#trending

આજના દિવસે ભારતે બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરાવ્યું હતું

 

સવારનો નાશ્તો રામગઢમાં , બપોરનું ભોજન જેસલમેરમાં અને રાતનું ભોજન જોધપુરમાં કરવાના હતા

આજે ભારત અને બાંગ્લાદેશમાં વિજય દિવસની ઉજવણી થઈ રહી છે. 16 ડિસેમ્બર 1971 દરમ્યાન ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને પરાજિત કરી પૂર્વ પાકિસ્તાનને મુક્ત કરાવ્યું હતું. આ દિવસ બાંગ્લાદેશના જન્મનો દિવસ છે. આ યુદ્ધમાં ભારતીય સશસ્ત્ર દળો અને બાંગ્લાદેશી મુક્તિ વાહિનીએ પોતાના જીવ આપ્યા હતા.16મી ડિસેમ્બરનો દિવસ તે બહાદુર સૈનિકો અને નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે.

1970 દરમિયાન પાકિસ્તાનમાં ચૂંટણીઓ યોજાઈ હતી. અવામી લીગે મોટી સંખ્યામાં બેઠકો જીતી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જો કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી આ સાથે સહમત ન હતા. તેથી તેમણે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે સ્થિતિ કથળતા સેનાનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ સમયે અવામી લીગના શેખ મુજીબુર રહેમાનની ધરપકડ કરવામાં આવી હતી. અને પૂર્વ – પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે સમસ્યાઓ શરૂ થઈ હતી. યુદ્ધની શરૂઆત પાકિસ્તાન તરફથી ભારતીય વાયુ સેનાના 11 સ્ટેશનો પર હુમલો કર્યા બાદ થઈ હતી.

વર્ષ 1970-71 દરમ્યાન પાકિસ્તાની જનરલ યાહ્યા ખાને તેના દમનકારી લશ્કરી શાસન દ્વારા પૂર્વ પાકિસ્તાનમાં સામાન્ય લોકોનો નરસંહાર શરૂ કર્યો હતો. પછી શેખ મુજીબુર રહેમાને સામાન્ય લોકોને લડવા માટે પ્રેરિત કર્યા અને મુક્તિ વાહિની સેનાની રચના કરી હતી. આ સમયે તેમણે ભારત પાસે મદદ માંગી હતી. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ભારતીય સેનાને યુદ્ધમાં જવાની મંજૂરી આપી હતી. અને ભારતીય સેનાએ 4 ડિસેમ્બરના રોજ ઓપરેશન ટ્રાઇડેન્ટ શરૂ કર્યું હતું .

3 ડિસેમ્બર 1971ના રોજ ઈન્દિરા ગાંધી જનસભાને સંબોધન કરી રહ્યાં હતાં તે સમયે પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ ભારતીય વાયુસીમા પાર કરીને પઠાણકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર, વગેરે સૈન્ય હવાઈમથકો પર બોમ્બવર્ષા કરી હતી. યુદ્વ દરમ્યાન પાકિસ્તાની સૈનિકોના કહેવા પ્રમાણે તેઓ સવારનો નાશ્તો રામગઢમાં , બપોરનું ભોજન જેસલમેરમાં અને રાતનું ભોજન જોધપુરમાં કરવાના હતા.. પરંતુ ભારતીય સૈનિકોના સાહસ આગળ તેઓ ટકી શક્યા ન હતા અને પૂર્વ પાકિસ્તાનની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એ.એ.કે. નિયાજીએ પોતાની સેનાના લગભગ 93000 સૈનિકો સાથે ભારતીય સેનાના લેફ્ટેનન્ટ જનરલ જગજીત સિંહ અરોરો આગળ ઘૂંટણિયા ટેક્યા હતાં.

16 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના કમાન્ડર જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીને આત્મસમર્પણ કરવા દબાણ કર્યું હતું. અને કમાન્ડર જનરલે ભારત અને બાંગ્લાદેશની મુક્તિ વાહિનીના સંયુક્ત દળો સમક્ષ ઔપચારિક રીતે આત્મસમર્પણ કર્યું હતું. આશરે 93,000 પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું. જે બીજા વિશ્વ યુદ્ધ પછીનું સૌથી મોટું સૈન્ય સમર્પણ હતું. પાકિસ્તાનના લગભગ આઠ હજાર સૈનિકો માર્યા ગયા અને 25 હજાર સૈનિકો ઘાયલ થયા હતા . જયારે લગભગ 3,900 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જ્યારે 9,851 ઘાયલ થયા હતા. આ સમય દરમિયાન તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનમાંથી અલગ રાષ્ટ્ર બનાવવાની જાહેરાત કરીઅને બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું

BY KALPESH MAKWANA ON DECEMBER 16, 2024

 

City Updates

Recent Posts

“છત્રપતિ શિવાજી મહારાજ: હિન્દુ સમ્રાટના શૌર્ય અને સાંકડી ઈતિહાસની યાત્રા

હિન્દ,હિન્દવી અને સ્વરાજ પણ.. ‘ધ પ્રાઇડ ઓફ ભારત-છત્રપતિ શિવાજી મહારાજ’ જેની ત્રાડથી મુગલો કાંપી ઉઠતા…

4 days ago

ગુજરાતમાં ભાજપની મહાન જીત, કોંગ્રેસ માટે મોટી ચિંતાની બાબત

હવે પાલિકા પંચાયતો પણ ભગવા'મય   સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના રોલરનીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ.66 નગર પાલિકામાંથી…

5 days ago

ગુજરાતમાં કોંગ્રેસનો પરાજય: શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં BJPનો દબદબો

શહેર બાદ હવે ગામડાઓમાં પણ કોંગ્રેસનો સફાયો   ન્યાય યાત્રામાં કોંગ્રેસે કહ્યું હતું ભાજપના પાપનો…

5 days ago

મહારાણી ચીમનાબાઈના સ્મારકો: વડોદરાની ઐતિહાસિક વારસો અને તેમના યોગદાન

મહારાણીની સ્મૃતિ જીવંત રાખતા આ સ્મારકો ચીમનાબાઈનો જન્મ શ્રીમંત સરદાર હૈબત રાવસાહિબ ચવ્હાણ મોહિતે અને…

6 days ago

વડોદરામાં પીકઅવર્સમાં ટ્રાફિક સમસ્યાઓ: વાહનચાલકોને રાહત ક્યારે?

વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.…

1 week ago

ગંગા: આદ્યાત્મિક યાત્રા અને મહાકુંભની પવિત્ર ડૂબકી

મહાકુંભમાં છે જ્યાં ડૂબકી લગાવી રહ્યા એ ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરાવશે આ અહેવાલ.  …

1 week ago