Categories: #trendingCity

માણસ સાથે મગરોના વસવાટની નગરી એટલે “વડોદરા શહેર “

– વિશ્વ ફલકે વડોદરાને આગવી ઓળખ આપતા મગરો

રાજ્યમાં વડોદરા એક માત્ર એવું શહેર છે કે જ્યાં મગરો માનવ વસ્તી વચ્ચે નિવાસ કરે છે. વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોએ વડોદરા શહેરને દેશ દુનિયામાં આગવી ઓળખ આપી છે. નોંધનીય છે કે, અહીં વડોદરાવાસી અને મગર વચ્ચે અનોખા સંબંધ છે. અહીંના મગરો માનવીભક્ષી નથી. ભાગ્યે જ મગરે કોઇ માનવીને નુક્સાન પહોંચાડ્યું હોય એવી ઘટના છે. વર્ષોથી આ શહેરમાં મગરો અને લોકો એક બીજા સાથે વસવાટ કરતા આવ્યાં છે. જેમ ગીરમાં સિંહો વસવાટ કરે છે એમ વડોદરામાં મગરોનો વસવાટ છે.વડોદરા તથા આજુ બાજુના ગામની નદી તથા તળાવોમાં મોટી સંખ્યામાં મગર રહે છે. સૌથી વધારે મગર વડોદરાની વિશ્વામિત્રી નદીમાં રહે છે. વન વિભાગ અનુસાર, વડોદરામાં 350 થી 450 જેટલા મગર છે, જ્યારે આજુ બાજુ નદી, તળાવ સહિતની મગરોની સંખ્યા 1000 કરતા પણ વધારે છે.

  મગરોની સંખ્યામાં સતત વધારો , હાલ 400થી વધુ

જીવદયા પ્રેમીઓના અભ્યાસ મુજબ , હાલ મગરોની સંખ્યા 400થી વધુ છે. શહેરમાં મગરનું આવી જવું એ કોઈ નવી વાત નથી. વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે અને ચોમાસા દરમિયાન છાશવારે મગર નદીમાંથી શહેરમાં આવી ગયા હોવાના કિસ્સા બને છે. નર મગર વધુમાં વધુ 20 ફૂટની લંબાઈ સુધી વધે છે. નર મગરનુ અંદાજીત વજન 1000થી 1500 કિગ્રા જેટલુ હોય છે. માદા મગરોની સંખ્યા ખૂબ ઓછી જણાઇ છે. માદા મગર ભાગ્યે જ 9.8 ફૂટ લંબાઇ ને વટાવે છે.

  વિશ્વામિત્રી નદી જ મગરોનું ઘર શા માટે?

“વિશ્વામિત્રી નદી મગરોનો ગઢ કહી શકાય. વડોદરા શહેરની ભૌગોલિક સ્થિતિ અને એમાં પણ વિશ્વામિત્રી નદીની મગરો માટેની સાનુકુળતા તેની પાછળ જવાબદાર છે. શહેરની વચ્ચોવચથી પસાર થતી આ નદી એટલી ઊંડી છે કે મગરો માટે તે એક સરળ આશ્રયસ્થાન બની જાય છે. બીજી તરફ એક કારણ મધ્ય ગુજરાતની આબોહવા છે, જે મગરોના પ્રજનન માટે ખૂબ સાનુકુળ છે. આ મીઠા પાણીના મગરો છે અને વિશ્વામિત્રી નદીનો સંરક્ષિત કરાયેલો હરિયાળો પટ તેમના પ્રજનન અને ઈંડા આપવા માટે એક સાનુકુળ વાતાવરણ પૂરું પાડે છે.”“ઉનાળામાં ગરમીના દિવસો શરૂ થાય એટલે નર અને માદા મગર માટે પ્રજનનનો સમયગાળો શરૂ થાય છે. મે મહિનામાં માદા મગર જમીનમાં ખાડો ખોદીને ઈંડા તેમાં મૂકે છે. ઘાટાં વૃક્ષો અને વનસ્પતિથી ઢંકાયેલો નદીનો પટ મગરોના ઈંડા સેવવા માટે સાનુકુળ વાતાવરણ પ્રદાન કરે છે. બીજી તરફ વિશ્વામિત્રી નદી ઊંડી હોવાના કારણે તેમાં મગરો માટે પૂરતી માત્રામાં ખોરાક પણ મળી રહે છે. કેટલીક જગ્યાએ જ્યાં નદીનું પાણી સુકાઈ જાય, તે સિવાય નદીના અનેક ભાગો એવા છે જ્યાં ઊંડું પાણી છે, તેમાં મગરો વસવાટ કરે છે, ત્યાં જ તેમને પૂરતી માત્રામાં ખોરાક મળી જાય છે. આમ તો વિશ્વામિત્રી નદીના પટને જાળી લગાવીને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, પરંતુ ક્યારેક ઢોરઢાંખર પટમાં આવી જાય તો મગરો તેમનું પણ મારણ કરે છે.”

