fbpx Press "Enter" to skip to content

જ્યારે બોલીવૂડ સ્ટાર્સ માટે 2024 બન્યું માતા-પિતા બનવાનું વર્ષ

 

જ્યારે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે 2024 વર્ષ પૂરો થવામાં ફક્ત 21 દિવસ બાકી રહે છે. એમ તો 2024 વર્ષ ઘણું યાદગાર રહ્યું છે. દરેક ના જીવન માં કભી ખુશી કભી ગમ જેવા ઘાટ પણ સર્જાયા છે. પરંતુ જો અહી વાત કરવામાં આવે ફિલ્મ સેલેબ્સ ની તો 2024 એમના માટે ખુશીઓ ની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું છે. કારણ કે 2024 માં જાણીતા સેલેબ્સ બન્યા છે પહેલીવાર પેરેંટ્સ.

  1. રિચા ચઢ્ઢા અને અલી ફઝલ

ફુકરે ફિલ્મના સહ કલાકારો અને પતિ-પત્ની રિચા ચઢ્ઢા અને અલી ફઝલના ઘરે આ વર્ષે દિકરીનો જન્મ થયો હતો. અલી અને રિચાની દિકરીનો જન્મ 16 જુલાઈએ થયો જેનું નામ તેઓએ જુનેયરા ઈદા રાખ્યું છે. અલી અને રિચાએ તેમની દીકરીના પગની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ફેન્સ ને આ ખુશી ના સમાચાર આપ્યા હતા.  

  1. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

આ વર્ષે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે પણ 8 સપ્ટેમ્બરે દીકરી દુઆનો જન્મ થયો હતો. તેઓએ પણ માતા-પિતા બનવાનો આનંદ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ની જેમ સોશિયલ મીડિયા પર દીકરીના પગ નો ફોટો મૂકી લખ્યું, “તે અમારી દુઆઓનો જવાબ છે. અમારા હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું  છે.”

  1. અભિનેતા વરુણ ધવન અને નતાશા દલાલ

અભિનેતા વરુણ ધવન અને નતાશા દલાલે પણ આ વર્ષે એક દિકરીનું સ્વાગત કર્યું છે. 3 જૂનના રોજ.  વરુણ ધવન અને નતાશા દલાલને ત્યાં એક પુત્રીનો જન્મ થયો. જેનું નામ રાખવામાં આવ્યું લારા. પુત્રીના જન્મ પછી વરુણે પોસ્ટ કરતા લખ્યું, “અમારી દિકરી આવી ગઈ છે, તમામનો માતા અને બાળકને શુભકામનાઓ આપવા  માટે આભાર.”

  1. વિક્રાંત મૈસી અને શીતલ ઠાકુર

આ વર્ષે ’12th ફેલ’ સ્ટાર વિક્રાંત મેસીના ઘરે 7 ફેબ્રુઆરીએ એક પુત્રનો જન્મ થયો હતો. વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરે પોતાના પુત્રનું નામ વરદાન રાખ્યું છે. પુત્રના નામ અંગે વિક્રાંત અને શીતલ જણાવે છે કે આ ખરેખર કોઈ વરદાનથી ઓછું નથી.

By Shweta Baranda on December 10, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!