ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર 2024 : ‘બ્રેન રોટ‘ : શું છે આનો મતલબ આવો જાણીએ
ત્યારે સોશિયલ મીડિયા પર વિચાર્યા વિના સતત સ્ક્રોલ કરવા માટે એક શબ્દ વપરાય છે – બ્રેઈન રોટ. જી હા ! બ્રેઇન રોટ (Brain Rot ), આ શબ્દ ને ઓક્સફોર્ડે વર્ષ 2024નો વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે.
જો વાત અટપટી લાગતી હોય તો ચાલો તેને સરળ ભાષામાં સમજીએ. શું તમને વહેલી સવારે તમારો ફોન ચેક કરવાની આદત છે? શું તમે તમારો ફોન ચેક કરતી વખતે અચાનક સોશિયલ મીડિયા પર આવી જાઓ છો? અને પછી અડધા કલાક પછી તમને યાદ આવે છે કે તમે હજુ સુધી પથારીમાંથી ઉઠી શક્યા નથી? શું તમે બેસીને, ઊભા રહીને અથવા ક્યાંય પણ સૂતી વખતે તમારા ફોન પર રીલ્સ અથવા શોર્ટ્સ સ્ક્રોલ કરવાનું શરૂ કરો છો? જો હા તો તમે મગજના સડોના એટલે કે બ્રેન રોટ ના શિકાર છો.
અલ્ગોરિધમ્સની રમતમાં ફસાય છે વ્યક્તિ નું મગજ :_
સ્ક્રોલ કરતી વખતે, તમે એ પણ જાણતા નથી કે તમે જે સામગ્રી જોઈ રહ્યા છો તે તમારા માટે ઉપયોગી છે કે નહીં. આ એ જ પરિસ્થિતિ છે જેમાં આપણે કંઈપણ સમજ્યા વગર કે વિચાર્યા વિના કન્ટેન્ટને સ્ક્રોલ કરી રહ્યા છીએ, કારણ કે તે જ સ્ક્રીન પર આવી રહ્યું છે અને તમે સોશિયલ મીડિયાની દુનિયામાં ડૂબકી લગાવી રહ્યા છો
સૌપ્રથમ 1854 માં આ શબ્દ વાપરવામાં આવ્યો હતો
બ્રેઈન રોટ શબ્દનો ઉપયોગ લગભગ 170 વર્ષ પહેલા થયો હતો. આ શબ્દનો પ્રથમ ઉલ્લેખ હેનરી ડેવિડના પુસ્તક વાલ્ડેનમાં થયો હતો, જે 1854માં લખવામાં આવી હતી. સમાજની ઉપરછલ્લીતા પર કટાક્ષ કરતાં તેમણે બ્રેઈન રૉટ શબ્દ એટલે કે માનસિક સડો શબ્દ નો ઉપયોગ કર્યો હતો.
BY SHWETA BARANDA ON DECEMBER 04, 2024
ખેતીથી દૂર ભાગતા યુવાનો માટે સતિષ પટેલ પ્રેરણારૂપ આધુનિક યુગમાં જયારે યુવાનો ખેતી છોડીને શહેરો…
બીમાર લક્ષ્મીબાઈએ કહ્યું, મારી અંત્યેષ્ઠિ નર્મદા કિનારે કરજો, પરિવારે કહ્યું, અમે જીવતા જીવ પરિક્રમા જ…
વડોદરાની 7 વર્ષની દેવાંશિકા 10 વર્ષની ખેલાડીને હરાવી TPLમાં વિજેતા બની વડોદરાની માંડ સાત…
નવું વર્ષ ઉજવવા ક્યાંક બહાર જવા ઈચ્છો છો ? તો જઈ શકો છો અહિયાં તો…
૬૩ ની ઉંમરે આરોગ્ય લાભો માટે કરે છે પ્રાકૃતિક ખેતી :જેની પાસે જમીન હોય,જેની ખેતીમાં…
કાશ્મીરમાં વધી રહેલા પ્રવાસીઓની સંખ્યાને લઇ મહત્વપૂર્ણ પ્રયાસ ટેક્સી ઉબર,ઓટો ઉબર,સ્કૂટર ઉબર તમે સાંભળ્યું હશે…