સુપ્રીમ કોર્ટે રજૂ કરી ગાઈડલાઈન
બુલડોઝર કાર્યવાહીના મામલામાં આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ કાયદાનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે કોઈપણનું ઘર તેના સપના જેવું હોય છે. માત્ર કોઈ વ્યક્તિ આરોપી કે દોષિત હોવાના આધારે ઘર તોડી શકાતું નથી. ઘર એ વ્યક્તિની છેલ્લી સુરક્ષા છે. કોર્ટે કહ્યું કે આરોપીના મામલામાં પૂર્વગ્રહ રાખી શકાય નહીં. સરકારી સત્તાનો બિનજરૂરી ઉપયોગ ન કરવો જોઈએ. કોઈપણ અધિકારી મનસ્વી રીતે કામ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કવિ પ્રદીપની એક કવિતાને ટાંકીને કહ્યું કે ઘર એક સપનું છે, જે ક્યારેય તોડી શકાતું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ કેસમાં તમામ દલીલો સાંભળી છે. લોકશાહી સિદ્ધાંતો ગણવામાં આવે છે. ન્યાયના સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા. ઇન્દિરા ગાંધી વિ. રાજનારાયણ, જસ્ટિસ પુટ્ટસ્વામી જેવા નિર્ણયોમાં નિર્ધારિત સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા. કાયદાનું શાસન જાળવવાની જવાબદારી સરકારની છે, પરંતુ તેની સાથે બંધારણીય લોકશાહીમાં નાગરિક અધિકારોનું રક્ષણ પણ જરૂરી છે. બીજી બાજુ એ પણ સવાલ ઉઠે છે કે શું સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ બુલડોઝર એક્શન પર સંપૂર્ણ રીતે લગામ લાગી જશે? આવામાં એ જાણવું જરૂરી બને છે કે કયા પ્રકારના મામલાઓમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આજે દર્શાવામાં આવેલા દિશા નિર્દેશો લાગૂ નહીં થાય
બુલડોઝરની કાર્યવાહી અંગે કોર્ટે શું કહ્યું?
– અધિકારીઓ ન્યાયાધીશની ભૂમિકા ભજવી શકતા નથી
કયા મામલામાં લાગૂ નહીં પડે?
સુપ્રીમ કોર્ટના આદેશની મહત્વની વાત
* દેશમાં કાયદાનું રાજ હોવું જોઈએ. કારણ કે આરોપીઓ પાસે પણ અધિકાર હોય છે અને દોષિતોને સજા આપવાનું કોર્ટનું કામ હોય છે. આવું મનમાની વલણ, સત્તાનો દુરઉપયોગ સહન કરાશે નહીં. આવું કરનારા પર કાર્યવાહી થવી જોઈએ.
* કોઈ પણ સંપત્તિ પર કાર્યવાહી ત્યાં સુધી ન કરી શકાય જ્યાં સુધી તેના માલિકને 15 દિવસ પહેલા નોટિસ ન આપવામાં આવે. કોર્ટે કહ્યું કે આ નોટિસ માલિકને સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. તેના નિર્માણની બહારની દિવાલ ઉપર પણ લગાવવામાં આવશે. નોટિસમાં ગેરકાયદેસર નિર્માણની પ્રકૃતિ, ભંગ અને તેને તોડવાના કારણો જણાવવામાં આવશે.
* લોકોના ઘર ફક્ત એટલા માટે ધ્વસ્ત કરવામાં આવે કે તે આરોપી કે દોષિત છે. જો આમ કરાય તો તે સંપૂર્ણ રીતે ગેરબંધારણીય હશે. જસ્ટિસ ગવઈએ ચુકાદો સંભળાવતા કહ્યું કે મહિલાઓ અને બાળકો આખી રાત રસ્તા પર રહે તે સારી વાત નથી.
* કાર્યપાલક અધિકારી ન્યાયાધીશ બની શકે નહીં, આરોપીને દોષિત કરાર ન આપી શકાય અને તેનું ઘર તોડી ન શકાય.
* તે આરોપી કે દોષિત છે અને ફક્ત એટલા માટે લોકોનું ઘર તોડી નાખવામાં આવે તો તે સંપૂર્ણ રીતે ગેરબંધારણીય હશે.
