#trending

માર્ગ અકસ્માતોની અધધ સંખ્યા અને મૃત્યુ માટે જવાબદાર કોણ?

  દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

આધુનિક ટેકનોલોજીએ મનુષ્યની જિંદગી બહુ આસાન બનાવી દીધી છે. પરંતુ આ ટેક્નોલોજીમાં રહેલી ક્ષતિઓ અને નાનકડી માનવીય ભૂલ ભયંકર હોનારત સર્જે રહી છે. નવી પેઢીનાં માથાં રસ્તાઓ પર નાળિયેરની જેમ વધેરાઈ રહ્યા છે. નૂતન શ્રીમંતોનાં સંતાનો પિતાશ્રીની મોટરકારો બેફામ ચલાવી રહ્યાં છે. રાજ્યમાં હાઈવે પર ગમે ત્યાં વાહનો ઊભા હોય છે. સાંજ પછી તો એ દેખાતા જ નથી. એટલે પણ અકસ્માતોની હારમાળા સર્જાય છે.

 ઝડપી વાહન દોડાવવાની ટેવ ધરાવનારની સંખ્યા વધુ


આજે ગુજરાત રાજ્ય સહીત સમગ્ર દેશમાં અકસ્માતોની ઘટના ચિંતાજનક બની છે. દિનપ્રતિદિન ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા કિસ્સામાં વ્યક્તિઓ દિવ્યાંગ બન્યા છે તો ઘણામાં મોતને ભેટ્યા છે. સરકાર દ્વારા તથા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ બાબતે અનેક વખત સાવચેત કરવામાં આવે છે. પરંતુ આજના સમયે તેજ રફ્તારના ઘેલા અક્સ્માતોનુ મુખ્ય કારણ છે. તદુપરાંત આડેધડ ડ્રાંઇવિંગ , પાર્કિંગ, રસ્તે રખડતા પશુઓ ,ઉબડ ખાબડ રસ્તા, ચાલકની અપૂરતી ઊંઘ ,તથા ડિઝાઇન અને માર્ગ ઉપર જરૂરી સુવિધા – સુરક્ષાનો અભાવ પણ કારણભૂત છે.

  રાજ્યમાં દરરોજ 40થી વધુ અકસ્માતની ઘટનાઓ


આ ઉપરાંત આગ લાગવાની ઘટનાઓ ઓટોમેટિક લોક સિસ્ટમના કારણે પણ લોકો મોતને ભેટ્યા હોવાના કિસ્સા છે. તેમાંય પાછું વાહનોમાં મોટા અવાજવાળી સાઉન્ડ સિસ્ટમ અને મોબાઈલ ફોનનો ઉપયોગની વાત જ શું કરવી, ખાસ કરીને આજનું યુવાધન ફૂલ વોલ્યુમ રાખી કાર હંકારતા નજરે ચડી રહ્યા છે. તો વળી, વાહન કોઈપણ હોય પણ ચાલક ચાલુ વાહને ફોન ઉપર વાતો કરતો નજરે ચડી રહ્યો છે. ચાલુ વાહને મોબાઇલફોન ઉપર વાતો કરતા અથવા મોટા અવાજે સંગીત સાંભળતા ચાલક બેધ્યાન બને તેવી શક્યતાને નકારી શકાય નહિ. વાહનચાલકોએ ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ અને મોટા અવાજે મ્યુઝિક સાંભળતા વાહન હંકારવાનું ટાળવું જોઈએ.

  વધતી વાહનોની સંખ્યા સાથે વધતા અકસ્માતો

પ્રતિવર્ષ અકસ્માતમાં સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોના આંકડાઓ ખરેખર ચિંતા જતાવે છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં દર વરસે દોઢ લાખથી વધુ લોકો સડક દુર્ઘટનાઓમાં મોતનો શિકાર બને છે. તેમાંથી 60 ટકા લોકો 18-34 વર્ષની વય જૂથના છે. આ બાબતની ગંભીરતા સમજી પ્રશાશન જાગૃતતા ફેલાવવા સાથે લોકોના જીવ બચાવવા દંડાત્મક પ્રકિયા હાથ ધરતા લોકોને તે ગમતું પણ નથી. પણ , એવું નથી વિચારતા કે, પ્રશાશન કેમ બરાડા પાડી રહ્યું છે. કોની માટે કાર્યવાહી કરી રહ્યું છે. માર્ગ ઉપર પણ છબીઓ થકી અકસ્માતથી બચવા વાહનો ધીમે હાંકવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે. ખરેખર વાહનો સલામત રીતે હાંકવામાં આવે તો ચોક્કસ પણે અકસ્માતોની ઘટનાઓ ઘટી શકે છે.

  સ્પીડ લિમિટ, બ્લેકસ્પૉટ, હાઇ બીમ ડ્રાઇવિંગ, ઑવરટેકિંગ વગેરે વિશે માહિતીનો અભાવ

વાહનની ગતિશીલતા પણ નિરંકુશ હોય તો કારચાલક પોતાના સહિત બધા સવારોને લઈને સ્વયં મોતના મુખમાં કૂદે છે. આપણા દેશમાં હેલ્મેટની ઉપેક્ષા છે એવી જ સીટબેલ્ટની પણ છે. જ્યાં સુધી સમાજ મદદ નહીં કરે, માનવ વર્તન બદલાશે નહીં અને કાયદાનો ભય નહીં રહે ત્યાં સુધી દેશમાં માર્ગ અકસ્માતો પર અંકુશ નહીં આવે.

BY KALPESH MAKWANA ON DECEMBER 12, 2024

City Updates

Recent Posts

“છત્રપતિ શિવાજી મહારાજ: હિન્દુ સમ્રાટના શૌર્ય અને સાંકડી ઈતિહાસની યાત્રા

હિન્દ,હિન્દવી અને સ્વરાજ પણ.. ‘ધ પ્રાઇડ ઓફ ભારત-છત્રપતિ શિવાજી મહારાજ’ જેની ત્રાડથી મુગલો કાંપી ઉઠતા…

2 days ago

ગુજરાતમાં ભાજપની મહાન જીત, કોંગ્રેસ માટે મોટી ચિંતાની બાબત

હવે પાલિકા પંચાયતો પણ ભગવા'મય   સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના રોલરનીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ.66 નગર પાલિકામાંથી…

3 days ago

ગુજરાતમાં કોંગ્રેસનો પરાજય: શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં BJPનો દબદબો

શહેર બાદ હવે ગામડાઓમાં પણ કોંગ્રેસનો સફાયો   ન્યાય યાત્રામાં કોંગ્રેસે કહ્યું હતું ભાજપના પાપનો…

3 days ago

મહારાણી ચીમનાબાઈના સ્મારકો: વડોદરાની ઐતિહાસિક વારસો અને તેમના યોગદાન

મહારાણીની સ્મૃતિ જીવંત રાખતા આ સ્મારકો ચીમનાબાઈનો જન્મ શ્રીમંત સરદાર હૈબત રાવસાહિબ ચવ્હાણ મોહિતે અને…

4 days ago

વડોદરામાં પીકઅવર્સમાં ટ્રાફિક સમસ્યાઓ: વાહનચાલકોને રાહત ક્યારે?

વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.…

6 days ago

ગંગા: આદ્યાત્મિક યાત્રા અને મહાકુંભની પવિત્ર ડૂબકી

મહાકુંભમાં છે જ્યાં ડૂબકી લગાવી રહ્યા એ ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરાવશે આ અહેવાલ.  …

7 days ago