Press "Enter" to skip to content

પુષ્પા 2: ધી મચ મચ રિવ્યુ – મઝા અને એક્શનનો પરફેક્ટ મિશ્રણ

ફિલ્મની સ્ટોરીમાં આવતા ટર્ન અનેડ ટવીટ્સ ફિલ્મને નેક્સ્ટ લેવલે લઇ જાય છે

આજે મોસ્ટ અવેટીંગ ફિલ્મ ‘પુષ્પા- ધ રૂલ’ રિલીઝ થઈ ગઈ છે. 500 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ 3 કલાક 20 મિનિટ લાંબી છે.ફિલ્મ પુષ્પા તરીકે અલ્લુ અર્જુન જોવા મળે છે તો અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે એસપી ભંવર સિંહ તરીકે ફહદ ફૈસીલના દમદાર અભિનયથી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે.આજે વહેલી સવારથી જ દેશભરના સિનેમાઘરોમાં પુષ્પા-2 રિલીઝ થતા જ છવાઈ ગઈ છે.ફિલ્મ જોયા પછી પ્રેક્ષકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે દર્શકોને ‘પુષ્પા રાજ’ ખુબ પસંદ આવી રહ્યો છે.એક્શન થ્રિલર,ડ્રામાથી ભરપૂર પુષ્પા -2ની કહાની અને સુ કુમારની નિર્દેશન સાથે ફિલ્મ આવતા ટિવટસ અને ટર્ન દર્શકોને ઝકડી રાખે છે,અલ્લુ અર્જુન ફરી મેદાન મારી જાય છે.ફિલ્મ જોયા બાદ અનેક દર્શકોએ કહ્યું હતું કે.પુષ્પા-1 ની જેમ પુષ્પા -2માટે પણ અલ્લુ અર્જુનનો નેશનલ એવોર્ડ પાક્કો છે.

જેની પ્રતીક્ષા પુષ્પા 1 સાથે જ હતી તે બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પુષ્પા 2’ રિલીઝ થૈ થઇ હતી.પુષ્પા-ધ રૂલને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો.રિલીઝ સાથે જ ‘પુષ્પા 2’ આ વર્ષની સૌથી જોરદાર એંટરટેનર ફિલ્મ બની રહેશે તેમ મનાય છે.પુષ્પા 2 માં એક વસ્તુ ઠુંસી ઠુંસીને ભરી છે અને એ છે એંટરટેનમેંટ, એંટરટેનમેંટ અને એંટરટેનમેંટ,3 કલાક 20 મિનિટ પછી મગજ એકદમ ફ્રેશ થઇ જશે ફિલ્મ જોઈ નીકળશો તો દિલ દિમાગ ગાર્ડન ગાર્ડન બની જશે બશર્તે તમારે લૉજિક નથી લગાવવાનુ બસ એંટરટેન થવાનુ છે. એક પછી એક કમાલના સીન આવે છે અનેક વાર સીટી તાળીઓ વાળા સીન આવે છે ફિલ્મમાં પુષ્પાનો સ્વૈગ ગઝબનો છે. આ એવી ફિલ્મ છે જેને જોવા માટે લોકો થિયેટર જોવા જવા મજબૂર થઈ જશે કેટલાક ક્રિટીક્સ ફિલ્મની લાંબાઈને લઇ વાતો કરે છે પણ ફિલ્મમાં લંબાઈ ક્યાં ખૂંચતી નથી પણ લાગે છે કે વધુ કશુ પણ હોત તો હજુ મજા આવતી.

ફિલ્મનો આ સીન ગજબનો છે..!

