fbpx Press "Enter" to skip to content

આવતીકાલે કમલમમાં બેઠક…ભાજપ સંગઠન સંરચનાને થશે વિચાર વિમર્શ

કોણ બનશે ગુજરાત ભાજપ અધ્યક્ષ?

આવતીકાલે કમલમમાં બેઠક…ભાજપ સંગઠન સંરચનાને થશે વિચાર વિમર્શ

મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભવ્ય જીત અને વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગની બેનનો પાવર ઉતારતા હવે ભાજપ સંગઠનની રચનાને લઇ કવાયત શરૂ થઇ છે,ખુદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રમુખ પદ છોડવાના સંકેત આપી દીધા છે તેમજ આવતીકાલે કમલમમાં સંગઠન સંરચનાને લઇ ખાસ બેઠક યોજવા જઈ રહી છે,ત્યારે ગુજરાત ભાજપના આગામી સુકાની કોણ બનશે તેને લઇ રાજકીય બજાર ગરમાયુ છે,અનેક નામો અને દાવેદારોના દાવાઓ વચ્ચે મોદી શાહ કોના નામની આગળ આંગળી મૂકે છે તે સસ્પેન્સ બરકરાર છે,એમ પણ કહેવાય છે કે આ વેળાએ ભાજપ હાઇકમાન્ડ કોઈ વગદાર મહિલા નેતાને રાજ્યની કમાન સોંપી શકે છે કોઈ મહિલા નેતાને પ્રદેશ ભાજપના સુકાની બનવી શકાય છે.મહિલા પ્રમુખના નામની ચર્ચાને લઇ ભાજપ મોરચે પણ સળવળાટ શરુ થઈ ગયો છે,જોકે મહિલા નેતાને ભાજપની બાગડોર આપવામાં આવશે કે કેમ તે ભવિષ્યના ભીતરમાં છે,આ ચર્ચા મુજબ થઈ છે કે એકેમ તે કહેવું અત્યારે વ્હેલ કહેવાશે પણ અનેક મહિલા નેતા એવા છે કે જેમની પસંદગી થઇ શકે છે.સરકાર સાથે તાલમેલ મેળવી સાથે કામ સારી રીતે થાય તે માટે મહિલા પ્રમુખના નામની ચર્ચાઓ છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પદ છોડવાના સંકેત વાવ પેટાચૂંટણીના પરિણામ બાદ આપ્યા હતા.પાટીલે જણાવ્યું હતું કે મારી વિદાય વસમી નહીં પણ ખુશી ભરી હશે મેં બે વાર કહ્યું કે મને મુક્ત કરો અને બીજા કોઈને જવાબદારી સોંપો પરંતુ મને હવે સંકેત મળી ગયો છે. જેને તક મળશે તેના માટે એડવાન્સ અભિનંદન આપું છું.આમ પણ પાટીલને જ્યારથી જ રાષ્ટ્રીય કક્ષાએ મોટી જવાબદારી સોંપી કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારથી જ પાટીલની જગ્યાએ નવા પ્રમુખ બનવવામાં આવશે તેવી અટકળો શરુ થઇ હતી દિવાળી બાદ સંગઠનની રચના સાથે નવા પ્રમુખની પણ વર્ણીની વાતો વહેતી થઇ હતી ત્યારે પટિલનાં સાકેત સાથે જ થોડા જ દિવસોમાં ગુજરાત ભાજપને નવા સુકાનીના રૂપે પ્રદેશ પ્રમુખ મળી જશે.ભાજપ નવા સંગઠનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે,આવતીકાલે કમલમ ખાતે મહત્વની બેઠક યોજાશે. જેમા બેઠકમાં પ્રદેશ પ્રમુખ,રાષ્ટ્રીય સંગઠન ચૂંટણી અધિકારી અને ગુજરાત પ્રભારી ઉપસ્થિત રહેશે.આ સાથઈ સી.આર. પાટીલ અને ભાજપ ચૂંટણી અધિકારી રાજદીપ રોય ગુજરાત આવશે. હાલ દિલ્લીમાં બુથ લેવલે સંગઠનની ચર્ચા કરવામાં આવી રહી છે,ત્યારે કાલની બેઠકમાં જિલ્લા તાલુકા અને મહાનગર પાલિકાઓમાં પ્રમુખના નામોની ચર્ચા થઇ શકે છે. આ સાથે સાથે જ ગુજરાતના નવા પ્રમુખ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ નવા પ્રમુખના આગેવાનીમાં થાય તેવું જાણવા મળ્યું છે.

