મહારાષ્ટ્રમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું,સૌથી મોટી પાર્ટી બની ઉભરી
જે દિવસની રાજકીય પક્ષો છેલ્લા 50થી વધુ દિવસથી રાહ જોતા હતા એ દિવસ આખરે આવી ગયો,એ દિવસ હતો 23 નવેમ્બરનો જયારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા. મહારાષ્ટ્રમાં 23 નવેમ્બરે નવો ઇતિહાસ લખાયો હતો મહારાષ્ટ્રની ચૂટણીં પરિણામોમાં મહાયુતીની સુનામી આવી અને આ સુનામીમાં આઘાડી પીછાડી બધા જ તણાઈ ઘર ભેગા થઇ ગયા હતા મહારાષ્ટ્રમાં મહાયુતિએ ઐતિહાસિક જીત મેળવી હતી.આ જીતનો શ્રેય અનેક લોકોને જાય છે.મહાયુતીની અથાગ મહેનતને પગલે જ આ ઐતિહાસિક જીત થૈ છે જોકે આ જીત પાછળ એક નારા નું ફેક્ટર પણ મહત્વ પૂર્ણ સાબિત થયું હોવાનું મનાય છે.’બટેગે તો કટેગે’ અને ‘એક હે તો સેફ હે’ના નારાને મહારાષ્ટ્રાએ એવું અપનાવ્યું કે,મહાયુતિની બલ્લે બલ્લે થઇ ગઈ! આમ તો લોકસભાની ચૂંટણીમાં એનડીએ એ મહારષ્ટ્રમાં નબળો દેખાવ કર્યો હતો અને વિધાનસભામાં પણ એવું જ કંઈક થશે તેવું મોટાભાગના રાજકીય પંડિતો માનતા હતા પણ મહાયુતિએ તમામ ગણિતોને ઉંધા પાડી એક બની સેફ બન્યા છે.મહારાષ્ટ્રની આ ઐતિહાસિક જીતની સાતેહ કેન્દ્રની મોદી સરકાર પણ વધુ મજબૂત બનશે.હરિયાણા બાદ મહારાષ્ટ્ર્ની આ જીત પ્રધાનમંત્રી મોદીને વધુ મજબૂત બનાવી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં આ પરિણામોની અસર દૂર સુધી જાય તેવું મનાય છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન 223 બેઠકોના આંકડાને સ્પર્શી ગયું છે.અહીં બીજેપી પોતાના દમ પર125થી વધુ સીટો જીતતી જોવા મળી રહી છે,ત્યારે રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ સહિત મહાયુતિ પાર્ટીના ઘણા નેતાઓએ આ નારા લગાવ્યા હતા.તે પૈકી નારો હતો ‘બટેંગે તો કટેંગે’ આ સૂત્ર સૌથી પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યું હતું.આ પછી પીએમ મોદીએ કહ્યું હતું કે એક હે તો સેફ હે જે બાદ મહારાષ્ટ્રમાં પણ બટેંગે તો કટેંગે’ અને એક હે તો સેફ હેન નારા સાથે મહાયુતિએ જોરદાર પ્રચાર કર્યો હતો આ દરમિયાન પરિણમોમાં પણ આ નારાની અસર જોવા મળી હોવાનું જાણકારો માને છે. મહાયુતિના શાનદાર પ્રદર્શનને જોતા એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના લોકોને આ સૂત્રો ખૂબ પસંદ આવ્યું છે.ઉલ્લેખનીય છે કે,મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટંગે’ ના નારાનો વિરોધ કર્યો હતો. ભાજપના નેતાઓનું કહેવું છે કે દેશના કલ્યાણ માટે પ્રજામાં જાતિ ભેદભાવ, અસ્પૃશ્યતા, આગળ અને પછાતનો ભેદ દૂર કરવાની સખત જરૂર છે. દરેક ધર્મના લોકોએ એક થઈને દેશના દુશ્મનો સામે લડવાની જરૂર છે.
એકનાથ શિંદે ફેક્ટર!