 વિશ્વામિત્રીમાં જોવા મળતા મગરોની પ્રજાતિ કઈ?

વડોદરામાં જોવા મળતી મગરની પ્રજાતિને ‘માર્શ પ્રજાતિના મગર’ કહેવામાં આવે છે. આ પ્રજાતિના મગરને ખૂંખાર શિકારી તરીકે ઓળખવામાં આવે છે. છાના પગે શિકારનો પીછો કરીને તેને દબોચવામાં તેને મહારત હાંસલ કરેલી હોય છે. માર્શ મગરના જડબાના દાંત ઉપર નીચે સામસામા ગોઠવાયેલી હોવાથી એક વાર શિકાર તેના જડબામાં ફસાયા બાદ તેનું બચવું અસંભવ છે. આ મગરની બાઈટિંગ ફોર્સ ત્રણ ટન જેટલી હોય છે. માર્શ મગર શિકાર કરતી વખતે ઓછા અંતરમાં 8 માઈલ પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. જેટલું ઝડપી તે દોડી કે ચાલી શકે છે, તેના કરતાં વધુ ઝડપી તે તરવામાં કુશળ હોય છે. માર્શ મગરની તરવાની ઝડપ 10થી 12 માઈલ સુધીની હોય શકે છે અને કેટલાક કિસ્સાઓમાં તે તેનાથી પણ વધારે જઈ શકે છે. માર્શ મગરની પ્રજાતિના મગરો એક મધ્યમ કદના પ્રજાતિઓ માનવામાં આવે છે. આ મગરો 8થી લઈને 15 ફૂટ સુધીની લંબાઈ ધરાવતા હોય છે.

  વિશ્વામિત્રી બાદ નર્મદા, ઢાઢર, દેવ,જામ્બવા નદીમાં મગરોનું ઘર

વડોદરામાં એક સમય એવો હતો કે મગરો માત્ર આજવા સરોવરમાં જ મોટી સંખ્યામાં જોવા મળતા હતા.પરંતુ વરસાદને કારણે આજવાનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતું હોવાથી પાણીની સાથે મગરો પણ વડોદરામાં આવવા માંડયા હતા. પરંતુ,મગરોનો વ્યાપ હવે વિશ્વામિત્રી નદી પુરતો રહ્યો નથી. મગરો સતત તેમનો વિસ્તાર વધારી રહ્યા છે અને ગામડાંઓમાં પણ રહેણાંક વિસ્તારોમાં મગરો આવી રહ્યા છે. વિશ્વામિત્રી નદી ઢાઢર નદી ને મળતી હોવાથી મગરો ઢાઢર નદી ઉપરાંત જામ્બવા, દેવ નદી અને નર્મદા નદીમાં પણ જોવા મળી રહ્યા છે.

BY KALPESH MAKWANA ON DECEMBER 07, 2024

City Updates

Recent Posts

IPLથી ઓલિમ્પિક સુધી: 2024માં ભારતે ગુગલ પર શું વધુ શોધ્યું?

2024માં વધુ ને વધુ ગુગુલમાં શું સર્ચ થયું?  થોડા દિવસો બાદ આપણે નવા વર્ષમાં પ્રવેશ…

17 hours ago

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી: માનવ જીવન માટે શ્રેષ્ઠ માર્ગદર્શન

આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ દુનિયાનો એક માત્ર ગ્રંથ એવો છે કે જેની જયંતિ ઊજવાય…

19 hours ago

જ્યારે બોલીવૂડ સ્ટાર્સ માટે 2024 બન્યું માતા-પિતા બનવાનું વર્ષ

  જ્યારે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે 2024 વર્ષ પૂરો થવામાં ફક્ત 21 દિવસ…

2 days ago

શિયાળુ સત્રમાં ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ સંસદમાં રજૂ થઇ શકે છે!

સતત હંગામો વચ્ચે બિલ રજુ થવાની આશાઓ ખુબ ધુંધળી સંસદના બંનેય ગૃહમાં ચાલી રહેલા હંગામાઓ…

2 days ago

વિશ્વામિત્રી નદી ક્યારે સુંદર બનશે ?

વિશ્વામિત્રી નદી ક્યારે સુંદર બનશે ? વિશ્વામિત્રીની વાત આવે એટલે "આ લાંબાગાળાનું આયોજન" જણાવી અનેક…

3 days ago

PMJAY યોજનામાં ગેરરીતિ: 5 હોસ્પિટલ સસ્પેન્ડ, શું મેડિકલ માફિયાઓ સામે તવાઈ ફેલાઈ રહી છે?

દેર આયે દુરસ્ત આયે..!? સરકાર જાગી, PMJAYને લૂંટ'JAY બનાવનારા પર તવાઈ શરૂ.ગેરરીતિ બદલ રાજ્ય સરકારે…

3 days ago