મોસ્ટ અવેટીંગ ફિલ્મ ‘પુષ્પા- ધ રૂલ’ અનેક બાબતોમાં માસ એંટરટેનર ફિલ્મ સાબિત થશે.આ ફિલ્મ એક ગજબનો સીન છે જેની ચર્ચા કરવાની છે.આ સીન જોઈ સિનેમા હોલ ગાજી ઉઠે છે.પુષ્પા લાલ ચંદનનો મોટો સ્મગલર બની ચુક્યો છે અને તે સમગ્ર સિંડિકેટનો હેડ છે પણ જેમ માણસ આગળ વધે છે તેમ તેના દુશ્મન પણ વધે છે.આ જ જીંદગીમાં થાય છે અને આ જ ફિલ્મમાં પણ છે.હવે વાત એ સીનની જે પુષ્પા-2 ને અલગ બનાવે છે.પુષ્પા પોતાની પત્નીની દરેક વાત માને છે. જ્યારે પત્ની કહે છે કે CM ને મળવા જાવ તો ફોટો પડાવી લેજો અને જ્યારે સીએમ એક સ્મગલર સાથે ફોટો નથી પડાવતો તો પુષ્પા CM ને જ બદલવાની પ્લાનિંગ કરી નાખે છે.પુષ્પાને આ માટે 5000 કરોડનુ લાલ ચંદન વિદેશ સ્મગલ કરે છે પછી શુ થશે અને પુષ્પાનુ દુશ્મન પોલીસવાળા ભંવર સિંહ શેખાવત શુ કરશે એ થિયેટરમાં જઈને જુઓ તો ખરી મજા આવશે.

અલ્લુ અર્જુન બોલે તો એક્ટિંગમાં સાચે જ સુપર સ્ટાર છે

ફિલ્મના કલાકારોએ કમળની એક્ટિંગ કરી છે.અલ્લુ અર્જુને પુષ્પા 2માં ફરી એકવાર શાનદાર છાપ છોડી છે.આ સિવાય રશ્મિકા મંદાનાએ પણ શ્રીવલ્લીના રોલમાં પોતાની અદભૂત પ્રતિભા દર્શાવી છે.બીજી તરફ વિલન તરીકે ફહદ ફાસિલ,ધનંજય અને જગપતિ બાપુની ભૂમિકામાં પણ અફલાતૂન કહી શકાય તેવી છે.ખાસ કરીને અલ્લુ અર્જુનનુ કામ કમાલનું છે અલ્લુ અર્જુન તમને વિશ્વાસ અપાવી દે છે કે તે જે કરી રહ્યો છે તે થઈ શકે છે અને પુષ્પા જ કરી શકે છે. તેનો સ્વૈગ કમાલનો છે. તે દરેક ફ્રેમમાં છવાયેલા છે. 5 વર્ષની તેની મહેનત સ્પષ્ટ દેખાય છે. અલ્લુ અર્જુને હીરોગીરી અને હીરોપંતીના મતલબ બદલી નાખ્યા છે તો રશ્મિકા મંદાનાનુ કામ પણ કમાલનુ છે.અલ્લુ અર્જુન જેવા હીરો સામે હીરોઈનને કરવા માટે કશુ હોતુ નથી પણ રશ્મિકાએ પોતાની છાપ છોડી છે. ફહાદ ફાસિલે પણ જોરદાર કામ કર્યુ છે. હીરોની હીરોગીરી ત્યારે જ બહાર નીકળે છે જ્યારે વિલેન જોરદાર હોય અને અહી પોલીસવાળાના પાત્રમા ફહાદે પોતાનો જીવ નાખ્યો છે.

