fbpx Press "Enter" to skip to content

પુરૂષ દિવસ 2024: જાણો આ દિવસનું મહત્ત્વ અને તે પાછળનો ઉદ્દેશ્ય

19 નવેમ્બર આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 2024

સમાજમાં પુરૂષોના યોગદાનનું સન્માન કરવા દર માટે વર્ષે 19 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવામાં આવે છે. મહિલાઓને સમાન અધિકાર અને સન્માન આપવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો કે, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ માત્ર મહિલાઓ કે માત્ર પુરુષો પર નિર્ભર નથી. આ માટે સ્ત્રી અને પુરુષ બંનેનું મહત્ત્વ અને યોગદાન જરૂરી છે. ત્યારે પુરુષોની સુખાકારી અને સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવાની પણ જરૂર છે. આથી ખાસ 19 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસનો ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તર્જ પર, 23 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં પુરૂષ દિવસની ઉજવણી કરવાની માંગ કરવામાં આવી હતી. આ માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને માલ્ટાના સંગઠનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝમાં ઈતિહાસના લેક્ચરર ડૉ. જીરોમ તિલક સિંઘે 19 નવેમ્બર 1999ના રોજ ઈન્ટરનેશનલ મેન્સ ડે ઉજવવાનું શરૂ કર્યું. જો કે ભારતમાં તેને શરૂ થતા ઘણા વર્ષો લાગ્યા અને વર્ષ 2007માં હૈદરાબાદ સ્થિત લેખિકા ઉમા ચલ્લાએ તેની શરૂઆત કરી. એટલે કે સાંભળીને નવાઈ લાગશે, પરંતુ મહિલાઓએ ‘ઈન્ટરનેશનલ મેન્સ ડે’ની ઉજવવાની શરૂઆત કરી છે. આ ખાસ પ્રસંગે પુરુષોના મુદ્દાઓ ઉઠાવવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. આના થોડા વર્ષોમાં જ 19 નવેમ્બરની તારીખ ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગઈ. જો આપણે ભારત વિશે વાત કરીએ, તો આપણા દેશમાં પ્રથમ વખત 19 નવેમ્બર 2007 ના રોજ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 2024 ની થીમ

દર વર્ષે ઉજવાતા આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ની થીમ અલગ અલગ હોય છે. ત્યારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 2024 ની થીમ છે ‘મેન્સ હેલ્થ ચેમ્પિયન્સ’. જે પુરુષોના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ની ઉજવણી કરી તે થકી પુરુષોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પુરૂષ દિવસ માટે આંદોલન

જો કે, આ દિવસની ઉજવણીની માંગ સૌપ્રથમ 1923 માં ઘણા પુરુષો દ્વારા કરવામાં આવી હતી અને એક આંદોલન થયું હતું. તે બધા 23 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ તરીકે જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા. ત્યારબાદ 19 નવેમ્બર 1999ના રોજ, ત્રિનિદાદ અને ટોબેગોના લોકો દ્વારા પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવી. ડો.જેરોમ તિલક સિંહે આ માટે ઘણી લડત આપી હતી. તેથી જ તેમના પિતાના જન્મદિવસ એટલે કે 19 નવેમ્બરને ‘વિશ્વ પુરૂષ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

BY SHWETA BARANDA ON NOVEMBER 19, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!