બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2436 મતોથી વિજય થયો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતાં લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો. નોંધનીય છે કે, વાવ વિધાનસભા બેઠક રાજકીય પક્ષો માટે જાણે કે વટનો સવાલ બની હોય તેવું ચિત્ર ઉભું થયું હતું. અગાઉ કોંગ્રેસ અને અપક્ષ પણ આ બેઠક પર જીતનો દાવો કર્યો હતો. જોકે અંતિમ પરિણામ ભાજપના પક્ષમાં રહ્યું હતું.ગુજરાત વિધાનસભામાં ભાજપે રેકોર્ડતોડ બેઠક મેળવી છે અને કોંગ્રેસે રેકોર્ડતોડ બેઠક ગુમાવી છે. આંકડાઓની દ્રષ્ટિએ જોઈએ તો એક બેઠકની વધઘટથી બહુ ઝાઝો ફેર પડવાનો નથી, તેમ છતા વાવ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો સોગઠાં ગોઠવ્યા હતા.
– ત્રિપાંખિયો જંગ રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો
ગત લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી હતી, જેને લઈને વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત, ભાજપે સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાંથી માવજી પટેલે ચૂંટણી લડી હતી. આ ત્રિપાંખિયો જંગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. ટિકિટ ના મળતા નારાજ માવજી પટેલ અપક્ષમાંથી ઉતર્યા બીજી તરફ ગુલાબસિંહ રાજપૂત માટે ગેનીબેને ચૂંટણી રેલીઓ યોજી હતી. જ્યારે સ્વરૂપજીને જીતાડવા માટે ભાજપે પણ તનતોડ મહેનત કરી હતી.
– ઠાકોર સમાજના અગ્રણી છે સ્વરૂપજી
વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજીને જીતાડવા માટે ખુદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ અને હર્ષ સંઘવી સહિતના ટોચના નેતાઓ મેદાને ઉતર્યા હતાં. સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.
– માવજીભાઈનું બેટ ન ફાવ્યું
માવજીભાઈ પટેલ 1990માં ભારતીય જનતા દળમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને ચૌધરી પટેલ સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવે છે. ભાજપે માવજીભાઈ પટેલને ટિકિટ ન આપતા તેઓએ બળવો કરીને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને આ ચૂંટણીમાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો.
– વાવ બેઠકના જાતિગત સમીકરણ
વાવ વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 3,10,681 મતદારો છે. જેમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, ત્યારબાદ રાજપૂત અને ચૌધરી સમાજનું વર્ચસ્વ જોવા મળે છે.
– વર્ષ 2022માં વાવ વિધાનસભાનું પરિણામ
વાવ વિધાનસભા બેઠકના વર્ષ 2022 ના પરિણામ જોઈએ તો આ ચૂંટણીમાં 6 ઉમેદવારો ઉભા રહ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી સરદારજી, અમીરમભાઇ આશલ, શાંતિભાઇ રાઠોડ, નયનાબેન પરમાર અને ભેમજીભાઇ પટેલ ચૂંટણી લડી હતી. જેમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા. તથા ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી સરદારજીને 86,912 મત મળ્યા હતા. જેમાં તેઓ 15,601 લીડથી આગળ રહ્યા હતા.
BY KALPESH MAKWANA ON NOVEMBER 23, 2024
મહારાષ્ટ્રમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું,સૌથી મોટી પાર્ટી બની ઉભરી જે દિવસની રાજકીય પક્ષો છેલ્લા 50થી…
- સરકારની મહત્વની પોલિસીનું ઉલ્લઘન નવા રસ્તાના નિર્માણનો વખત આવે ત્યારે સૌ પ્રથમ તેની ભૂગર્ભ…
સંગીત એક થેરેપી : માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી દેશ અને વિદેશમાં થયેલા ઘણા સંશોધનો પુષ્ટિ…
મહાનગરોમાં માર્ગો અને બિલ્ડીંગો પર હોડિગ્સની હારમાળા જોખમી બને છે..!? રાજયમાં હોડિગ્સનો વિવાદ નવો…
એક્ઝિટપોલ પર હવે ભરોસો ઓછો થઇ રહ્યો છે ગતરોજ દેશના બે રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ,જેમાં…
ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ વધવાના કારણો ભારતમાં લગ્નને સાત જન્મોનો સંબંધ માનવામાં આવે છે. કારણકે ભારત…