#trending

નવું QR કોડવાળું પાન કાર્ડ : શું તમને બધું ખબર છે?

દેશભરમાં 78 કરોડ PAN જારી કરવામાં આવ્યા છે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ટેક્નોલોજી સાથે કદમ મિલાવી ડગ મિલાવવા અનેક રિફોર્મ કરે છે,હવે મોદી સરકારે નવું QR કોડવાળા પેન કાર્ડ સાથે પ્રોજેક્ટ PAN 2.0ની જાહેરાત કરી છે જ્યારથી પ્રોજેક્ટ PAN 2.0ની જાહેરાત થઇ છે ત્યારથી જ તેને લઇ અનેક સવાલો અને મુંઝવણો લોકોના મનમાં ઉઠી રહી છે. નવા આ QR કોડવાળું પેન કાર્ડ જૂના કાર્ડનું શું થશે? નવું કાર્ડ કેમ અલગ છે? અને શું જૂના કાર્ડ છે તે રદ થઇ જશે?આવા અનેક પ્રશ્નોના જવાબો આજે અહીં છે.કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે PAN 2.0 પ્રોજેક્ટ વિશે માહિતી આપતા કહ્યું છે કે,સરકારનો હેતુ PAN કાર્ડને પણ ડિજિટલ કરવાનો છે, જેને કારણે સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે લોકોના સામાન્ય ઓળખકાર્ડ તરીકે PAN કાર્ડ વાપરી શકાશે.PAN અપગ્રેડેશન મફત હશે અને તે લોકોને તેમના ઘરે કે ઑફિસ પહોંચાડવામાં આવશે.લોકોને તેમના પેન નંબર બદલવાની કોઈ જરૂર નથી.આ પ્રોજેક્ટ પાછળ 1,435 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દરેક લોકોને નવું PAN કાર્ડ મળશે. હાલના પેન કાર્ડધારકોએ કંઈપણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર નથી.નવા કાર્ડમાં QR કોડ જેવા ફીચર્સ હશે.હાલમાં સોફ્ટવેર 15 થી 20 વર્ષ જૂનું છે. હાલમાં પેન કાર્ડ ઓપરેટ કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે તે 15 થી 20 વર્ષ જૂનું છે અને તેમાં ઘણી સમસ્યાઓ આવે છે. નવી સિસ્ટમ હેઠળ, પેન કાર્ડ સંબંધિત તમામ વ્યવસ્થાઓ ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે, જેથી લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ કરી શકાય.

 PAN 2.0 પ્રોજેક્ટ શું છે?

PAN 2.0 પ્રોજેક્ટ એ એક ઈ-ગવર્નન્સ પહેલ છે. જેનો ઉદ્દેશ કરદાતા નોંધણી સેવામાં સુધારો કરવાનો છે. PAN અને TAN સિસ્ટમમાં ડેટાની ત્વરિત એક્સેસ અને પ્રમાણીકરણ માટે પાનકાર્ડ પર QR કોડ મૂકવા માટે એક અસરકારક અને તકનીકી રીતે સંચાલિત પ્લેટફોર્મના ઉપયોગના માધ્યમથી સુધારો કરવામાં આવશે.

 

PAN 2.0 પ્રોજેક્ટના લાભો

આ પહેલ એક એકીકૃત સિસ્ટમ હેઠળ PAN અને TAN સેવાઓને એકીકૃત કરશે. આ અપડેટની વાણિજ્યિક ક્ષેત્રની લાંબા સમયથી ચાલી રહેલી માંગ છે.

આ પ્રોજેક્ટ એક PAN ડેટા વૉલ્ટ પણ રજૂ કરશે, જે હેઠળ તમામ PAN ડેટાને સ્કેલ અપ કરવો જોઈએ અને ફરજિયાત ગણવામાં આવે છે, જેથી વપરાશકર્તાઓનો ડેટા સારી રીતે સુરક્ષિત રહે.સુધારેલા પાન કાર્ડમાં QR કોડ સુવિધા હશે, જે સ્કેનિંગ અને ઓનલાઈન કાર્યક્ષમતાને સક્ષમ કરશે.આ એક એવી આર્થિક વ્યવસ્થાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે,જે સંપૂર્ણ રીતે ડિજિટલ, સુરક્ષિત અને અસરકારક છે.

  નવા PAN CARD માટે અરજી કરવાની જરૂર છે?

કેબિનેટ એ સુનિશ્ચિત કરે છે કે નોંધપાત્ર ડિજિટલ પરિવર્તન છતાં નાગરિકનું હાલનું PAN માન્ય રહે.સરકારે પહેલેથી જ 78 કરોડ PAN CARDનું વિતરણ કર્યું છે, જેમાંથી 98 ટકા લોકોને જારી કરવામાં આવ્યા છે. અને તેમને આ પ્રોજેક્ટ હેઠળ અપગ્રેડ કરવામાં આવશે. જોકે, કેન્દ્રએ રોલઆઉટ માટે કોઈ ચોક્કસ સમયરેખાની જાહેરાત કરી નથી. લોકોને કોઇ પણ ખર્ચ વિના PAN અપગ્રેડ આપવામાં આવશે.

  શું PAN 2.0 હાલના સેટઅપથી અલગ છે?

