– An article written by Dipak Katiya
અગાઉ યુપીકે લડકે ફ્લોપ થયું હતું
ગઢ કન્નોજમાં અખિલેશ યાદવનો દમ રહેશે કે નીકળશે?
ઉત્તરપ્રદેશની લોકસભાની ચૂંટણી અખિલેશન રાજકીય ભાવિનો ફેંસલો કરશે!
લોકસભણી ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે ત્રણ ફેજની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે સોમવારે ચોથા તબક્કા માટે ચૂંટણી યોજાવાની છે,આ લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના પરિણામો પર કોની સરકાર બનશે તેનો દારોમદાર છે.ભાજપ અહીં ગત ચૂંટણીનું પુનરાવર્તન કરી સપા-કોંગ્રેસના ગઠબંધનને પછાડે છે કે પછી સપા સુપ્રીમો અખિલેશ યાદવ દમખમ દાખવે છે.ઉત્તરપ્રદેશના ગઢને બચાવવા સપાએ તમામ દિગ્ગજોને મેદાનમાં ઉતારી દીધા છે.ખુદ અખિલેશ અને ડિમ્પલ યાદવ ચૂંટણી મેદાનમાં છે,અખિલેશે છેલ્લી ઘડીએ ચૂંટણી મેદાનમાં ઝપલાવ્યું હતું સપા પ્રમુખ સપાના ગઢ સમાન કન્નોજ સીટ પરથી ઉમેદવારી નોંધાવી જંગમાં ઉતર્યા છે અને પૂરજૉશ પ્રચાર પણ કરી રહયા છે જેમાં અખિલેશ યાદવને રાહુલગાંધીનો ભરપૂર સપોર્ટ પણ મળી રહ્યો છે ત્યારે સવાલ એ થાય કે આ વખતે અખિલેશને રાહુલ ફળશે કે પછી યુપી કે દો લડકે જેવા હાલ થાય છે?
વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ અખિલેશ યાદવે લોકસભાની ચૂંટણીમાં મોદીને પડકાર ફેંકી ઉત્તરપ્રદેશમાં ભાજપનો સફાયો થશે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે,સપા અને કોંગ્રેસ મળી ઉત્તરપ્રદેશમાં ઇન્ડિયા ગઢબંધનની જીત માટે દોડધામ કરી રહ્યા છે,ત્યારે આ લોકસભાની ચૂંટણીના પરિણામો રાહુલ ગાંધીની સાથે સાથે અખિલેશ યાદવની રાજકીય કારકિર્દી માટે પણ મહત્વપૂર્ણ સાબિત થી શકે છે.લોકસભાના પરિણામો અખિલેશના રાજકીય ભાવિનો ફેંસલો કરશે.
ઉત્તર પ્રદેશની રાજનીતિનો એક જાણીતો ચહેરો એટલે અખિલેશ યાદવ.દેશના સૌથી મોટા રાજ્યમાં મોટો જનધારા ધરાવતા અખિલેશ યાદવે 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાના પક્ષ માટે કમર કસી લીધી છે.સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.2019ની લોકસભા ચૂંટણીમાં અખિલેશની પત્ની ડિમ્પલ યાદવે કન્નૌજની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.જોકે ડિમ્પલ યાદવ ભાજપના સુબ્રત પાઠક સામે ચૂંટણી હારી ગયા હતા. કન્નૌજ પહેલા અખિલેશ યાદવે પોતાના ભત્રીજા તેજપ્રતાવ યાદવને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હત પણ પછી ખુદ અખિલેશ યાદવ અહીંથી ઉમેદવાર બની જંગમાં ઝંપલાવ્યું હતું ત્યારે પત્ની ડિમ્પલ જે કરી ન શક્યા તે અખિલેશ કરી બતાવશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ જોર પકડી રહી છે.
અખિલેશ યાદવને રાજનીતિ વારસામાં મળી છે.અખિલેશ યાદવના પિતા મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.અખિલેશની માતાનું નામ માલતી દેવી છે.અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પણ રાજકારણમાં સક્રિય છે. બંનેના લગ્ન 24 નવેમ્બર 1999ના રોજ થયા હતા. તેમને બે પુત્રી અને એક પુત્ર છે.અખિલેશ પ્રથમ વખત 2000માં કન્નૌજથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ તેઓ સતત બે વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા.15 માર્ચ 2012ના રોજ અખિલેશ યાદવે 38 વર્ષની વયે ઉત્તર પ્રદેશના સૌથી યુવા મુખ્યમંત્રી બનીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો.યુપીના 20માં મુખ્યપ્રધાન અને વ્યવસાયે એન્જિનિયર અખિલેશ યાદવે સેન્ટ મેરી સ્કૂલ, ઈટાવા ખાતે શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, બાદમાં તેઓ રાજસ્થાનના ધોલપુરની ધોલપુર મિલિટરી સ્કૂલમાં જોડાયા હતા. તેમણે શ્રી જયચામરાજેન્દ્ર કોલેજ ઓફ એન્જિનિયરિંગ, મૈસુરમાંથી સિવિલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને પછી સિડની યુનિવર્સિટીમાં એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરવા ઓસ્ટ્રેલિયા ગયા હતા.પિતા મુલાયમ સિંહ યાદવના આશ્રય હેઠળ ઉછરેલા અખિલેશને પિતાની સક્રિય નિવૃતિ બાદ અનેક મોટા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. માત્ર બાહ્ય જ નહીં, પરંતુ તેમને પાર્ટીની અંદર પણ મોટાપાયે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અનેક અંગત, પક્ષના લોકો અને રાજકીય નિષ્ણાંતોએ તેમની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા, તેમની નિર્ણય ક્ષમતા પર શંકા કરી હતી તેમ છતાં અડગ નિશ્ચય અને દ્રઢતા દ્વારા અખિલેશે અનેકને ખોટા સાબિત કર્યા છે.તાજેતરના વર્ષોમાં રાજકીય હરિફાઈઓ, આંતરિક સંઘર્ષો અને પબ્લિક સ્ક્રૂટની સહિતાન અનેક અવરોધોનો તેમને સામનો કરવો પડ્યો હતો. જોકે ક્યારેય તેમણે આ અવરોધોને પોતાના લક્ષ્યની વચ્ચે ન આવવા દીધા અને દરેક આંચકાઓને જીવન વિકાસ અને શીખવાની તક તરીકે ઉપયોગ કર્યો છે. રાજકીય મહત્વાકાંક્ષાઓ સાથે કૌટુંબિક જવાબદારીઓને મહામુસીબતે તેમણે સંતુલિત કરતા શીખ્યું હતું.
12 બાળકોની યાદોમાં પરિવારોના આંસુ હજી સુકાતા નથી! પીકનીકની એ સફર મોતની સફર…
બેટ દ્વારકા બાદ હવે દ્વારકામાં દબાણો પર તંત્રની તવાઇ ગેરકાયદેસરના ધાર્મિક દબાણો સાથે મકાનો જમીનદોસ્ત…
‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’થી ટ્રેકિંગ કરવું સરળ બન્યું 8 હજારથી વધુ બસોમાં લાઈવ…
જ્ઞાતિવાદ દેશની પ્રગતિમાં બાધારૂપ સૌથી મોટું દુષણ જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી.…
કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી.ભ્રષ્ટાચારનો એક ઝાટકે છેદ ઉડાવવો શક્ય નથી ગુજરાત રાજ્ય…