નવો જળ સ્ત્રોત ઊભો કરવા કાઉન્સિલરનું સૂચન
વડોદરા શહેરના હરણીથી દેણા તરફ જતા વચ્ચે આવેલ મહાનગરપાલિકાની જગ્યામાં સરોવર વિકસાવી વડોદરા શહેર માટે નવો જળ સ્ત્રોત ઊભો કરવા વોર્ડ 4 ના ભાજપના કાઉન્સિલર અજિત દાધીચએ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાને સૂચન કર્યું છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે જેના માટે હાલમાં મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર તેમજ મહીસાગર નદીથી આવતું રાયકા, દોડકા, ફાજલપુર તથા સિંધરોટ ખાતે આવેલ જળત્રોત મારફતે પાણીનો જથ્થો મેળવવામાં આવે છે. હાલની તથા આવનારા ભવિષ્યની વડોદરા શહેરની ભૌગોલિક પરિસ્થિતિ તથા વસ્તી વધારો જોતા તથા પાણી વિતરણ મથકો પર પીવાના પાણીની પડી રહેલ ઘટને જોતા હાલના જળ સ્ત્રોતો સિવાય અન્ય બીજા સ્ત્રોતો ઊભા કરવાનું જરૂરી જણાય છે
તાજેતરમાં વડોદરા શહેરમાં આવેલા ભારે પુરની સ્થિતિ વખતે ખૂબ જ મોટા જથ્થાનું પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યું હતું આ ઉપરાંત આજવા સરોવર ખાતે પાણીની આવક સરોવરની સંગ્રહ ક્ષમતા કરતા વધારે થવાથી ગેટ ખોલી તે વધારાના પાણીને વિશ્વામિત્રી નદીમાં છોડી દેવામાં આવ્યું હતું, એક તરફ શહેરમાં( પૂર્વ વિસ્તાર તથા અન્ય શહરેના વિસ્તાર) માં પીવાની પાણીની ઘટ વર્તાઇ રહી હોય ત્યારે ચોમાસાની ઋતુમાં કુદરત દ્વારા મળતા આવા પાણીના વરદાનને કોઇ સંગ્રહ શક્તિના આયોજનના અભાવના કારણે વેડફાટ થવાની પરિસ્થિતિ થયેલ હતી. આ મુદ્દાઓ સમગ્ર વડોદરા શહેરને સ્પર્શતા હોઇ ચોમાસાની ઋતુમાં આવતા શહેરના જળ સ્ત્રોતોની સંગ્રહ ક્ષમતા કરતા વધારાના પાણીને જે એક તરફ શહેરમાં તારાજી ફેલાવી રહ્યું હોય તે પાણીને સદ ઉપયોગમાં લાવી આશીર્વાદરૂપ કેવી રીતે બનાવી શકાય તે અંગે કોઈ વિકલ્પ શોધવો જોઈએ.
શહેરના હરણી તરફથી દેણા વ્યાશેશ્વર મહાદેવ મંદિર તરફ જતા રસ્તે જમણા ભાગે વડોદરા મહાનગરપાલિકાની માલિકીની ઘણા મોટા પટ્ટાની જમીન આવેલ છે (આશરે ૭૮ એકર.) આ જમીન વડોદરા મહાનગરપાલિકાએ ભૂતકાળમાં જળ સ્ત્રોત ઉભા કરવાના ઉદ્દેશ સાથે (ઇસ.૧૯૭૪ માં ) ખરીદેલી હતી આશરે ૭૮ એકર ક્ષેત્રફળ ધરાવતી આ જમીનનો ભાગ ભૌગોલિક રીતે બે નદીઓ એટલે કે સૂર્ય નદી અને વિશ્વામિત્રી નદીના વચ્ચે આવેલો ભાગ છે.
