મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શેક છે? જોવો લિસ્ટ
મહાયુતિની ફોર્મ્યુલા 20 -10 -10ની રહેશે
મહારાષ્ટ્રની ચૂંટણીથી લઇ પરિણામો અનેક બાબતે ચર્ચામાં રહ્યા હતા,મહાયુતિ અને મહાઆઘાડી વચ્ચેની ટક્કરમાં ચૂંટણી પરિણામોમાં આઘાડીઓ ખુબ પીછાડી રહી ગયા હતા.જોકે પરિણામો બાદ મહાયુતિમાં પણ મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇ અનેક મથામણ પછી મુખ્યમંત્રીનું નામ ફાઇનલ થયું હતું. મુખ્યમંત્રીની પસંદગીની માથાપચ્ચી વચ્ચે મંત્રીમંડળની પસંદગી પણ મહાયુતિ માટે માથાના દુખાવા સમાન રહ્યું હતું ત્યારે હવે આ મડાગાંઠ પણ ઉકેલાય હોવાનું જણાવ મળ્યું છે અને સંભવિત આવતીકાલે મહારાષ્ટ્ર મંત્રીમંડળનો સપથ ગ્રહણ સમારોહ યોજશે તમે મનાય છે.મંત્રીમંડળને લઇ મહાયુતિ ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવી છે જે મુજબ ભાજપના 20 મંત્રી શિવસેનાના 10 મંત્રી અને એનસીપીના પણ 10 મંત્રી હશે તેમ મનાય છે.મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શકે છે તેવા સંભવિત મંત્રીઓનું એક અહીં પ્રસ્તૃત છે.
મહારાષ્ટ્રમાં લાંબા ગાળા બાદ મહારાષ્ટ્રની નવી સરકારના મંત્રી મંડળના વિસ્તરણની તારીખ પર મહોર લાગી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.મહારાષ્ટ્રમાં નવી સરકારના મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ સંભવિત આવતીકાલે બપોરે 12 વાગ્યે રાજભવન ખાતે યોજાશે તેવું જાણવા મળ્યું છે.જો આવતીકાલે મહારાષ્ટ્રના 32 જેટલા મંત્રીઓ શપથ લેશે તેવું જાણવા મળ્યું છે. કેબિનેટનું વિસ્તરણ શિયાળુ સત્ર પહેલા થશે એવું મુખ્ય પ્રધાન ફડણવીસે વિધાનસભાના વિશેષ સત્રના છેલ્લા દિવસે કહ્યું હતું.ભાજપ પાસે સૌથી વધુ વિધાનસભ્યો હોવાને કારણે તેઓનો હાથ ઉપર રહેશે. ત્રણેય પક્ષોના મળીને ૩૫ પ્રધાનો ૧૪ ડિસેમ્બરે બપોરે ૧૨ વાગ્યે શપથ લેશે.
ગૃહ ખાતું કોની પાસે રહેશે?
જે ખાતાને લઇ મુખ્યમંત્રીથી લઇ મંત્રીમંડળની રચના અટવાઈ પડી હોવાનું કહેવાય છે તે ગૃહ ખાતું કોને મળશે તેને લઇ સસ્પેન્શન હજીય યથાવત છે,ગૃહ ખાતાને લઇ મહાયુતિનાં ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ રહી છે તે હકીકત છે.ડે.મુખ્યમંત્રી પદ માટે માની જનાર શિવસેનાએ ગૃહ ખાતાની હટ પકડી હોવાથી મહારાષ્ટ્ર મંત્રીમંડળની જાહેરાત લટકી પડી છે.જોકે મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તરણમાં ભાજપનો જ દબદબો રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. ભાજપ પાસે સૌથી વધુ 20 ખાતાની શકયતા છે,જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારને 10-10 ખાતા મળશે.જોકે ગૃહખાતું ભાજપ તેની પાસે જ રાખે તેમ મનાય છે.
કોને કયું ખાતું મળી શકે છે?
મુંબઈમાં મહાયુતિની બેઠક બાદ કેબિનેટ વિસ્તરણને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તેમ કહેવાય છે.આજે સાંજે મહાયુતીની બેઠક યોજાય તેવી શકયતા છે.જેમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથેની આ અંતિમ બેઠક પછી ફોર્મ્યુલા ફાઈનલ કરાશે,જોકે દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ વચ્ચે દિલ્હીમાં થયેલી ચર્ચામાંથી કેટલાક મહત્વના મુદ્દાઓ બહાર આવી રહ્યા છે.ગૃહ અને નાણાં જેવા મહત્વના ખાતા ભાજપ પાસે જ રહેશે. શિવસેનાને નગર વિકાસ ખાતુ મળશે તેવું અનુમાન છે. એનસીપી (અજિત પવાર જૂથ)ને મહેસુલ ખાતું મળી શકે છે. એમ માનવામાં આવી રહ્યું છે કે ભાજપ જાહેર બાંધકામ ખાતું અન્ય પક્ષને સોંપવા માટે તૈયાર થઈ ગયો છે.
મંત્રીઓનું લિસ્ટ
ભાજપના ચહેરાઓ..
— ચંદ્રશેખર બાવનકુળે
— ગિરીશ મહાજન
— રાધાકૃષ્ણ વિખે પાટીલ
— સુધીર મુનગંટીવાર
— રવિન્દ્ર ચવ્હાણ
— નિતેશ રાણે
— શિવેન્દ્ર રાજે ભોસલે
— જયકુમાર ગોર
— જયકુમાર રાવલ
— ગોપીચંદ પડલકર
— અશોક ઉઇકે
— પંકજા મુંડે
— ચંદ્રકાંત પાટીલ
— મોનિકા રાજલે
— વિદ્યા ઠાકુર/ સંજય ઉપાધ્યાય
— સ્નેહલ દુબે – ઉત્તર ભારતીય ચહેરા તરીકે
શિવસેનાના સંભવિત ચહેરાઓ..
— ઉદય સામંત
— શંભુરાજ દેસાઈ
— દીપક કેસરકર
— ભરત ગોગાવલે
— દાદા સ્ટ્રો
— ગુલાબરાવ પાટીલ
— મંજુલા ગાવિત
— સંજય રાઠોડ
— સંજય શિરસાટ
અજિત પવારના સંભવિત ચહેરા
— છગન ભુજબળ
— દિલીપ વાલસે પાટીલ
— હસન મુશ્રીફ
— ધનંજય મુંડે
— અદિતિ તટકરે
— ધર્મરાવ બાબા આત્રામ
— સંજય બનસોડે
BY DIPAK KATIYA ON DECEMBER 13, 2024
Be First to Comment