fbpx Press "Enter" to skip to content

રુપાલા વિવાદ કેટલો નડશે ભાજપને…!?

– An article by Dipak Katiya

ક્ષત્રિયો ક્યાં ભાજ્પને નુકશાન કરી શકે છે?

સૌરાષ્ટ્રની આ બેઠક પર જામશે રસાકસીનો જંગ

ત્રીજા તબબકામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર આગામી 7મેના રોજ મતદાન થશે,ચૂંટણીનો દિવસ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પ્રચાર પણ વેગ પકડી રહ્યો છે,આજથી ભાજપ કોંગ્રેસના રાષ્ટ્રીયનેતાઓએ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું બાયગલ ફૂંકી દીધું છે,અમિતશાહે તો ગુજરાતમાં સૌરાષ્ટ્રથી માંડી દક્ષિણ અને મધ્યગુજરાત ઝ્ઝ્વતી પ્રચાર કરી ભાજપના ઉમેદવારોને નરેન્દ્ર મોદીને જીતાડવા હાકલ કરી દીધી છે જોકે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વચ્ચે રૂપાલા વિવાદની આગ ભાજપ ઉમેદવારોને દઝાડી રહી છે,અનેક બેઠકો પર ક્ષત્રિય સમાજના વિરોધને કારણે ઉમેદવારોના પ્રચારને નુકશાન થઇ રહ્યું છે ત્યારે સવાલ એ છે કે લોકસભાની ચૂંટણીમાં રૂપાલા વિવાદની કેટલી ઇફેક્ટ પડશે,ભાજપને કઈ બેઠક પર નુકશાન થઇ શકે છે? ક્ષત્રિય સમાજનો વિરોધ સૌરાષ્ટ્રના રાજકોટ,જામનગર કચ્છ સુરેન્દ્ર નગર જેવી બેઠક પર વધુ છે એટલે આ બેઠકો પર નુક્શાનની સંભાવનાઓ વધુ છે જોકે ભાજપનો દાવો છે કે,તેઓ ગુજરાતની 26 એ 26 બેઠક પર જીત મેળવશે.હવે પરિણામ પછી જ ખબર પડશે કે રુપાલા વિવાદ ભાજપને કેટલો નડ્યો છે.

લોકશાહીના મહાપર્વની દેશમાં ઉજવણી ચાલી રહી છે. ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે.દરેક પક્ષ ચૂંટણી જંગમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ગુજરાતમાં દરેક પક્ષો પોતાની જાહેરસભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સૌથી રસપ્રદ માહોલ અત્યારે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનથી છેલ્લા કેટલાક સમયથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ ક્ષત્રિયો હવે ભાજપને હરાવવા મેદાને ઉતાર્યા છે. તેમની રૂપલાની ટિકિટ રદ્દ કરવાની માંગ પૂરી ન થતાં આ તેઓ હવે ભાજપના જ વિરોધમાં મેદાને ઉતાર્યા છે.સૌરાષ્ટ્રમાં પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે ત્યારે રાજકોટએ સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર છે. અહી સૌથી રસપ્રદ ચૂંટણી જંગ જામવાનો છે. આ બેઠકનો જંગ એટલી હદે રસાકસી ભર્યો રહેવાનો છે કે ક્યારે પાસાં પલટી જાય તેનો અંદાજ લગાવી શકાય નહીં.રાજકોટ બેઠક પર પાટીદાર મતોની જો વહેંચણી થઈ જાય તો રૂપાલાનું જીતવું મુશ્કેલ બની શકે છે. કારણ કે પરષોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. જ્યારે પરેશ ધાનાણી લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે અને સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર મતદારોની સંખ્યા ઘણી વધારે છે.બીજીતરફ ક્ષત્રિયો પણ રૂપાલા સામે મેદાને છે અને ભાજપ વિરુધ્ધ મતદાનની તેમણે પણ જાહેરાત કરી છે અને સ્વાભાવિક પણે તેઓ કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીને સમર્થન આપશે તો જો આવું બન્યું તો આ સીટ પર સૌથી વધુ રસપ્રદ ચૂંટણી યોજાશે.

5 લાખથી વધુ મતોથી જીતની આશા પુરી થશે કે કેમ?

રૂપાલાના નિવેદનના કારણે ભાજપ માટે અત્યારે ગુજરાતમાં જીતની સ્થિતિ થોડી કપરી બની છે. હવે ભાજપ માટે ઈધર કુઆ ઉધર ખાઈ જેવી સ્થિતિ બની છે. ભાજપને રૂપાલા કેસમાં સામેથી ક્ષત્રિયોની નારાજગી વહોરી લીધી છે. જેને કારણે ક્ષત્રિય મતવિસ્તારમાં વિરોધી માહોલ પેદા થયો છે. આ કારણે ભાજપના ઉમેદવારો ક્ષત્રિય મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા જઈ શક્તા નથી, અને જાય તો તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં અંદાજે 70 લાખ ક્ષત્રિય મતદારો છે. જોકે, આ મતબેંકની અસર ભાજપની જીત પર એટલી ન થાય. પરંતુ પાટિલના 5 લાખથી વધુ મતોથી જીતની આશા ક્યાંક આશા બનીને જ ન રહી જાય તે તો જોવાનું રહ્યું

error: Content is protected !!