Categories: Magazine

શહેરોને હોડિગ્સનું જંગલ બનતા રોકવા ગાંધીનગર પાલિકાના રસ્તે ચાલો..!

 

મહાનગરોમાં માર્ગો અને બિલ્ડીંગો પર હોડિગ્સની હારમાળા જોખમી બને છે..!?

 રાજયમાં હોડિગ્સનો વિવાદ નવો નથી,ખાસ કરીને મહાનગરોમાં આધેધડ હોડિગ્સ લગાવી શહૅરોની સુંદરતાને નષ્ટ કરવામાં આવે છે તેમજ પવન વાવાઝોડામાં ઉંચે લટકતા હોડિગ્સ જોખમી પણ પુરવાર થાય છે વારંવાર શહેરોને હોડિગ્સન જંગલમાંથી મુક્ત કરવાની વાતો કરવામાં આવે છે ક્યારેક દેખખડા પૂરતા કેટલાક પગલાં પણ લેવાતા હોય છે પણ નક્કર કાર્યવાહીનો અભાવ રહે છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એડવર્ટાઈઝમેન્ટ પોલિસી લાગૂ કરવામાં આવી છે જે માર્ગો અને બિલ્ડીંગો પર આડેધડ લાગતા હોર્ડિંગ્સ અને બેનર ઉપર રોક લાગવી શકશે.હાલ ગાંધીનગરમાં મંજુર તઃયેલી આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલિસીની ગુજરાતમાં ચર્ચા છે અને આવી પોલીસે અન્ય મહાનગરોમાં પણ અમલી બનાવી શહેરોને હોડિગ્સ-બેનરોના જંગલોમાંથી મુક્તિ મળે તે દિશામાં વિચારવું પડે?કદાચ મહાનગરોમાં આવા પ્રકારની પોલિસી હશે પણ તેના અમલમાં ચોક્કસ કંઈક ખોટ છે એટલે જ જ મહાનગરો ફરતે હોડિગ્સની હારમાળા જોવા મળે છે.

ગુજરાતમાં મહાનગરોની સાથે સાથે નાના શહેરોમાં પણ હવે હોડિગ્સની હોડ જોવા મળે છે.રાજનેતાઓથી મળી સામાન્ય કાર્યકરો અને વેપારીઓથી લઇ એડવટાઈઝ એજન્સીઓ આડેધડ હોડિગ્સ લગાવી દેતા હોય છે.પરવાનગી વગર લગાવવામાં આવતા આવા હોડિગ્સ ક્યારેક જોખમી જગ્યાએ હોવાને લઇ જોખમી પણ સાબિત થાય છે આ સમસ્યા માટે અનેકવાર સામાજિક આગેવાનો સંસ્થાઓએ નિરાકરણ માટે રજૂઆતો કરી પણ પરિણામમાં માત્ર ખાતરી અને આશ્વાસનો મળ્યા! જોકે હવે ગાંધીનગર મહાનગર પાલિકાએ આ દિશામાં કંઈક નક્કર કરવાનું વિચારી સારો નિર્ણય કર્યો છે. ગાંધીનગર મહાનગર પાલિકાની મળેલી સામાન્ય સભામાં આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલિસી મંજૂર કરવામાં આવી હતી જેથી હવે ગાંધીનગર શહેરના માર્ગો અને બિલ્ડીંગો ઉપર આડેધડ લાગતા હોર્ડિંગ્સ અને બેનર ઉપર રોક લગાવી શકાશે.હવે કોઈપણ સ્થળે જાહેરાત કરવા માટે કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.જોકે સરકારી વિભાગોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.ગાંધીનાગર પાટનગર હોવા છતાં ગાંધીનગર શહેરમાં મુખ્ય માર્ગોની આસપાસ આડેધડ મસ મોટા હોર્ડિંગ્સ અને બેનર લગાવી દેવામાં આવતા હતા.જેના કારણે શહેરની સુંદરતા બગડતી હોવાની સાથે માર્ગ સલામતીને પણ જોખમ ઊભું થયું હતું ત્યારે આ મામલે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલિસી તૈયાર કરવામાં આવી રહી હતી. જેને સ્થાયી સમિતિ બાદ મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી.જે પોલિસીને સભા દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે.

