19 નવેમ્બર આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 2024
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસનો ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તર્જ પર, 23 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં પુરૂષ દિવસની ઉજવણી કરવાની માંગ કરવામાં આવી હતી. આ માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને માલ્ટાના સંગઠનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝમાં ઈતિહાસના લેક્ચરર ડૉ. જીરોમ તિલક સિંઘે 19 નવેમ્બર 1999ના રોજ ઈન્ટરનેશનલ મેન્સ ડે ઉજવવાનું શરૂ કર્યું. જો કે ભારતમાં તેને શરૂ થતા ઘણા વર્ષો લાગ્યા અને વર્ષ 2007માં હૈદરાબાદ સ્થિત લેખિકા ઉમા ચલ્લાએ તેની શરૂઆત કરી. એટલે કે સાંભળીને નવાઈ લાગશે, પરંતુ મહિલાઓએ ‘ઈન્ટરનેશનલ મેન્સ ડે’ની ઉજવવાની શરૂઆત કરી છે. આ ખાસ પ્રસંગે પુરુષોના મુદ્દાઓ ઉઠાવવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. આના થોડા વર્ષોમાં જ 19 નવેમ્બરની તારીખ ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગઈ. જો આપણે ભારત વિશે વાત કરીએ, તો આપણા દેશમાં પ્રથમ વખત 19 નવેમ્બર 2007 ના રોજ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 2024 ની થીમ
દર વર્ષે ઉજવાતા આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ની થીમ અલગ અલગ હોય છે. ત્યારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 2024 ની થીમ છે ‘મેન્સ હેલ્થ ચેમ્પિયન્સ’. જે પુરુષોના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ની ઉજવણી કરી તે થકી પુરુષોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પુરૂષ દિવસ માટે આંદોલન
BY SHWETA BARANDA ON NOVEMBER 19, 2024
ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની ઘટના સલામત-સુરક્ષિત ગુજરાતના બણગા ફૂંકવામાં આવી રહ્યાં…
રેગિંગ પર ક્યારે લાગશે લગામ..!? રેગિંગના વાયરસને કારણે અનેક આશાસ્પદ યુવાનો જીવ જોખમમાં મુકાઈ…
ભગલાની અનોખી સમસ્યા , ચાલવું ક્યાં ? સુંદરપુરા નામનું એક નાનકડું ગામ હતું. આ…
16 નવેમ્બર : આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ સહિષ્ણુતાના વલણને ઉજાગર કરવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસની…
લાલાના ગાડાએ યમનગર ફેરવ્યું રામરાજ્યમાં આમ, ફરી એક્વખત ત્રિકમ રાજાના મનસ્વી નિર્ણયનો ભોગ જનતા બની…
ATS અને NCBના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા ગુજરાતનો સૌથી મોટો લગભગ 1600 કિલોમીટરનો વિશાળ દરિયાકાંઠો…