લગભગ 1.35 કરોડ ફેક કોલ રોકવામાં આવી રહ્યા છે
પુલવામાં એટેક બાદ ફરી એકવાર સરકારે બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી જડબાતોડ જવાબ આપ્યો હતો,ત્યારથી સ્ટ્રાઈકની બોલબાલા વધી છે,સરકારે કેટલીક યૂ ટ્યૂબ ચેનલો તેમજ શોશિયલમીડિયાના પેજો પર પણ આવી જ સ્ટ્રાઈક કરી હતી અને હવે ટેલિકોમ વિભાગે બનાવટી કોલ્સ અટકાવવા માટે આકરાં પગલાં ઉઠાવતા ડિજિટલ સ્ટ્રાઈક કરી છે.જે અંતર્ગત ટ્રાઈ દ્વારા 1.77 કરોડ સીમ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા છે. આ સીમ કાર્ડનો ઉપયોગ ફ્રોડ માટે થઈ રહ્યો હોવાની બાતમીના આધારે આ પગલું લેવાયું છે. દેશના 122 કરોડથી વધુ ટેલિફોન યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ટેલિકોમ વિભાગે અને ટ્રાઈએ બનાવટી અને સ્પામ કોલ્સ પર લગામ કસી છે.
ડિજિટલ સ્ટ્રાઈક કરનાર ટેલિકોમ વિભાગે આ મામલે જણાવ્યુ છે કે, જના લગભગ 1.35 કરોડ ફ્રોડ કોલ્સને ગ્રાહક સુધી પહોંચતાં પહેલાં જ અટકાવી દેવામાં આવ્યા છે.આ નકલી કોલ કરનારા 1.77 કરોડ સીમ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા છે.ફરિયાદોના આધારે વિભાગ તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં 7 કરોડ ફ્રોડ કોલ્સ રદ કરવામાં આવ્યા છે,સાથ જ ટેલિકોમ વિભાગે ચોરી થયેલા મોબાઈલ નંબર પણ બંધ કરવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે 14થી 15 લાખ ચોરી થયેલા મોબાઈલ નંબર બંધ કરવામાં આવ્યા છે. જેથી તેનો દુરૂપયોગ થાય નહીં. આ સિવાય નવા નિયમો પણ બનાવ્યા છે. જેમાં માર્કેટિંગ અને જાહેરાતો કરતી કંપનીઓના કોલ્સને વ્હાઈટલિસ્ટેડ કરવામાં આવ્યા છે. જેથી અવારનવાર અને ગમે-ત્યાંથી થતાં બનાવટી કોલ્સથી ગ્રાહકોને સુરક્ષા પ્રદાન કરી શકાય.
નકલી કૉલ્સ સામેની લડાઈ તેજ બની..
ચોરાયેલા મોબાઈલ નંબર સ્વીચ ઓફ
BY DIPAK KATIYA ON NOVEMBER 13, 2024
"એક દુનિયા આ પણ" આ બજારનું નામ 'હાથીખાના' કેમ પડ્યું ? અહીં એક સમયે હાથગાડા…
પ્રજાસતાક પરેડમાં ગુજરાતનો પ્રખ્યાત ‘મણિયારા રાસ નૃત્ય’નો ટેબ્લો. ‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્રની ખુબ જ…
મહાકુંભમાં 30 લાખ ગુજરાતીઓ ઉમટયા! શાહી સ્નાનમાં કરવામાં પણ ગુજરાતી યાત્રાળુઓમાં ઉત્સાહ.મહાકુંભમાં આવતા યાત્રાળુઓમાં…
સૂર્યકિરણ એરોબેટિક ટીમ. ગુજરાત ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હવાઇ પ્રદર્શન શો. ભારતીય વાયુસેનાની…
12 બાળકોની યાદોમાં પરિવારોના આંસુ હજી સુકાતા નથી! પીકનીકની એ સફર મોતની સફર…
બેટ દ્વારકા બાદ હવે દ્વારકામાં દબાણો પર તંત્રની તવાઇ ગેરકાયદેસરના ધાર્મિક દબાણો સાથે મકાનો જમીનદોસ્ત…