આજે છે દેવ દિવાળી : જાણો દેવ દિવાળી નું મહત્વ, દીપ દાન નું મહત્વ
દેવ દીપાવલી, જેને દેવ દિવાળી અથવા “દેવોની દિવાળી” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર કાર્તિક પૂર્ણિમાની રાત્રે ઉજવવામાં આવે છે. જે મુખ્ય દિવાળીના લગભગ 15 દિવસ પછી આવે છે. ત્યારે આ વર્ષે 15 નવેમ્બર 2024 માં દેવ દિવાળી ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ તહેવારનું ખૂબ જ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે, અને આ સમય દરમિયાન દાનવો પર દેવતાઓના વિજયની ઉજવણી કરવા માટે ગંગાના કિનારે હજારો દીવાઓ પ્રગટાવવામાં આવે છે. જે અંધકાર પર પ્રકાશ અને અધર્મ પર સદાચારની જીતનું પ્રતીક છે. તદ્પરાંત દેવ દિવાળી શિવની નગરી કાશીનો મુખ્ય તહેવાર ગણાય છે. પરંતુ હવે લોકો પવિત્ર નદીઓના કિનારે આવેલા લગભગ તમામ શહેરોમાં દેવ દિવાળી ઉજવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તમામ દેવતાઓ પણ દિવાળી ઉજવે છે.
દિવાળી અને દેવ દિવાળી : બે તહેવારોનું અનોખું મહત્વ
દિવાળી અને દેવ દિવાળી બંને હિન્દુ ધર્મના ખૂબ જ મહત્વપૂર્ણ તહેવારો હોવા છતાં તેમની ઉજવણી, થીમ અને રિવાજોમાં ઘણા તફાવત છે. દિવાળી નવા ચંદ્રની રાત્રે ઉજવવામાં આવે છે અને તે ભગવાન રામના અયોધ્યા પરત ફરવા સાથે સંકળાયેલ છે, જે રાવણ પરના તેમના વિજયને ચિહ્નિત કરે છે. બીજી બાજુ દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જે ત્રિપુરાસુર પર ભગવાન શિવના વિજય સાથે સંકળાયેલ છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે દેવતાઓને ત્રિપુરાસુર નામના વિદ્યુન્માલી, તારકક્ષ અને વીર્યવાન રાક્ષસના આતંકમાંથી મુક્ત કર્યા હતા. ત્યારે દેવતાઓએ વૈકુંઠલોકમાં દીવા પ્રગટાવીને રાક્ષસ ત્રિપુરાસુરના વિનાશની ઉજવણી કરી હતી. તેથી આ તહેવાર દેવ દિવાળી કહેવાય છે. તે દિવાળીના બરાબર 15 દિવસ પછી ઉજવવામાં આવે છે અને આ દિવસે સૌથી વધુ ભવ્યતા ભગવાન શિવની નગરી કાશીમાં છે.દિવાળી દરમિયાન મુખ્યત્વે લક્ષ્મી માતાની પણ પૂજા કરવામાં આવે છે. જે ધન અને સમૃદ્ધિની દેવી છે. જ્યારે દેવ દિવાળીમાં ભગવાન શિવની પૂજાનું પણ એટલું જ મહત્વ છે. જેમાં તેમના દિવ્ય સ્વરૂપની ઓળખ સાથે એમનું સન્માન કરવામાં આવે છે.
દેવ દિવાળીના ખાસ રિવાજો અને પરંપરાઓ
દેવ દિવાળીના આ વિશેષ તહેવારમાં ગંગાના ઘાટ પર હજારો માટીના દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. વારાણસીમાં ગંગાના કિનારે વિવિધ ઘાટો પર દીવા પ્રગટાવવાનું દ્રશ્ય અત્યંત અલૌકિક અને દિવ્ય હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે અને આ દીવાઓના પ્રકાશમાં પોતાની હાજરી નોંધાવે છે. ગંગા આરતી દરમિયાન ભગવાન શિવની વિશેષ પ્રાર્થના અને પૂજા કરવામાં આવે છે. આ પ્રસંગે ભક્તો આત્મશુદ્ધિનું પ્રતીક ગણાતી ગંગામાં સ્નાન કરે છે અને અન્નદાન કરે છે. તેમજ દેવ દિવાળીના દિવસે દીપકનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. જો તમારા ઘરમાં કોઈપણ પ્રકારની નેગેટિવ એનર્જીનો પ્રભાવ હોય તો આ દિવસે દીપદાન કરવાથી પણ તે દૂર થાય છે.
BY SHWETA BARANADA ON NOVEMBER 15,2024
‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’થી ટ્રેકિંગ કરવું સરળ બન્યું 8 હજારથી વધુ બસોમાં લાઈવ…
જ્ઞાતિવાદ દેશની પ્રગતિમાં બાધારૂપ સૌથી મોટું દુષણ જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી.…
કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી.ભ્રષ્ટાચારનો એક ઝાટકે છેદ ઉડાવવો શક્ય નથી ગુજરાત રાજ્ય…
ઉતરાયણના ઉત્સાહમાં કોઈની જીવાદોરી ન કપાય તેનું પણ ધ્યાન રાખજો? ચાઈનીઝ અને કાચથી પાયેલી દોરીથી…
આંગળીના ટેરેવે 680 સરકારી યોજનાની મેળવો માહિતી આ અહેવાલ ખુબ ઉપયોગી બની રહે તેમ છે…
ડિજિટલ ઇન્ડિયા : યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુ માત્ર એક ક્લિક ઉપર ઘરઆંગણે જ મળશે…