વીર દાસે વડોદરાની ચાહકનું બે વર્ષ જૂનું સપનું સાકાર કર્યું
હાલ સોશિયલ મીડિયામાં વડોદરાના કોમિડિયન વીરદાસ અને તેના પ્રશંસકની ચર્ચા છે.હાસ્ય કલાકાર અને અભિનેતા વીર દાસના શોમાં હાજરી આપવા માટે વડોદરાની ચાહકે બે વર્ષનો ઈંતજાર કર્યો હતો અને આખરે કેનેડામાં વીરદાસના શોમાં હાજરી આપી વડોદરાની પ્રશંસક યુવતીએ બે વર્ષ જૂનું સપનું સાકાર કર્યું હતું.બે વર્ષથી વીરદાસના શો અને તેને મળવાની રાહ જોનાર ચાહકે યુવતીએ હજારો લોકોના દિલ જીતી લીધા છે.આ ચાહક વડોદરાની છે અને હાલ કેનેડામાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરે છે,બે વર્ષ પૂર્વે વીરદાસના શોને જોવાની ચાહત અધૂરી રહી ગઈ હતી,આર્થિક સંકડામણથી વીરદાસનો શો જોઈ ન શકેલા વડોદરાના ચાહકે તેની અદમ્ય ઈચ્છા શેર કરી હતી અને 2 વર્ષ રાહ પહેલા જોયેલું સપનું અંતે સાકાર થયું હતું.આ આખી બાબત કોમેડિયન વીર દાસે એક Instagram પોસ્ટમાં ચાહકના સીધા સંદેશના સ્ક્રીનશોટ શેર કરી હતી.
વીરદાસે ફ્રી ટિકિટ ઓફર કરી…!
વડોદરાની ચાહક યુવતીની ઉત્સુકતા ને ઉત્સાહ જોઈ કોમેડિયન વીરદાસે પણ તેને ફ્રી ટિકિટ ઓફર કરી હતી જે બાદ એક હૃદયસ્પર્શી આશ્ચર્ય સાથે રીપ્લાય પણ આપ્યો હતો,વીરદાસે તેની સાર્વજનિક પોસ્ટમાં લખ્યું હતું કે, જો તમે આ શો પહેલા જોશો, તો મારી ટીમે તમને ડીએમ કર્યું છે.તમારી ટિકિટ મારા પર છે.મને તમારા પર ગર્વ છે.અમારી ટિમ તમારા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે,તમને DM કર્યું છે,કોઈ પ્રતિસાદ નથી.મને તમારા પર ગર્વ છે. તમે જોવા માટે બે વર્ષથી રાહ જોઈ અને જે વચન આપ્યું તે ગર્વની વાત છે અમારી ટીમને જવાબ આપજો.ખેર ત્યારબાદ વધુ એક અપડેટ પર વીરદાસે લખ્યું વડોદરાના ચાહકે મફતની ટિકિટનો ઇનકાર કર્યો હતો જે માટે ચાહક પર ખુબ આદરભાવ છે.
વડોદરાના ચાહક અને વીરદાસની મુલાકાત
જાણીતા કોમેડિયન વીરદાસને મળવાની વડોદરાની યુવતીની ઈચ્છા આખરે શો બાદ પૂર્ણ થઇ હતી,શો પછી વીરદાસની ટીમે આ ખાસ ફેન્સને ખાસ ટ્રીટ આપી હતી,સાયકોલોજીનો અભ્યાસ કરી રહેલ યુવતી માટે વીરદાસની ટીમે બેકસ્ટેજ મીટઅપનું આયોજન કર્યું હતું અને તેમાં વીરદાસે તનિક્ષ પ્રશશકને કેક પણ ખવડાવી હતી.આ અંગે પણ વીરદાસે લખ્યું હતું કે બીજી તસવીરમાં ખાસ ચાહકને મળતા જોઈ શકાય છે. “છેવટે મારા શો પછી તેને મળ્યો,તેના પિતા પર ખૂબ ગર્વ છે,વડોદરાની યુવતીને વીરદાસે એક ડાયરી પણ ભેટમાં આપી હતી.
સોશિયલ મીડિયા યુઝર્સેની પ્રતિક્રિયાઓ આવી રહી છે
વડોદરાની યુવતીને સાથે વીરદાસની મુલાકાત નગે વીરદાસની પોસ્ટ ખુબ ટ્રેન્ડિગ કરી રહી છે,અનેક લોકો આ મામલે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે,ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ચાહક યુવતી તરફના વીરદાસની લાગણીઓની પ્રશંસા કરી હતી,એક યુઝરે લખ્યું,“આ ભારતીય મહિલા છે. તેથી સ્વયં બનાવેલ છે.” અન્ય યુઝરે ટિપ્પણી કરી, “કેટલી અવિશ્વસનીય વાર્તા!! આમ અનેક લોકોએ આ અનોખા કિસ્સાને લઇ પોતાની વાતને પણ સોશિયલ મીડિયાના માધ્ય્મથી રજુ કરી હતી.
BY DIPAK KATIYA ON DECEMBER 2, 2024
ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર 2024 : 'બ્રેન રોટ' : શું છે આનો મતલબ આવો…
ખેતીથી દૂર ભાગતા યુવાનો માટે સતિષ પટેલ પ્રેરણારૂપ આધુનિક યુગમાં જયારે યુવાનો ખેતી છોડીને શહેરો…
બીમાર લક્ષ્મીબાઈએ કહ્યું, મારી અંત્યેષ્ઠિ નર્મદા કિનારે કરજો, પરિવારે કહ્યું, અમે જીવતા જીવ પરિક્રમા જ…
વડોદરાની 7 વર્ષની દેવાંશિકા 10 વર્ષની ખેલાડીને હરાવી TPLમાં વિજેતા બની વડોદરાની માંડ સાત…
નવું વર્ષ ઉજવવા ક્યાંક બહાર જવા ઈચ્છો છો ? તો જઈ શકો છો અહિયાં તો…
૬૩ ની ઉંમરે આરોગ્ય લાભો માટે કરે છે પ્રાકૃતિક ખેતી :જેની પાસે જમીન હોય,જેની ખેતીમાં…