ઇન્ટીગ્રેશન ઓફ પ્લેટફોર્મ્સ- હાલના સમયમાં PAN સંબંધિત સેવાઓ ત્રણ અલગ-અલગ પોર્ટલ પર હોસ્ટ કરવામાં આવે છે (ઈ-ફાઈલિંગ પોર્ટલ, UTITSL પોર્ટલ, પ્રોટીન ઈ-ગોવ પોર્ટલ) અને PAN/TAN સેવાઓ આવકવેરા વિભાગના એકીકૃત પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવે છે હવે એક યુનિફાઇડ પોર્ટલ પર હોસ્ટ કરવામાં આવશે. નવા પોર્ટલ પર PAN અને TAN એલોટમેન્ટ, અપડેશન, કરેક્શન, ઓનલાઈન PAN વેલિડેશન, તમારા એસેસમેન્ટ ઓફિસરને ઓળખો, આધાર પાન લિંકિંગ, PAN વેરિફિકેશન, ઈ-પાન માટેની વિનંતી અને પાન કાર્ડની રીપ્રિન્ટ જેવી સેવાઓ ઉપલબ્ધ થશે. અને આ સમગ્ર પ્રક્રિયા ટેકનોલોજી દ્વારા પેપરલેસ થશે.

 PAN માં નામ, જોડણી, સરનામામાં ફેરફાર જેવા સુધારા કરવા શક્ય બનશે?

જો PAN ધારકો તેમના હાલના PAN માં ઈમેલ, મોબાઈલ નંબર, સરનામું અથવા નામ અને જન્મ તારીખમાં ફેરફાર કરવા માંગતા હોય તો તેઓ કરેક્શન અથવા અપડેટ કરાવી શકે છે. અને આ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. PAN 2.0 પ્રોજેક્ટ શરૂ થાય ત્યાં સુધી PAN ધારકો આધાર આધારિત ઓનલાઈન સેવાઓ દ્વારા તેમના ઈમેલ, મોબાઈલ નંબર અને સરનામામાં ફેરફાર કરી શકે છે.

  PAN 2.0 હેઠળ PAN કાર્ડ બદલવાની જરૂર છે?

ના, પાન કાર્ડ જ્યાં સુધી PAN ધારક કોઈ અપડેટ કે સુધારો ન ઈચ્છે ત્યાં સુધી બદલાશે નહીં. હાલના માન્ય PAN કાર્ડ્સ PAN 2.0 હેઠળ પણ માન્ય રહેશે.

  QR કોડ અમને કેવી રીતે મદદ કરશે?

QR કોડ કોઈ નવી સુવિધા નથી અને તે 2017-18 થી પાન કાર્ડમાં સામેલ છે. PAN 2.0 પ્રોજેક્ટમાં આ ડાયનેમિક QR કોડ PAN ડેટાબેઝમાં લેટેસ્ટ ડેટાબેઝ ડિસ્પ્લે કરશે. QR કોડ વિના જૂના PAN કાર્ડ ધરાવતા PAN ધારકો પાસે હાલની PAN 1.0 ઇકો-સિસ્ટમ તેમજ PAN 2.0 માં QR કોડ સાથે નવા કાર્ડ માટે અરજી કરવાનો વિકલ્પ છે. QR કોડ PAN અને PAN વિગતોની માન્યતામાં મદદ કરે છે. હાલમાં QR કોડ વિગતોની ચકાસણી માટે ચોક્કસ QR રીડર એપ્લિકેશન ઉપલબ્ધ છે. રીડર એપ્લિકેશન વાંચવા પર સંપૂર્ણ વિગતો, એટલે કે ફોટો, સહી, નામ, પિતાનું નામ/માતાનું નામ અને જન્મ તારીખ દર્શાવવામાં આવે છે.

BY DIPAK KATIYA ON NOVEMBER 27, 2024

City Updates

Recent Posts

આ બજારનું નામ ‘હાથીખાના’ કેમ પડ્યું ?

"એક દુનિયા આ પણ" આ બજારનું નામ 'હાથીખાના' કેમ પડ્યું ? અહીં એક સમયે હાથગાડા…

1 day ago

‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્રની ખુબ જ આગવી સંસ્કૃતિ રજુ કરે છે

  પ્રજાસતાક પરેડમાં ગુજરાતનો પ્રખ્યાત ‘મણિયારા રાસ નૃત્ય’નો ટેબ્લો. ‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્રની ખુબ જ…

1 day ago

પ્રયાગરાજ ના મહાકુંભમાં 30 લાખ ગુજરાતીઓ ઉમટ્યા

મહાકુંભમાં 30 લાખ ગુજરાતીઓ ઉમટયા!   શાહી સ્નાનમાં કરવામાં પણ ગુજરાતી યાત્રાળુઓમાં ઉત્સાહ.મહાકુંભમાં આવતા યાત્રાળુઓમાં…

2 days ago

સૂર્યકિરણ એરોબેટિક ટીમના 2025ના હવાઈ પ્રદર્શન માટે ગુજરાતમાં તૈયારીઓ

સૂર્યકિરણ એરોબેટિક ટીમ. ગુજરાત ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હવાઇ પ્રદર્શન શો. ભારતીય વાયુસેનાની…

2 days ago

હરણી બોટ કાંડ પ્રથમ વરસી! ન્યાય માટે તરસતી આંખો!

  12 બાળકોની યાદોમાં પરિવારોના આંસુ હજી સુકાતા નથી!   પીકનીકની એ સફર મોતની સફર…

5 days ago

જાણો, દ્વારકામાં કેમ ચાલી રહ્યા છે “દાદા”ના બુલડોઝર

બેટ દ્વારકા બાદ હવે દ્વારકામાં દબાણો પર તંત્રની તવાઇ ગેરકાયદેસરના ધાર્મિક દબાણો સાથે મકાનો જમીનદોસ્ત…

5 days ago