Story

કર્મચક્રના ફળે લાલાના ધૈર્ય અને રાજાના પસ્તાવાની અનોખી ગાથા

લાલાના ગાડાએ યમનગર ફેરવ્યું રામરાજ્યમાં

આમ, ફરી એક્વખત ત્રિકમ રાજાના મનસ્વી નિર્ણયનો ભોગ જનતા બની હતી. પરંતુ, રાજાના આવા નિર્ણયથી ડઘાયેલો લાલો નુકશાનીથી ચિંતિત હતો. લાલાને વિચાર પરેશાનીમાં મુકતા કે , હવે રામસીંગ ખેડૂતના અનાજની ભરપાઈ કેવી રીતે કરવી. રાજાના નિર્ણયની જાણ રામસિંગને થતા તેણે લાલાને આશ્વાસન આપ્યું કે, મારા નુક્શાનની ચિંતા છોડી દે… તને કે મને આ નુકશાનીનો જે માર વેઠવો પડે તે જોવાઈ જશે. હાલ તારા ગાડાનું સમારકામ કરી ફરી કામે જોતરાઈ જા. ગાડું રીપેર થતા લાલો ફરી કામે વળગી ગ્યો. જો કે , હજુ પણ તેને ચિંતા સતાવી રહી હતી કે, રાજા મને કોટડીમાં ન પુરી દે અને ફરી કોઈ આવી ઘટના ઘટે તો?…

 

તેવામાં ઘડી આવી લાલાના પરીક્ષણની… લાલાની પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં રાજાના વૈદ્ય રાજન અને મહાવત સાજનએ લાલાને તેની તરફેણમાં ન્યાય જોઈતો હોય તો વળતરમાં બળદગાડાની માંગણી કરી. જો કે, લાલાએ મનોમન બે દિ કારાવાસ ભોગવવાનું મન બનાવી લીધું હતું. અને ગાડું આપવાનો ઇન્કાર કરી પરીક્ષણ માટે સજ્જ થયો. પરીક્ષણ બાદ રાજન, સાજન અને લાલો રાજાના દરબારમાં હાજર થયા. જ્યાં રાજને જણાવ્યું , લાલાની દ્રષ્ટિ બરાબર છે પરંતુ બળદને રાત્રીના સમયે ઓછું દેખાતું હોય તેવું જણાયું છે. જયારે સાજને જણાવ્યું, લાલાએ વાંકુચૂકું ગાડું હાંક્યું છે. ખરેખર પહાડી માર્ગ હોવાથી આમ બન્યું હતું તેની સાજનને જાણ હતી પરંતુ કટકી ન મળતા લાલાની વિરુદ્ધમાં કાર્ય કર્યું. વાત સાંભળી ,રાજાએ લાલાને ધકેલ્યો બે દિ કારાવાસની સજા ભોગવવા…

સજા ભોગવી પાછો આવેલ લાલો જીવનથી ભાંગી ગયેલ જણાતો હતો. મજબૂત મનોબળ ધરાવતા લાલાને રાજાના તાપથી જનતાને બચાવવાનો કીડો સળવળ્યો હતો. પણ પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય તેમ જાણી તેણે ભગવાનના ભરોસે નિર્ણય મૂકી દીધો હતો. હવે દિવસ – રાત કામ કરી લાલો બચત મુજબ રામસિંગના નુકશાનની ભરપાઈ કરતો. આ વખતે નજીકના ધનવાન ગણાતા વૈકુંઠ રાજ્યમાં રાજાએ પોતાની દિવ્યાંગ પુત્રી માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું. મારા પુત્રનો વિવાહ અહીં થઇ જાય તો હું વધુ ધનવાન બની જઈશ. તેવા વિચાર સાથે રાજા ત્રિકમ પુત્ર સાથે પોતાના રથમાં સવાર થઇ નીકળ્યા.

