વા’વમાં કોની ડૂબશે ના’વ..!
વાવ પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના અનેક નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર
ગની બેનનો ગજ લાગે તો વાવમાં ગુલાબ ખીલે..!
ભાજપને અપક્ષ માવજીભાઈએ ગોટે ચઢાવી દીધા..!
ગુજરાતમાં એક પેટા ચૂંટણી હાલ ભારે ચર્ચામાં છે,આ પેટાચૂંટણીનું પરિણામ સરકારમાં કોઈ બદલાવ કે અસર કરે તેવું નાઠી પણ ગુજરાતના પોલિટિક્સમાં વાવના પરિણામની અસર ચોક્કસ દેખાશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.લોકસભાની ચૂંટણીમાં એક બેઠક હારી ચૂકેલ ભાજપ માટે પ્રતિષ્ઠા પછી મેળવવાનો આ જંગ છે તો બીજી તરફ એક બેઠક જીત બાદ વાવ જીતી ફરી બેઠું થવાનો કોંગ્રેસ માટે અવસર છે.આમ પેટાચૂંટણીના પરિણામોને લઈ ગુજરાતની ઉત્સુકતામાં વધારો જોવા મળી રહ્યો છે.વાવની પેટાચૂંટણીમાં કોની નાવ ડૂબશે અને કોની નાવ તરશે? તે તો પરિણમો બાદ ખબર પડશે પરંતુ ગુજરાતની આ એકમાત્ર પેટાચૂંટણી જીતવા ભાજપ ખુબ આક્રમક બની મેદાનમાં ઉતર્યું છે એટલે સવાલ થાય કે લોકસભાની જીત બાદ દેશભરમાં ચર્ચામાં આવેલ ગની બેને છોડેલી વાવમાં ગની બેનનો ગજ કેટલો ગાજે છે.જો ગની બેન ફેક્ટર સફળ રહ્યું તો વાવમાં ગુલા’બને ખીલતા કોઈ રોકી શકે તેમ નથી પણ ભાજપ પણ એડી ચોટીનું જોર લગાવી લોકસભાની હારની કસર પુરી કરવા માંગે છે,ત્યારે વાવ પેટચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી ચુકી છે એટલે ચૂંટણી સુધી અહીં માહોલ ગરમ જ જોવા મળી શકે છે.
દેશમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ સાથે અનેક રાજ્યોમાં પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે,ગુજરાતમાં પણ લોકસભામાં વાવના ધારસભ્ય એવા ગણી બેન સાંસદ બાઈ જતા વાવ વિધાનસભા પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે,આ પેટાચૂંટણી ભાજપ અને ગેનીબેન ઠાકોર વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. 2017થી ગેનીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લા અને ખાસ કરીને રાધનપુરથી વાવની ચૂંટણીમાં ભાજપ માટે પડકાર સર્જી રહ્યો છે તેથી હવે ભાજપે આ પેટાચૂંટણીમાં જીત મેળવી લોકસભાની હારનો બદલો લેવા આક્રમક રીતે ચૂંટણી પ્રચારમાં લાગ્યું છે,જેથી જ વાવમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ સહીત દિગ્ગજો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.વાવ બેઠક એ ઓપરેશન ગેનીબેન બની ગયું છે અને તેથી જ તેમનો રાજકીય ગ્રાફ ઘટાડવા માટે શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાઇ રહી છે તો આ ચૂંટણીમાં ત્રીજુ એક ફેક્ટર અપક્ષ માવજીભાઇ ચૌધરી પટેલનું છે જેને ભાજપને ગોટે ચઢાવી મુક્યા છે.
