સાવધાન : ચાઈનીઝ લસણ બની શકે છે કેન્સર નું કારણ
બજારમાં ચાઈનીઝ લસણનું આગમન થઈ ગયું છે. જે લસણ કેન્સરનું કારણ સહિત ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ વધી શકે છે. કહેવાય છે કે હમેશા જે સારું દેખાઈ છે તે સારું જ હોય એ જરૂરી નથી. દૂર થી ડુંગર રળિયામણા જ હોય છે. એટલે જો તમે બજારમાં જાઓ છો, તો સારું દેખાવાને બદલે ડાઘવાળું લસણ ખરીદશો તો સ્વાસ્થ સારું રહેશે. એટલે કે આ ઓરિજિનલ અને હેલ્ધી લસણ હોય છે. કારણ કે ચાઈનીઝ લસણ ખાવાથી તમારા આંતરડામાં પણ સમસ્યા થશે અને તમે કેન્સર જેવી ગંભીર બીમારીનો શિકાર બની શકો છો.
આહાર નિષ્ણાત ના જણાવ્યા અનુસાર બજારમાં વેચાતા ચાઈનીઝ લસણનો સ્વાદ એકદમ વાસ્તવિક લસણ જેવો હોય છે. એટલા માટે કેટલાક લોકો તેમની વચ્ચે સરળતાથી તફાવત કરી શકતા નથી. આ લસણ દેખાવમાં સફેદ હોય છે અને તેની કળીઓ જાડી હોય છે. આ લસણની છાલ ઉતારવી સરળ હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યારે જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સુંદર લસણ આકર્ષક લાગે છે અને આપણે તેને ખરીદી લઈએ છીએ. ભારતીય લસણમાં થોડા ડાઘ અને ફોલ્લીઓ હોય છે. કળી પાતળી હોય છે. ત્યારે બજારમાં લસણ ખરીદતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. બજારમાં ઓછા ભાવે સારા દેખાતા લસણ ખરીદવાનું ટાળો.
ચાઈનીઝ લસણ કેન્સરનું કારણ બની શકે છે
મહત્વનું છે કે ચાઈનીઝ લસણ બનાવવામાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તે બજારોમાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે. આ લસણનું સતત કેટલાક દિવસો સુધી સેવન કરવાથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે. તેને બનાવવામાં ઉપયોગમાં લેવાતા રસાયણો તમારા આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે. સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. જો તમે પણ બજારમાં લસણ ખરીદવા જઈ રહ્યા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
લસણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
ડૉક્ટરે કહ્યું કે લસણ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં પરંતુ હૃદય પણ મજબૂત રહે છે. આયુર્વેદમાં લસણ ખાવાના ઘણા ફાયદાઓ વર્ણવવામાં આવ્યા છે. જો કે માત્ર ભારતીય લસણ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બજારમાં વેચાતું ચાઈનીઝ લસણ તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને તમને ગંભીર રીતે બીમાર પણ કરી શકે છે.
તો જો તમે પરિવાર ને ખૂબ જ પ્રેમ કરતાં હોવ તો લોકો ની સુખાકારી ને લઈ ને સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખી હમેશા ઓર્ગેનિક કે પછી ભારતીય ઉત્પાદકતા ની વસ્તુઓ ખરીદશો. કદાચ એ ભલે મોંઘું હોય પણ સ્વાસ્થ્યવર્ધી ચોક્કસ હશે.
Summary of Khyati Hospital Incident The Khyati Hospital scandal has raised serious concerns following a…
ખ્યાતિ હૉસ્પિટલ કાંડ બ્લોકેજ ન હોવા છતાં 90 ટકા બ્લોકેજ દર્શાવી ઑપરેશન કરી નાખ્યા જાણ…
Celebrating Children’s Day in India: Honoring Pandit Nehru's Legacy Children’s Day in India is observed…
બાળ દિવસ 2024 : ‘દરેક બાળક માટે દરેક અધિકાર’ આજે બાળ દિવસ. ભારતના પ્રથમ વડાપ્રધાન…
સુપ્રીમ કોર્ટે રજૂ કરી ગાઈડલાઈન - આરોપી હોય તો પણ કોઈનું ઘર તોડી…
લગભગ 1.35 કરોડ ફેક કોલ રોકવામાં આવી રહ્યા છે ભારતમાં મોદી સરકાર આવી ત્યારથી…