ પ્રયાસ ટેક્સી ઉબર,ઓટો ઉબર,સ્કૂટર ઉબર તમે સાંભળ્યું હશે…