ભાજપે ઠાકોર ઉમેદવાર જ મેદાને ઉતારી ઠાકોર મતદારોમાં ભાગ પાડવાનો રાજકીય દાવપેચ ખેલ્યો છે,ત્યારે આ રાજકીય ખેલ ગેનીબેનને કેટલો નડે છે,વાવ બેઠક પર ભલે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ હોય પણ ગજ તો ગેનીબેનનો જ ગાજે છે,ગનીબેન પર જ કોંગ્રેસની જીતનો ભરોસો છે,તો બીજી તર બનાસકાંઠાના પોલીટીક્સમાં કીંગ મેકર જેવું સ્થાન ધરાવતા રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને શંકર ચૌધરી માટે પણ વાવ બેઠક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઇ છે.તો અલ્પેશ ઠાકોર માટે પણ વાવની બેઠક તેના ભાવી રાજકીય કદને વધારવામાં નિમિત્ત બની શકે છે.
ગનીબેન ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પુરી શકશે?
2024ની લોેકસભા ચૂંટણીમાં ભાજપના હેટ્રીકના પ્લાનમાં પંક્ચર પાડવાની સફળતા ગેનીબેને મેળવી હતી આ અગાઉ 2017-2022 અને 2024 આમ ત્રણ ચૂંટણીમાં ભાજપને પરાજિત કર્યા છે. વાસ્તવમાં ભાજપ પાસે બનાસ જિલ્લામાં કોઇ એવો ચહેરો નથી કે જે ગેનીબેનનો મુકાબલો કરી શકે સ્વરૂપજી ઠાકોરને અગાઉ 2022માં જ ગેનીબેને જ આ બેઠક પરથી હરાવ્યા હતા અને ભાજપે ફરી તેને ટીકીટ આપી છે.પરંતુ આ પેટાચૂંટણીમાં હવે ગેનીબેનની રાજકીય તાકાત પણ દાવ પર છે.લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે જે રીતે બનાસકાંઠાની સંસદીય બેઠક જીતી તે આ પક્ષ માટે એક આશા સાબિત થઇ છે તેમજ ગેનીબેન મજબૂત નેતા તરીકે વાવ ફરીવાર જીતીને બહાર આવે તે પણ કોંગ્રેસ માટે ફાયદાકારક છે.
શંકર ચૌધરીની રાજકીય તાકાતનું માપ માપશે?
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના કીંગમેકર ગણાય છે પરંતુ 2017માં તેઓ ગેનીબેન સામે 2017માં વાવ બેઠક પરથી હાર્યા હતા.અગાઉ તેઓએ 1997માં શંકરસિંહ વાઘેલા જેવા ઘરખમ ઉમેદવારને રાધનપુરમાંથી હરાવ્યા પણ ગેનીબેન સામેના મુકાબલામાં સતત હારતા રહ્યા છે. આમ વિધાનસભા મત વિસ્તારમાં ચૌધરી સમાજ બીજા ક્રમે મતદાર વર્ગ ધરાવે છે અને લોકસભા ચૂંટણીમાં તેઓએ ભાજપ સામે જીદ કરીને રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા પણ તે ગેનીબેન સામે હારી ગયા.આમ ચૌધરી સમાજ પર તેમનું વર્ચસ્વ દાવ પર લાગી ગયું છે અને સૌથી મહત્વનું છે કે ભાજપના જ ચૌધરી નેતા માવજી પટેલ કે જેને પક્ષે ટીકીટ ન આપી તે અપક્ષ ઉમેદવાર ઉભા રહ્યા છે,ત્યારે વાવ પેટાચૂંટણીમાં ભાજપના ટોચના નેતા શંકર ચૌધરીની રાજકીય તાકાતનું માપ મપાઈ જશે.
વાવના ઉમેદવારો નેતાઓના સહારે!
ગુજરાતની આ પેટાચૂંટણીમાં પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે ઉમેદવારોને બદલે નેતાઓ વચ્ચે જંગ હોય! પેટચૂંટણી લડતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને તેમની જીત નેતાઓના સહારે હોવાનું લાગે છે એટલે જ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ક્રમશ શંકર ચૌધરી અને ગિનીબેનના સહારે ચૂંટણી લડી રહ્યા હોવાનું મનાય છે.
BY DIPAK KATIYA ON NOVEMBER 9, 2024