અયોધ્યા દર્શનનો માર્ગ આપના દ્વાર
શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે
રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન https://yatradham.gujarat.gov.in/SRJApplicantRegistration વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા ૯૯૭૮૪ ૧૨૨૮૪ પર કૉલ કરી અરજી વિશે માહિતી મેળવી શકશે.
ભારતની સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું ખાસ મહત્વ હોય છે. દરેક નાગરિક પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે આવેલ “શ્રી રામ જન્મભૂમિ”ના દર્શન કરવાની ઇચ્છા રાખતા હોય છે. પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઇચ્છા પૂરી કરી શકતા નથી. આ બાબત ધ્યાનમાં રાખીને ખાસ કરીને ગુજરાત રાજ્યની અનુસૂચિત જનજાતિ – વનવાસી પ્રજા તેમજ અન્ય નાગરીકો માટે “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ખાતે ભગવાન “શ્રી રામ”ના દર્શન કરવાની શ્રેષ્ઠ તક ઉપલબ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૦૦૦ની પ્રોત્સાહક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે
અરજીમાં જે વ્યક્તિઓના નામ દર્શાવેલ હોય તેમણે જ યાત્રા કરવાની રહેશે. અરજી ન કરી હોય તેવી બીજી કોઈ વ્યક્તિને તેઓ સાથે લઈ જઈ શકશે નહીં. યાત્રાળુઓએ અરજી જે પરબીડિયામાં મોકલવામાં આવે તે પરબીડિયા પર “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” કયા વર્ષ____માં યાત્રા માટે અરજી કરવી છે એમ લખવાનું રહેશે. યાત્રા કરતાં પહેલાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ,ની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ની યાત્રા માટે અરજીઓ સ્વીકારી યાત્રાની મંજૂરી આપવામાં આવશે. પોસ્ટ દ્વારા પણ અરજી સ્વીકારવામાં આવશે. અરજી પ્રવાસની તારીખના ૧૦ દિવસ પૂર્વે કરવાની રહેશે.
યાત્રાના પુરાવારૂપે રેલવેની આવવા-જવાની ટિકીટ, યાત્રાના સ્થળે રોકાણના પૂરાવા/ ધર્માદા કરેલ હોય તો તેની પહોંચો/ અયોધ્યા મંદિર ખાતે મંદિર સહિતના ર થી ૩ રંગીન ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. પૂરાવા યાત્રાપૂર્ણ કર્યાના એક માસમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. અરજી સંપૂર્ણ વિગતો સાથેની નહીં હોય તો તે નામંજૂર કરવામાં આવશે. આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે. અરજીમાં યાત્રાળુઓ યાત્રા કયારે કરવા માંગે છે, તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. આ સંદર્ભે મંજૂરી મળ્યા બાદ અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન અથવા મંજૂરી મળ્યા બાદ એક માસમાં યાત્રા કરવાની રહેશે અન્યથા મંજૂરી આપોઆપ રદ્દ થયેલી ગણાશે, અને તે પછી યાત્રા કરવાની હોય તો, નવેસરથી કચેરીમાં નવી અરજી કરી મંજૂરી મેળવવાની રહેશે. આવી મંજૂરી મેળવ્યા વિના કરેલ યાત્રા માટે સહાય મળવાપાત્ર થશે નહીં. યાત્રાળુ દહનશીલ પદાર્થ કે કેફી પદાર્થ કે કોઈ પ્રતિબંધિત / ગેરકાયદેસર પદાર્થ યાત્રામાં સાથે લઇ જઇ શકશે નહીં. તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની યાદીમાં વધુમાં જણાવાયું છે
BY KALPESH MAKWANA ON DECEMBER 17, 2024
A Maestro Remembered Ustad Zakir Hussain, the legendary tabla virtuoso and cultural ambassador of…
સવારનો નાશ્તો રામગઢમાં , બપોરનું ભોજન જેસલમેરમાં અને રાતનું ભોજન જોધપુરમાં કરવાના હતા આજે…
સ્પીડ બ્રેકર સામાન્ય રીતે 3 મીટર લાંબા અને 9 ઈંચની ઉંચાઈના જરૂરી માર્ગ ઉપર દોડતી…
આજે રાજકપૂરની 100મી બર્થ એનિવર્સરી: મેરા નામ જોકર ફિલ્મ રાજ કપૂરની ખુબ નજીક રહી 14…
વડોદરા રેવન્યુ ક્રિકેટ લિગમાં કલેક્ટર કચેરીની ટીમ બની વિજેતા વડોદરા જિલ્લા મહેસુલી તંત્રની વિવિધ કચેરીમાં…
કોઈ સરહદ ના ઈસે રોકે : શિયાળા માં યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન સુરત નું…