જાહેર ખબરો માટે પણ મહાનગર પાલિકાની મંજૂરી લેવી પડશે

ગાંધીનગર મહાનગર પાલિકાએ મજુર કરેલી પોલિસી મુજબ હવે હોર્ડિંગ્સ, બેનર, કિઓસ્ક કે વાહનો પર કરવામાં આવતી જાહેરખબરો માટે પણ મહાનગર પાલિકાની મંજૂરી લેવી પડશે.જેની નિયત ફી પણ મહાનગરપાલિકાને ચૂકવવી પડશે.ક્યા સ્થળોએ હોર્ડિંગ્સ લગાવી શકાશે અને ક્યા સ્થળોએ હોર્ડિંગ્સ નહીં લગાવી શકાય તેવા સ્થળો પણ નિયત કરવામાં આવ્યા છે. મંજૂરી વિના ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવનાર સામે દંડનીય પગલાં પણ લેવાશે.આ માટે હોર્ડિંગ્સની સાઇઝ મુજબ મહત્તમ પ્રતિ ચોરસમીટર 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે.ત્યારે અમદાવાદ,સુરત વડોદરા અને રાજકોટમાં પણ આવી પોલિસીની જરૂર છે,હાલમાં પણ હોડિગ્સ બેનેરોને લઇ કેટલાક નિયમો બનવ્યા છે પણ શું આ નિયમોનું પાલન થાય છે ખરું તે સવાલ છે,ગાંધીનગર મહાપાલિકાએ પણ મંજુર કરેલી પોલીસના અમલીકરણ પર ધ્યાન અપવાઉં પડશે નહીંતર પોલિસી માત્ર કાગળ પર જ રહે જશે!

BY DIPAK KATIYA ON NOVEMBER  22, 2024

 

City Updates

Share
Published by
City Updates

Recent Posts

આજે 25 ડિસેમ્બર : ખ્રિસ્તીઓમાં નાતાલ પર્વ નું મહત્વ

આજે 25 ડિસેમ્બર : ખ્રિસ્તીઓમાં નાતાલ પર્વ નું મહત્વ   એક માન્યતા અનુસાર નાતાલના દિવસે…

1 hour ago

સાઇબર ક્રાઇમ ચેતવણી: અંતરરાષ્ટ્રીય કોલ્સથી સાવધાન રહેવા સરકારની સૂચના

  ડિજિટલ એરેસ્ટના સાઇબર ક્રાઇમ વચ્ચે સરકારની ચેતવણી   વર્તમાન સમયમાં સાઇબર ક્રાઇમ કેસોમાં સતત…

1 hour ago

ઈ-સાક્ષ્ય એપ્લિકેશન: પોલીસ તપાસમાં પારદર્શિતા લાવતી નવી ટેક્નોલોજી

  ઈ-સાક્ષ્ય એપ્લિકેશન: ગુનાની તપાસ હવે સીધી કોર્ટમાં. સામાન્ય રીતે કોઈ પણ ગુનો બને ત્યારે…

2 hours ago

મોબાઈલ બેટરી લાઇફ વધારવા ટિપ્સ: તમારી બેટરી લાંબા સમય સુધી ટકશે

મોબાઈલ ની લાઇફ વધારવા માંગો છો ? બેટરી ચાર્જ કરો આ રીતે આજે મોબાઈલ વગર…

1 day ago

ઈ સરકાર : ગુજરાતમાં પેપરલેસ વિહીવટ માટેનું મહત્વપૂર્ણ કદમ

 ઈ-સરકાર માં 31 લાખ 'ઈ-ફાઈલ' ક્રિએટ કરવામાં આવી ગુજરાતમાં સરકારના વહીવટને પેપરલેસ કરવા માટે વર્ષ…

1 day ago

ડિજિટલ એરેસ્ટ અને વર્ચ્યુઅલ નંબરથી થતા સાયબર અપરાધ: એ અનોખું ખતરું

ડિજિટલ એરેસ્ટ ની નવી મોડેસ ઓપરેન્ડી વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા સાયબર માફિયા ડિજિટલ એરેસ્ટના કેસોમાં…

3 days ago