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતિ ગઠબંધન બમ્પર લીડ સાથે વિજય બન્યું છે. મહારાષ્ટ્રમાં આ જીત માટે અનેક લોકોની મહેનત જવાબદાર મનાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરહમંત્રી અમિત શાહથી અલી દેવેંદ્ર ફડનવીસ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ આ જીતના મુખ્ય પરિબળો પૈકી એક છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની લાડલી યોજનાએ રોલરનું કામ કરી મહાઅઘાડીઓનો સફાયો કર્યો હોવાનું પણ મનાય છે.શિંદે મરાઠા સત્રપ છે અને મરાઠા ગૌરવને જાળવી રાખવાની ભાજપની વ્યૂહરચના કામ કરી રહી છે. ભાજપ પણ સમયાંતરે એવો સંદેશો આપતી રહી કે એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બની શકે છે. MVA જારંગર પાટીલના મરાઠા આંદોલનથી ખૂબ ખુશ હતી પરંતુ ભાજપની આ વ્યૂહરચનાથી તેને ફાયદો થઈ શક્યો નહીં.બીજી શિવસેના (UBT)ને નબળી પાડવામાં પણ શિંદેએ મોટી ભૂમિકા ભજવી હતી.સામાન્ય મુંબઈકર શિંદેને મરાઠા આદરનું પ્રતિક માને છે. તેમના માટે ઠાકરે પરિવાર બહારનો બની ગયો સાથે જ દીકરી બહેન યોજના લાગુ કરવાની વ્યૂહરચના પણ કામ કરી ગઈ. સામાન્ય લોકોને લાગે છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેના કારણે તેમના ખાતામાં દર મહિને પૈસા આવવા લાગ્યા છે. જો તેઓ ફરીથી સીએમ બનશે તો તેનાથી પણ વધુ પૈસા આવશે. MVA ના ઘણા મુખ્ય મતદારોના ઘરની મહિલાઓએ મહાયુતિને મત આપ્યો કારણ કે તેમના ખાતામાં પૈસા પહોંચવા લાગ્યા. ચૂંટણીની જાહેરાતના થોડા દિવસો પહેલા ઘણા ટોલ પ્લાઝા પરથી ટોલ હટાવવો પણ અસરકારક સાબિત થયો હતો.
સંઘની સક્રિયતા ભાજપને ફળી
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કારમી હાર ભળી ભાજપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના સંબંધો સુધરવાની પહેલ કરી હતી,સંઘને સાથે રાખવાથી જ મહારાષ્ટ્રમાં વિજય મેળવી શકાશે તેવું લગતા જ ભાજપ ફરી કેવાર સંઘના શરણે ગયો હતો અને સંઘને માનવી લેવાનું કામ કર્યુ હોય તેમ લાગી રહ્યું છે. સંઘના કાર્યકર્તાઓ દરેક ઘરે ભાજપનો સંદેશો લઈ જઈ રહ્યા હતા અને જનતાને લોકસભા ચૂંટણીના પરિણામોમાંથી શીખવા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને મત આપવા અપીલ કરી રહ્યા હતા. પેમ્ફલેટમાં લોકોને લેન્ડ જેહાદ, લવ જેહાદ, ધર્મ પરિવર્તન, પથ્થરમારો અને રમખાણો વગેરે વિશે જણાવવામાં આવ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાં જ લોકોને દેવેન્દ્ર ફડણવીસે 2019માં આપેલા આ નિવેદનને ફરીથી યાદ કરવામાં આવી રહ્યું છે. તેમનો જૂનો વીડિયો આજે શેર થવા લાગ્યો છે. ત્યારબાદ સ્થિતિ એવી બની કે સીએમ ફડણવીસને ડેપ્યુટી સીએમ બનવું પડ્યું. પરંતુ આજે તેઓ મહારાષ્ટ્ર ભાજપના કરિશ્માઈ ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. તેમણે જંગી જીત હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ચર્ચા શરૂ થઈ છે કે શું તે મહાસાગર ફરી પાછો ફરી રહ્યો છે,ટાયરે શું દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ મેળવવા જઈ રહ્યા તેવી અટકળો પણ જોર પકડી રહી છે?ભાજપ અત્યારે સીધું કહી રહ્યું નથી પરંતુ આંતરિક રીતે ચર્ચા થઈ રહી છે કે ભાજપ સૌથી મોટી પાર્ટી હોવાથી સીએમ પણ તેનો સીએમ હોવો જોઈએ. છેલ્લી વખત જ્યારે ફડણવીસને ડેપ્યુટી બનવું પડ્યું ત્યારે પરિસ્થિતિ અલગ હતી. શિવસેના તૂટી ગઈ હતી અને રાજકીય વ્યૂહરચના તરીકે શિંદે સેના પર સમાન ધ્યાન આપવું જરૂરી હતું પરંતુ આ વખતે કોઈ મજબૂરી નથી.
BY DIPAK KATIYA ON NOVEMBER 23, 2024