 

રાજા શાહી ઠાઠ બાઠ સાથે પસાર થતા રાજાના રથ નગરનું પૈડું નગરના પ્રવેશદ્વારે જ્યાં લાલો બળદગાડા સાથે પટકાતો હતો તે જ સ્થળે ચોક્કસ સમારકામના અભાવે ખુંપી જતા રથ પલ્ટી જતા રાજા ત્રિકમ પુત્ર સાથે ધડામ દઈ નીચે પટકાયા હતા. જેમાં રાજા સામાન્ય ઘવાયા હતા. પણ કર્મચક્રનું ફળ આડે આવ્યું હોય તેમ આ સમયે રાજકુમાર ઘોડાની નીચે દબાઈ જતા રાજા ત્રિકમનો એકનો એક પુત્ર મણકા ભાંગી જતા આજીવન પથારીવશ બન્યો હતો. અને રાજાને પોતાની ભૂલ સમજાતા પોતાના કર્મની સજા વ્હાલા પુત્રને મળતા ભાંગી પડ્યો . હવે રાજાના મનમાં પશ્ચાતાપ અને પ્રાયશ્ચિતની ભાવના જન્મતા રાજા ગરીબ લાલાની ઝૂંપડીએ દોડી ગયા.

 

લાલાને સમગ્ર વાતનો ખ્યાલ હતો. પણ, લાલાએ પોતાની ઝૂંપડીમાં રાજાને જોઈ હરખઘેલો બની સેવાચાકરી કરતા રાજાની આખો છલકાઈ ઉઠી. રાજાએ લાલાની માફી માંગવા સાથે લાલાના નુકશાનીની ભરપાઈ સજાના ભાગરૂપે સેનાપતિ હસમુખ, કારીગર ચમન, કડિયો ચંદુ પાસેથી કરાવી , રાજન-સાજન સાથે તમામને કારાગારમાં ધકેલી દીધા. હવે રાજા ત્રિકમ પક્ષપાત વિના તટસ્થ નિર્ણયો કરતા યમનગર રામરાજ્યમાં ફેરવાયું હોય તેમ પ્રજાની યાતનાનો અંત આવ્યો.

BY KALPESH MAKWANA ON NOVEMBER 16, 2024

City Updates

Recent Posts

“છત્રપતિ શિવાજી મહારાજ: હિન્દુ સમ્રાટના શૌર્ય અને સાંકડી ઈતિહાસની યાત્રા

હિન્દ,હિન્દવી અને સ્વરાજ પણ.. ‘ધ પ્રાઇડ ઓફ ભારત-છત્રપતિ શિવાજી મહારાજ’ જેની ત્રાડથી મુગલો કાંપી ઉઠતા…

2 days ago

ગુજરાતમાં ભાજપની મહાન જીત, કોંગ્રેસ માટે મોટી ચિંતાની બાબત

હવે પાલિકા પંચાયતો પણ ભગવા'મય   સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના રોલરનીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ.66 નગર પાલિકામાંથી…

3 days ago

ગુજરાતમાં કોંગ્રેસનો પરાજય: શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં BJPનો દબદબો

શહેર બાદ હવે ગામડાઓમાં પણ કોંગ્રેસનો સફાયો   ન્યાય યાત્રામાં કોંગ્રેસે કહ્યું હતું ભાજપના પાપનો…

3 days ago

મહારાણી ચીમનાબાઈના સ્મારકો: વડોદરાની ઐતિહાસિક વારસો અને તેમના યોગદાન

મહારાણીની સ્મૃતિ જીવંત રાખતા આ સ્મારકો ચીમનાબાઈનો જન્મ શ્રીમંત સરદાર હૈબત રાવસાહિબ ચવ્હાણ મોહિતે અને…

4 days ago

વડોદરામાં પીકઅવર્સમાં ટ્રાફિક સમસ્યાઓ: વાહનચાલકોને રાહત ક્યારે?

વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.…

6 days ago

ગંગા: આદ્યાત્મિક યાત્રા અને મહાકુંભની પવિત્ર ડૂબકી

મહાકુંભમાં છે જ્યાં ડૂબકી લગાવી રહ્યા એ ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરાવશે આ અહેવાલ.  …

6 days ago