Categories: #trending

ચાંદીપુર બીચ: જ્યાં દરિયાનું પાણી દિવસમાં બે વાર અદૃશ્ય થાય છે!

ઓરિસ્સાના ચાંદીપુર બીચ પર સમુદ્ર ગાયબ થાય છે

ફડણવીસે કહ્યું કે ‘મેરા પાણી ઉતારતા દેખ યહાં ઘર મત બસા લેના મેં સમુન્દર હું વાપસ આવું ગા’ ત્યારથી સમુદ્રના પાણીની ને લઈને પણ લોકોમાં ચર્ચા છે ત્યારે આપને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવો દરિયો છે જણે બીચ પરથી પાણી દિવસમાં બે વખત ગાયબ થાય છે.ભારત સરકાર આપ પણ પર્યટન વધારવા બીચોને વધુ આધુનિક બનવવામાં ને તેના વિકાસ માટે સતત મહેનત કરી રહ્યું છે,તેવામાં ભારતના આ અનોખો બીચને લઇ લોકોમાં કુતુહલ જાગ્યું છે.લોકો સોશિયલ મીડિયામાં આ બીચને જાણવા સર્ચ કરી રહ્યા છે,અમે પણ વાંચકોએ અનોખા બીચ વિષે જાણકારી આપી તેના વિષે માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતના નવ રાજ્યોમાં અલગ લેગ જગ્યાએ બીચ છે,જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને ગોવા બીચ આવેલ છે.

ભારતની કુલ તટીય સરહદની વાત કરીએ તો તે 7516 કિલોમીટર છે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે જોડાયેલી છે. તેમાંથી લગભગ 5000 કિમી રાજ્યની દરિયાઇ સરહદ અને લગભગ 2000 કિમી કેન્દ્રશાસિત પ્રદેશ છે. ભારતના દરિયાકિનારા તેમની ખાસ પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા છે. આ જ કારણ છે કે દર વર્ષે દેશી અને વિદેશી પર્યટકો અહીં પર્યટન માટે આવે છે. તમે પણ અલગ-અલગ બીચ વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે. કેટલાક દરિયા કિનારાની પણ મુલાકાત લીધી હશે. જો કે, શું તમે જાણો છો કે ભારતમાં એક એવો બીચ છે જ્યાં દિવસ દરમિયાન અચાનક પાણી ગાયબ થઈ જાય છે. અહીની ખાસ વાત એ છે કે આ ઘટના એક નહીં પરંતુ દિવસમાં બે વાર બને છે, ત્યારબાદ સ્થાનિક લોકો દરિયા કિનારે પોતાના વાહનો ચલાવે છે. આ કયો બીચ છે અને તેની પાછળની કહાની શું છે ચાલો જાણીએ

સમુદ્ર કયા કિનારે અદૃશ્ય થઈ જાય છે?

હવે સવાલ એ છે કે ભારતમાં કયા બીચ પર દરિયો ગાયબ થઈ જાય છે, તો ચાલો તમને જણાવી દઈએ કે ભારતના ઓરિસ્સાના ચાંદીપુર સ્થિત બીચ પર સમુદ્ર ગાયબ થઈ જાય છે. આ પછી, લોકો અહીં બીચ પર સરળતાથી ચાલવા જાય છે. આ સાથે કેટલાક લોકો અહીં દરિયાના તળિયે પિકનિક કરવા પણ આવે છે.

— સમુદ્ર 5 કિલોમીટરની ત્રિજ્યા સુધી અદૃશ્ય થઈ જાય છે

ચાંદીપુરમાં બીચ પર લગભગ 5 કિલોમીટર સુધી દરિયાનું પાણી ગાયબ થઈ જાય છે, ત્યારબાદ લોકો માટે મોટો વિસ્તાર ઉપલબ્ધ છે. દરિયાનું પાણી અદૃશ્ય થઈ ગયા પછી દરિયાઈ જીવો પણ અહીં દરિયાકિનારે સરળતાથી જોઈ શકાય છે. લોકો અહીં પર્યટન માટે પણ આવે છે. આ ઘટના દિવસમાં બે વાર બને છે.

 દરિયાનું પાણી કેમ અદૃશ્ય થઈ જાય છે?

હવે તમે વિચારતા હશો કે દરિયા કિનારે પાણી કેમ ગાયબ થઈ જાય છે. વાસ્તવમાં, અમે તમને જણાવીએ કે જ્યારે અહીં દરિયામાં ભરતી આવે છે, ત્યારે તે દરિયાના પાણીને કિનારે લાવે છે. તે જ સમયે, જ્યારે ભરતી ઓછી થાય છે, ત્યારે સમુદ્રનું પાણી 5 કિલોમીટર સુધી પીછેહઠ કરે છે અને કિનારો સંપૂર્ણપણે ખાલી થઈ જાય છે.આ રીતે ફરી ભરતી વધે ત્યારે દરિયાનું પાણી ફરી કિનારે આવે છે. અહીંના સ્થાનિક લોકો આ ઘટનાનો ચોક્કસ સમય જાણે છે, જેના કારણે તેઓ આ સમયે દરિયા કિનારે પહોંચી જાય છે અને દરિયા કિનારે ફરે છે

 

BY DIPAK KATIYA ON DECEMBER 8, 2024

City Updates

Recent Posts

IPLથી ઓલિમ્પિક સુધી: 2024માં ભારતે ગુગલ પર શું વધુ શોધ્યું?

2024માં વધુ ને વધુ ગુગુલમાં શું સર્ચ થયું?  થોડા દિવસો બાદ આપણે નવા વર્ષમાં પ્રવેશ…

16 hours ago

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી: માનવ જીવન માટે શ્રેષ્ઠ માર્ગદર્શન

આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ દુનિયાનો એક માત્ર ગ્રંથ એવો છે કે જેની જયંતિ ઊજવાય…

17 hours ago

જ્યારે બોલીવૂડ સ્ટાર્સ માટે 2024 બન્યું માતા-પિતા બનવાનું વર્ષ

  જ્યારે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે 2024 વર્ષ પૂરો થવામાં ફક્ત 21 દિવસ…

2 days ago

શિયાળુ સત્રમાં ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ સંસદમાં રજૂ થઇ શકે છે!

સતત હંગામો વચ્ચે બિલ રજુ થવાની આશાઓ ખુબ ધુંધળી સંસદના બંનેય ગૃહમાં ચાલી રહેલા હંગામાઓ…

2 days ago

વિશ્વામિત્રી નદી ક્યારે સુંદર બનશે ?

વિશ્વામિત્રી નદી ક્યારે સુંદર બનશે ? વિશ્વામિત્રીની વાત આવે એટલે "આ લાંબાગાળાનું આયોજન" જણાવી અનેક…

3 days ago

PMJAY યોજનામાં ગેરરીતિ: 5 હોસ્પિટલ સસ્પેન્ડ, શું મેડિકલ માફિયાઓ સામે તવાઈ ફેલાઈ રહી છે?

દેર આયે દુરસ્ત આયે..!? સરકાર જાગી, PMJAYને લૂંટ'JAY બનાવનારા પર તવાઈ શરૂ.ગેરરીતિ બદલ રાજ્ય સરકારે…

3 days ago