આ જગ્યાએ સરોવર બનાવવામાં આવે તો વરસાદ નું પાણી તથા વરસાદની ઋતુના સમયે આજવા સરોવરના ગેટ ખોલી વધારાનું પાણી છોડી દેવામાં આવે છે તે પાણી નદીઓ મારફતે થઇ આ સરોવરમાં સંગ્રહ કરી શકાય, જેથી જે પાણી વહી જાય છે તે જ પાણીને વડોદરા શહેરમાં પીવાની પાણીની ઘટ્ટની આપૂર્તિ કરવા માટે વાપરી શકાય, માટે વડોદરા શહેરમાં મહીસાગર નદી મારફતે જે પાણી મેળવવામાં આવે છે તે શહેરથી ઘણું દૂર હોય પાણીની લાઈનનો હાઇડ્રોલિક લોસ પણ ઘણો હોય છે જ્યારે ઉપરોકત જણાવેલ જગ્યા એટલે કે દેણા પાસે નવો જળ સ્ત્રોત વિકસાવી એ તો તે શહેરની ઘણો જ નજીકમાં પડતો હોય (શહેરના હરણી ખાતેથી આશરે ૧ થી ૩ કી. મી) તે સ્ત્રોત વિકસાવી પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવી શહેરના જળ મથકો સુધી પાઇપ લાઇન લંબાવવાનો ખર્ચ પણ પાલિકાને પ્રમાણમાં ઓછો થાય તેમ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મુજબનું આયોજન કરી કામગીરી કરવામાં આવે તથા એક નવો જળ સ્ત્રોત ઉભો કરવામાં આવે તો શહેરમાં પડતી પાણીની તકલીફો, ઘટ નિવારી શકાય તેમ છે. જેને જાણમાં લઈ ઉપર જણાવેલ જગ્યાએ જુની શરતની જમીન હોઇ, નીચે જણાવ્યા મુજબના સર્વે નંબરનો જરૂરી સર્વે કરાવી ટેકનિકલ પાસાઓ તપાસીને સરોવર બનાવી જળ સ્ત્રોતનું આયોજન કરવા સૂચન છે. સર્વે નંબર આ મુજબ છે :- ૩૮૭, ૩૮૮, ૩૯૦, ૩૯૧, ૩૯૨, ૩૯૩, ૩૯૬,૪૩૨, ૪૩૩,૪૨૪/૨, ૪૫૨,૪૫૩,૩૯૫/૧,૩૯૪,૩૯૮,૪૦૦,૪૦૫,૩૬૧. આ બાબતે ધારાસભ્ય – શહેર વિધાનસભા વિસ્તાર તથા કાર્યપાલક ઇજનેર – પાણી પુરવઠા વિભાગ (પ્રોજેક્ટ) સીટી એન્જીનીયર – સીટી એન્જીનીયરની કચેરીને પણ માહિતગાર કર્યા છે
BY KALPESH MAKWANA ON DECEMBER 05, 2024
2024માં વધુ ને વધુ ગુગુલમાં શું સર્ચ થયું? થોડા દિવસો બાદ આપણે નવા વર્ષમાં પ્રવેશ…
આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ દુનિયાનો એક માત્ર ગ્રંથ એવો છે કે જેની જયંતિ ઊજવાય…
જ્યારે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે 2024 વર્ષ પૂરો થવામાં ફક્ત 21 દિવસ…
સતત હંગામો વચ્ચે બિલ રજુ થવાની આશાઓ ખુબ ધુંધળી સંસદના બંનેય ગૃહમાં ચાલી રહેલા હંગામાઓ…
વિશ્વામિત્રી નદી ક્યારે સુંદર બનશે ? વિશ્વામિત્રીની વાત આવે એટલે "આ લાંબાગાળાનું આયોજન" જણાવી અનેક…
દેર આયે દુરસ્ત આયે..!? સરકાર જાગી, PMJAYને લૂંટ'JAY બનાવનારા પર તવાઈ શરૂ.ગેરરીતિ બદલ રાજ્ય સરકારે…