* ડિમોલિશનની કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવામાં આવે. આ રિપોર્ટ પોર્ટલ પર પબ્લિશ કરાશે. બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું કે જો જાહેર ભૂમિ પર અનાધિકૃત નિર્માણ હશે કે કોર્ટ દ્વારા વિધ્વંસનો આદેશ અપાયો હશે તો તેમના આ દિશા નિર્દેશ લાગૂ થશે નહીં.
* જો કોઈ ઘરને બનાવવામાં સ્થાનિક કાયદાનો ભંગ કરાયો હોય તો તેને તોડવાનો વિચાર કરતી વખતે એ જોવું જોઈએ કે નગરપાલિકા કાયદામાં શું મંજૂરી છે. કોર્ટે કહ્યું કે કાયદા મુજબ ગેરકાયદેસર બાંધકામ સમાધાન યોગ્ય હોઈ શકે છે. કે પછી એવું હોઈ શકે કે ઘરનો ફક્ત કેટલોક ભાગ તોડવામાં આવે.
* બંધારણ અને ફોજદારી કાયદાના અંતર્ગત આરોપી અને દોષિતોને ચોક્કસ પ્રકારના અધિકારો અને સુરક્ષા છે. અત્રે જણાવવાનું કે દેશમાં મિલકતોને તોડી પાડવા માટે માર્ગદર્શિકા નક્કી કરવાની વિનંતી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો.
* કોઈ પણ પ્રકારના એક્શન માટે તમામ નિર્દેશોનું પાલન થવું જોઈએ. આ નિર્દેશોનું પાલન નહીં થાય તો અનાદર અને અભિયોજનની કાર્યવાહી કરાશે અને અધિકારીઓને વળતરની સાથે ધ્વસ્ત મિલકતોને પોતાના ખર્ચે ઠીક કરાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવશે.
* અધિકારીઓએ સૌથી પહેલાં હાજર ભૂમિ રેકોર્ડ અને નકશાની ચકાસણી કરવાની રહેશે.
* અધિકારીઓએ વાસ્તવિક દબાણની ઓળખ કરવા માટે યોગ્ય નિરીક્ષણ કરવાનું રહેશે
* કથિત અતિક્રમણકારીઓને ત્રણ લેખિત નોટિસ આપવાની રહેશે.
* સામા પક્ષને સાંભળવામાં આવશે અને તેમની મુશ્કેલી પર વિચાર કર્યા બાદ જ એક્શનનો સ્પષ્ટ આદેશ આપવામાં આવશે.
* દબાણ દૂર કરવા માટે તેઓને જગ્યા ખાલી કરવા માટે યોગ્ય સમય આપવાનો રહેશે.
* જો જરૂરી હોય તો વધારાની જમીનની કાયદેસર રીતે ફાળવણી કરવી જોઈએ. ત્યાર બાદ જ અન્ય કોઈ મોટી કાર્યવાહી કરવી જોઈએ.
બુલડોઝર કાર્યવાહી પર રાજ્ય સરકારની ઝાટકણી
– આરોપી એક તો સજા પરિવારને કેમ?
BY KALPESH MAKWANA ON NOVEMBER 13, 2024
Summary of Khyati Hospital Incident The Khyati Hospital scandal has raised serious concerns following a…
ખ્યાતિ હૉસ્પિટલ કાંડ બ્લોકેજ ન હોવા છતાં 90 ટકા બ્લોકેજ દર્શાવી ઑપરેશન કરી નાખ્યા જાણ…
Celebrating Children’s Day in India: Honoring Pandit Nehru's Legacy Children’s Day in India is observed…
બાળ દિવસ 2024 : ‘દરેક બાળક માટે દરેક અધિકાર’ આજે બાળ દિવસ. ભારતના પ્રથમ વડાપ્રધાન…
સાવધાન : ચાઈનીઝ લસણ બની શકે છે કેન્સર નું કારણ બજારમાં ચાઈનીઝ લસણનું આગમન થઈ…
લગભગ 1.35 કરોડ ફેક કોલ રોકવામાં આવી રહ્યા છે ભારતમાં મોદી સરકાર આવી ત્યારથી…