મહિલા પ્રમુખની ચર્ચાને લઇ અનેક નમોની અટકળો

પ્રમુખના નામોની અટકળો વચ્ચે ચર્ચા એવી પણ છે કે આ વખતે કોઈ મહિલા આગેવાનને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી શકે છે.જો કોઈ મહિલા પ્રમુખ હોય તો સરકાર અને સંગઠન વચ્ચે સહમતિ સાધવામાં ખાસ મુશ્કેલીઓ ન આવે અને સરકાર તેમજ સંગઠનમાં સરળતાથી તેમજ કોઈ ગુંચવણો વગર કામો આગળ વધી શકે.ભાજપના દીલ્હીના મોટા નેતાઓ ગુજરાતમાં સૌ પ્રથમ વખત મહિલા પ્રમુખની નિયુક્તિ કરીને એક નવો મેસેજ આપે તેવી અટકળોને પણ નકારી શકાતી નથી,ત્યારે કોણ મહિલા નેતાઓ આ પ્રમુખ ની રેસમાં હોય શકે છે કે જેના નામોની ચર્ચા થઇ શકે છે,મહિલા નેતાને પ્રમુખ બનાવવામાં આવે તો આ મહિલા નેતા જનરલ કેટેગરી અથવા ઓબીસી હશે! મહિલા નેતા બધાને સાથે રાખી ચાલી શકે તેવા સક્ષમ પણ હશે ત્યારે એમન કહેવાય છે કે,આ રેસમાં રંજનબેન ભટ્ટ,પૂનમબેન માડમ,દીપિકા સરવાડા,દર્શના બેન જરદોશ,રાજુલ દેસાઈ સહિત મહિલા આગેવાનોના નામોની ચર્ચા છે.હવે જોવું એ રહ્યું છે ભાજપ મહિલા નેતાને પ્રમુખ બનવે છે નહિ?

ચર્ચામાં ચલતા નામો વચ્ચે નવો ચહેરો આવે તો નવાઈ નહીં

હાલની સ્થિતિમાં પણ ભાજપના મોટા ગજાના નેતાઓ કહે છે કે, મોદી અને શાહ કોના પર પસંદગીનો કળશ ઢોળશે ત્યારે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે કહેવું વધુ મુશ્કેલ બની રહ્યું છે પણ આ વખતે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસીમાંથી હશે તેમ જાણકારોનું માનવું છે પણ ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપવા ટેવાયેલું છે. ભૂતકાળમાં અનેકવાર એવું બન્યું છે કે, જે નામ ચર્ચામાં હોય તેવા કરતા કંઈ નવા જ નામની સરપ્રાઈઝ મળે છે. તેથી રાજકીય પંડિતો પણ કોઈ ચોક્કસ નામ પર ચર્ચા કરી શક્તા નથી. છતાંય ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખના નામોને લઇ ચર્ચાઓ છે જેમાં પૂર્ણેશ મોદી, દેવુસિંહ ચૌધરી, જગદીશ પંચાલ અને મયંક નાયકના નામ ચર્ચામાં છે. તો પ્રદીપસિહ જાડેજા,રજનીશ પટેલ ગોરધન ઝડફિયા પણ આ રસમાં હોવાનું કહેવાય છે.ખેર હવે નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે તે ત્યારે જ ખબર પડશે કે કોણ પ્રમુખ બને છે.

BY DIPAK KATIYA ON NOVEMBER 26, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!