સુકુમારનું ડાયરેક્શન જક્કાસ છે બોસ

પુષ્પા 2 થી સુકુમારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે કેમ સાઉથ સિનેમાના દિગ્ગજ ફિલ્મ નિર્માતા નિર્દેશક કહેવાય છે. સિક્વલના આધારે તે પુષ્પા 2 ની કન્ટેન્ટની નાડીને સારી રીતે સમજી ગયા છે. જેના કારણે લાંબી ફિલ્મ હોવા છતાં પણ કંટાળો નહીં આવવાદેતી એ માટે સુકુમારની રાઈટિંગ અને ડાયરેક્શનને શ્રેય આપવો પડે! સુકુમાર સ્વેગ અને એંટરટેનમેંટ પીરસવામાં સફળ રહ્યા છે તેઓ જે બનાવવા માંગતા હતા તેમાથી તેમણે ધ્યાન બિલકુલ ભટકાવ્યુ નથી આ જ તેમની સફળતા છે. એક પછી એક કમાલના સીન નાખ્યા જેથી એક એક સીન જોઈને દર્શકો હેરન થાય અને શ્વાસ લે એ પહેલા જ બીજો કમાલનો સીન આવી જાય.

દમદાર ડાયલોગ ફિલ્મની જાન છે

પુષ્પા 2 ફિલ્મ અનેક બાબતે એક અલગ છાપ છોડી જાય છે એક્ટિંગ ડિરેક્શન સિવાય સિનેમેટોગ્રાફી અને VFX પણ ખૂબ પ્રભાવિત કૈં છે જોકે ફિલ્મનું એક જમા પાસું બીજી દમદાર ડાયલોગ્સ પણ છે જે પુષ્પા 1 ની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થવાના છે.આમ તો અત્યારથી જ અનેક ડાયલોગો લોકોની જીભે ચઢી ગયા છે.

ફિલ્મ અહીં થોડી ફીકી પડે છે

આમતો પુષ્પા 1નું સંગીત અને ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે આજે પણ આ ‘તેરી ઝલક અશરફી’ ગીત આજે પણ ખુબ ધમાલ મચાવે છે,ત્યારે પુષ્પા 2 માં મ્યુઝિક કમજોર કડી છે.જોકે અમુક ગીતો જ બકવાસ છે. સામીને છોડીને કોઈપણ ગીત સહન થતુ નથી.જોકે બેકગ્રાઉંડ મ્યુઝિક દમદાર છે. અગાઉની ફિલ્મ કરતાં આ વખતે ગીતો ઘણાં સામાન્ય છે. ખેર ફિલ્મનાં ગીતો એ નબળી કડી છે એમ કહેવામાં કોઈ સંકોચ નથી.

કેમ ફિલ્મ જોવી?

આજે જેની ચર્ચા દેશભરમાં ચાલે છે તે માસ એંટરટેનર ફિલ્મ પુષ્પા -2 કેમ જોવી તેવો સવાલ જો તમારા મનમાં હોય તો અહીં ફિલ્મના અનેક પાસાઓ પર વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે.ફિલ્મની સ્ટોરી અને કલાકારોનો અભિનય તમને ફિલ્મ જોવા મજબુર કરે છે.ફિલ્મની કહાનીમાં એક પણ સીન એવો નથી,જ્યાં લાગે કે પુષ્પા ખોટું કરી રહ્યો છે. ફિલ્મમાં હિંસા પણ છે. પરંતુ ‘એનિમલ’ની જેમ આડેધડ હિંસા બતાવાઈ નથી.પુષ્પાના એક્શન પર જોઈને તમે તાળી પાડીવા લાગશો અને કહેશો જે વધારે મારો.જો તમે એક્શન ફિલ્મોના શોખીન છો, તો તમારે તમારી આંખો બંધ કરીને ફિલ્મ જોવા જવું જોઈએ. પણ ભૂલથી પણ તર્ક શોધશો નહીં. જેમને અગાઉની પુષ્પા ગમતી હતી તે આ વખતે પણ એન્જોય કરવાના છે.ખેર હૈ પણ ક્લાઈમેક્સમાં પુષ્પા-3ને લઈને અપડેટ પણ આપવામાં આવી છે એવું લાગે છે કે આગામી સમયમાં કેટલાંક નવાં પાત્રો પણ જોવા મળી શકે છે.

BY DIPAK KATIYA ON DECEMBER 5, 2024

error: Content is protected !!