ઈ-સરકાર માં 31 લાખ ‘ઈ-ફાઈલ’ ક્રિએટ કરવામાં આવી
વર્તમાન યુગ ટેક્નોલોજીનો યુગ મનાય છે,ટચુકડા મોબાઈલમાં વિશ્વ સમાઈ રહ્યું છે તેવામાં ગુજરાત સરકારે સાસુ કરેલ ‘ઇ સરકાર’ પ્રોજેક્ટ ખુબ ઝડપી ગતિએ ઉપયોગી બની રહ્યો છે.ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને પેપરલેસ બનાવી કચેરીઓની કાર્યક્ષમતામાં વધારો કરવાની સરકારની પહેલ સમાન “ઇ-સરકાર”નો રાજ્યની સરકારી કચેરીઓ અને વિભાગોમાં સફળતાપૂર્વકનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જેના પરિણામ સ્વરુપે ઇ-સરકાર પ્રોજેક્ટમાં વર્ષ 2021 થી વર્ષ 2024 સુધી1 કરોડથી વધુ ઈ ટપાલ ક્રિએટ થઈ છે તો 31 લાખથી પણ વધુ ઈ-ફાઈલ પણ ક્રિએટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ ‘ઇ-સરકાર’ સાથે સવા લાખથી વધુ વપરાશકર્તાઓની નોંધણી થઇ છે. ત્યારે ‘ઈ સરકાર’ માટે રાજ્ય સરકારને ‘સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ’ અને ’15માં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કોન્ક્લેવ’ એવોર્ડ એનાયત કરાવમાં આવ્યો છે.
— ‘ઇ-સરકાર’ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અંતર્ગત વર્તમાન માસ દરમિયાન સુશાસન સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી રહી છે,જે અંતર્ગત રાજ્યમાં કાર્યરત ઇ-સરકાર પ્લેટફોર્મ ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકારના સુશાસનનું એક ઉત્તમ ઉદાહરણ હોવાનો દાવો કરવમાં આવી રહ્યો છે. ઇ-સરકાર પ્લેટફોર્મમાં સમગ્ર રાજ્યના તમામ 26સરકારી વિભાગો,ખાતાની વડી કચેરીઓ,કલેક્ટર કચેરીઓ, જિલ્લા વિકાસ અધિકારીની કચેરીઓ, મ્યુનિસિપલ કચેરીઓ તથા જિલ્લા અને તાલુકાસ્તરે વહીવટી કચેરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેને થકી વહીવટને પેપરલેસ બનાવવાની સાથે સાથે વહીવટમાં પારદર્શકતા અને સુગમતા લાવવાનો પ્રયાસ પણ મનાય છે.
— રેકર્ડ અને ફાઈલો હવે ‘કાયમી’ થશે!
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ઇ-સરકારમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ પણ કરવામાં આવી છે.’ઈ સરકાર’માં ડાયરેક્ટ આર.ટી.આઈના સબમિશન હેઠળ નાગરિકોને કોઈપણ ઓફિસમાં આર.ટી.આઈ. એપ્લિકેશન સીધી સબમિટ કરવાની સુવિધા મળી રહી છે. મેટાડેટા અને ટ્રાન્ઝેક્શનલ પ્રક્રિયા દ્વારા ઝડપી અને વધુ સચોટ દસ્તાવેજની પુનઃપ્રાપ્તિ થઈ શકે છે.આ ઉપરાંત ઇ-સરકારમાં વેલીડેશન અને રિપોર્ટ્સ,CMO એક્ઝિક્યુટિવ ડેશબોર્ડ સાથે એકીકરણ, સિલેકટ ઓર્ડર ફાઇલ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા “પેપરલેસ ગવર્નન્સ” પ્રણાલી અમલમાં લાવવામાં આવી છે, જેથી કોઈપણ રેકર્ડ અને ફાઈલો કાયમી સ્વરૂપે સાચવી શકાશે અને પારદર્શીતામાં વધારો થઇ શકે!
— ‘ઈ સરકાર’માં વડોદરાએ પ્રભાવિત કર્યા
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ‘ઈ સરકાર’ પ્રોજેક્ટ કામ કરી રહ્યો છે,સાથે જ ઈ સરકારનો લોકો પણ બોહોળો ઉપયોગ કરતા થયા છે,ત્યારે અન્ય જિલ્લાની તૂલના ‘ઈ સરકાર’ પ્રોજેક્ટની કામગીરીમાં વડોદરાએ પ્રભાવિત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.વડોદરા જિલ્લાની કામગીરી નોંધપાત્ર રહી છે. સમગ્ર રાજ્યમાં ‘ઇ-સરકાર’ની કામગીરીમાં વડોદરા ચોથા ક્રમે આવી છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 61500 ઇ ટપાલ અને ઇ ફાઇલ સાથે કચ્છ પ્રથમ, 49249 સાથે અમદાવાદ દ્વિતીય, 48371 સાથે ભાવનગર તૃતીય અને 47293 ઇટપાલ અને ઇફાઇલ સાથે વડોદરા ચોથા ક્રમે છે.વડોદરામાં માસિક બેઠકમાં આ પણ ‘ઈ સરકાર’ કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે
BY DIPAK KATIYA ON DECEMBER 24, 2024
મોબાઈલ ની લાઇફ વધારવા માંગો છો ? બેટરી ચાર્જ કરો આ રીતે આજે મોબાઈલ વગર…
ડિજિટલ એરેસ્ટ ની નવી મોડેસ ઓપરેન્ડી વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા સાયબર માફિયા ડિજિટલ એરેસ્ટના કેસોમાં…
થર્ટીફર્સ્ટ અગાઉ અઢળક દારૂ, ચરસ, ગાંજો ઝડપાયો રાજ્યમાં થર્ટીફર્સ્ટ ની ઉજવણી કરવા યુવાધન ઘેલું…
શું તમે પણ રાત્રે સૂતી વખતે સ્વેટર અને મોજા પહેરી સૂઈ જાઓ છો !?.. આ…
શિયાળો એટલે સ્વાસ્થ્ય અને શરીરને આખા વર્ષ માટે ચાર્જ કરવાની ઋતુ શિયાળો એટલે આખા વર્ષ…
"ગુજરાતમાં સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ: એનર્જી માટે એક સ્માર્ટ ભવિષ્ય" વીજ વિતરણ કંપનીઓની બિલિંગ સેવાઓમાં ક્રાંતિ…