નકલી દવાઓથી પરેશાન લોકોની પીડા ‘જાયે તો જાયે કહા’!90 જેટલી દવાઓના સેમ્પલ તપાસમાં ફેલ થતા ઉઠી રહેલા સવાલો. એસીડીટી,બીપી,ઈન્ફેકશન સહિતની અનેક દવાઓના નમુના નિષ્ફળ
જો તમે બીમાર છો અને સારા થવા માટે ડોક્ટર પાસે જઈ દવા લાવો છો પણ કેટલીક દવાઓ તેમને સાજા કરવાને બદલે બીમાર બનાવી શકશે,બજારમાં ઘરી ગયેલી અનેક નકલી દવાઓ તમારી ‘બીમારી’ મટાડવાના બદલે તમને બીમારી આપી શકે છે.તાજેતરમા થયેલા તપાસમાં 90 જેટલી દવાઓના સેમ્પલ ફેલ થતા હવે સવાલો ઉઠી રહ્યા છે કે આ નકલી દવાઓ દર્દ દૂર કરશે કે વધારશે? બજારમાં ચાલતી કેટલીય નકલી દવાઓ આરોગ્ય માટે ખતરા રૂપ છે.દેશના આરોગ્ય વિભાગે પણ આ બાબતને ગંભીરતાથી લઇ નકલી દવાઓના વેચાણ પર સિકંજો કસ્યો છે.દવાઓનું માર્કેટ વિશાળ છે અને હજારો દવા કંપનીઓ દવાઓ બનવી માર્કેટમાં મૂકે છે,આ તમામ દવાઓ અનેક પરીક્ષણ અને નિયમો અનુસાર મંજુર કરાઈ હોય છે પરંતુ કેટલાક મેડિકલ માફીયાઓ લોકોં દર્દ પીડામાંથી પણ પૈસા રળવાનું પાપ કરતા અચકાતા નથી.બીજીતરફ ડોક્ટરના પ્રીક્સીપશન વગર મેડિકલ સ્ટોરમાંથી દવાઓના વેચાણનું ચલણમાં પણ વધારો થઇ રહયો છે જે પણ નકલી દવાઓના નેટવર્કને રોકવા ક્યાંકને ક્યાંક બધા રૂપ બની શકે છે?
દેશની વર્તમાન મોદી સરકારે નકલી દવાઓ પર રોક લાગે તે માટે આગોતરા પગલાં લેવા માટે ખાસ આયોજન કર્યું છે જેને પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશો અનુસાર હવે દેશમાં દર મહિને મોટા પ્રમાણમાં દવાઓનાં સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે.બજારમાં વેચાણ માટે મુકવામાં આવેલી દવાઓ પૈકી જે દવાઓને શંકાસ્પદ માનવામાં આવે છે તેના અલગ અલગ બેચ કોઈને કોઈ ધારણા પર ફેલ થઈ રહ્યા છે.જે સીધી રીતે લોકોના જીવ માટે ખતરો છે.તેના પર ફોક્સ કરી કર્યવાહી કરાઈ રહી છે.
નકલી દવાઓ મોટી સમસ્યા..!?
ઓકટોબર મહિનામાં કેન્દ્રીય માનક નિયંત્રણ સંગઠન (સીડીએસસીઓ)ની તપાસમાં 56 દવાઓનાં સેમ્પલ નિશ્ચિત ધોરણો પર ખરા નથી ઉતર્યા,જયારે રાજય ટેસ્ટીંગ લેબ્સમાં તપાસમાં સેમ્પલમાંથી 34 દવાઓ અલગ અલગ પેરા મીટરમાં ફેઈલ થઈ જયારે બિહાર ડ્રગ કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા ઉઠાવવામાં આવેલ સેમ્પલોમાંથી 3 દવાઓમાં નકલી હતી. નકલી દવાઓમાં એસીડીટી, ઈન્ફેકકશન ઠીક કરનારી દવાઓ પણ સામેલ છે.
નિષ્ણાતો શું કહે છે તે પણ જાણવા જેવું
આરોગ્ય વિશેષજ્ઞો પણ આવી નકલી દવાઓથી ચિંતામાં છે તેઓ દેશભરના લોકોને સલાહ આપી છે કે,દવાઓને ખરીદતી વખતે સતર્કતા રાખવી જોઈએ અને વધુ ડિસ્કાઉન્ટની લાલચમાં આવી દવાની કવોલીટી સાથે સમાધાન ન કરવુ.કોલસ્ટ્રોલ ઘટાડનારી,વિટામીન,આર્યન સપ્લીમેન્ટ અને કેલ્સીયમની કમી દુર કરનારી દવાઓનાં અનેક બેચ ધોરણોમાં ખરા નથી ઉતરી ત્યારે આવી દવાઓ એવોઈડ કરવી જોઈએ.સાથે જ ડાયાબીટીસ અને બ્લડ પ્રેસરની સારવાર માટે દવા લેનારાઓએ પણ ખાસ સાવધાની રાખવી જોઈએ.ઓથોરીટીને પેટોટ્રાવેલ સેફિકસાઈમ, રોસુવાસ્ટેટીન સોલ્ટમાંથી બનેલી દવાઓનાં કેટલાંક બેચ નકલી મળી છે.જોકે આ દવા બનાવનારી કંપનીઓએ જણાવ્યું હતું કે,અમે તે બેચની દવા નથી બનાવી એટલે કે નકલી દવા બનાવનારાઓએ કંપનીનાં નામનો ઉપયોગ કરી દવાઓ બનાવી છે.
"એક દુનિયા આ પણ" આ બજારનું નામ 'હાથીખાના' કેમ પડ્યું ? અહીં એક સમયે હાથગાડા…
પ્રજાસતાક પરેડમાં ગુજરાતનો પ્રખ્યાત ‘મણિયારા રાસ નૃત્ય’નો ટેબ્લો. ‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્રની ખુબ જ…
મહાકુંભમાં 30 લાખ ગુજરાતીઓ ઉમટયા! શાહી સ્નાનમાં કરવામાં પણ ગુજરાતી યાત્રાળુઓમાં ઉત્સાહ.મહાકુંભમાં આવતા યાત્રાળુઓમાં…
સૂર્યકિરણ એરોબેટિક ટીમ. ગુજરાત ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હવાઇ પ્રદર્શન શો. ભારતીય વાયુસેનાની…
12 બાળકોની યાદોમાં પરિવારોના આંસુ હજી સુકાતા નથી! પીકનીકની એ સફર મોતની સફર…
બેટ દ્વારકા બાદ હવે દ્વારકામાં દબાણો પર તંત્રની તવાઇ ગેરકાયદેસરના ધાર્મિક દબાણો સાથે મકાનો જમીનદોસ્ત…