#trending

ડિજિટલ એરેસ્ટ અને વર્ચ્યુઅલ નંબરથી થતા સાયબર અપરાધ: એ અનોખું ખતરું

ડિજિટલ એરેસ્ટ ની નવી મોડેસ ઓપરેન્ડી

વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા સાયબર માફિયા

ડિજિટલ એરેસ્ટના કેસોમાં હવે સાયબર અપરાધીઓ દ્વારા નવા પ્રકારની મોડેસ ઓપરેન્ડી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં સાયબર અપરાધીઓ દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે, અત્યાર સુધી સાયબર અપરાધીઓ દ્વારા વિવિધ પ્રકારના સાઇબર ક્રાઇમ આચરવા માટે સીમકાર્ડ નો ઉપયોગ કરવામાં આવતો હતો, જે સીમકાર્ડ ભારતીય નાગરિકના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખોટી રીતે મેળવાયેલા હતા, જ્યારે સરકાર દ્વારા આવા ઘણા બધા સીમકાર્ડ બ્લોક કરવામાં આવ્યા બ્લોક કરવામાં આવ્યા લાખોની સંખ્યામાં whatsapp નંબર બ્લોક કરવામાં આવ્યા, સાયબર અપરાધીઓ દ્વારા હવે નવો કિમીઓ અપનાવવામાં આવી રહ્યો છે અને જેમાં તેઓ વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને હવે ડિજિટલ એરેસ્ટ પ્રકારના ખતરનાક સાઇબર ક્રાઇમને અંજામ આપી રહ્યા છે.

છેલ્લા ત્રણ ચાર દિવસથી વડોદરા સહિત ગુજરાતના યુઝર્સને +870 સિરીઝથી શરૂ થતા નંબરથી કોલ આવી રહ્યા છે, જ્યારે આ નંબરની સિરીઝનું 360 ડિગ્રી ટેકનિકલ માઈક્રો એનાલીસીસ કર્યું ત્યારે ખબર પડી કે +870 સિરીઝ કુલ બે બાબતોને લાગુ પડે છે. વેબસાઈટના માધ્યમથી મેળવવામાં આવતા વર્ચ્યુઅલ નંબર, સેટેલાઈટ ફોન નો ઉપયોગ…360 ડિગ્રી માઈક્રો એનાલીસીસમાં એ બાબત પણ સામે આવી એવી ઘણી વેબસાઈટો છે જે વર્ચ્યુઅલ નંબરની સુવિધા આપી રહી છે, અને આવી વેબસાઈટ જે નજીવી કિંમતે અથવા મફતમાં વર્ચ્યુઅલ નંબરની સુવિધા પ્રદાન કરી રહી છે જેનો સાયબર અપરાધીઓ ફાયદો ઊંચકી રહ્યા છે.

જો તમે તમારા મોબાઈલ પર +870 સિરીઝથી શરૂ થતો કોલ રીસીવ કરો છો, તો તે નંબર એક સાઇબર અપરાધી તરફથી આવેલો કોલ હોઈ શકે છે, જેમાં માત્ર તમને અલગ અલગ પ્રકારની ધમકી આપીને તમારા પૈસા લૂંટવાનો કારસો છે, સાયબર અપરાધીઓ મોટેભાગે ભય બતાવીને જ રૂપિયા પડાવતા હોય છે, તો જો કોઈ વ્યક્તિ પોલીસના નામથી સીબીઆઇ ઓફિસર ના નામથી કસ્ટમ ઓફિસર ના નામથી તમને કોલ કરે છે અને એ પણ ઇન્ટરનેશનલ નંબર પરથી તો તે સમયે અત્યંત જાગૃત રહેવાની જરૂર છે, અને ભયમાં આવીને કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહાર કરવા નહીં, અને બીજી એક બાબતનું એ ધ્યાન રાખવું કે આપણા કાયદામાં ડિજિટલ અરેસ્ટ એવો કોઈ પ્રકાર જ નથી, અને એ વાતનું પણ ધ્યાન રાખવું ક્યારેય પોલીસ, cbi ,cid કે કસ્ટમ અધિકારીઓ આવો ઇન્ટરનેટ આધારિત કોલ કરતા હોતા નથી, આવા કોલ થી ગભરાયા વગર ઈ-લડત આપવાની જરૂર છે, અને તમામ લોકોને જાગૃત કરવાની જરૂર છે.

વર્ચ્યુઅલ નંબર્સનો સંચાર સાથી ની વેબસાઈટ ઉપર રિપોર્ટ કરવો અત્યંત આવશ્યક છે. જેનો સંચાર સાથીની વેબસાઈટ પર આવેલ ચક્ષુ પોર્ટલ ઉપર રિપોર્ટ થઈ ચૂકેલ છે, પરંતુ વર્ચ્યુઅલ નંબર ની ખાસ વાત એ છે તે જે વેબસાઈટના માધ્યમથી જનરેટ કરાતા હોવાથી તે અમર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ છે, પરિણામે આવી વેબસાઈટ પર નિયંત્રણ આવવું હવે ના સમયમાં અત્યંત જરૂરી છે.

BY KALPESH MAKWANA ON DECEMBER 22, 2024

City Updates

Recent Posts

આ બજારનું નામ ‘હાથીખાના’ કેમ પડ્યું ?

"એક દુનિયા આ પણ" આ બજારનું નામ 'હાથીખાના' કેમ પડ્યું ? અહીં એક સમયે હાથગાડા…

4 hours ago

‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્રની ખુબ જ આગવી સંસ્કૃતિ રજુ કરે છે

  પ્રજાસતાક પરેડમાં ગુજરાતનો પ્રખ્યાત ‘મણિયારા રાસ નૃત્ય’નો ટેબ્લો. ‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્રની ખુબ જ…

5 hours ago

પ્રયાગરાજ ના મહાકુંભમાં 30 લાખ ગુજરાતીઓ ઉમટ્યા

મહાકુંભમાં 30 લાખ ગુજરાતીઓ ઉમટયા!   શાહી સ્નાનમાં કરવામાં પણ ગુજરાતી યાત્રાળુઓમાં ઉત્સાહ.મહાકુંભમાં આવતા યાત્રાળુઓમાં…

1 day ago

સૂર્યકિરણ એરોબેટિક ટીમના 2025ના હવાઈ પ્રદર્શન માટે ગુજરાતમાં તૈયારીઓ

સૂર્યકિરણ એરોબેટિક ટીમ. ગુજરાત ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હવાઇ પ્રદર્શન શો. ભારતીય વાયુસેનાની…

1 day ago

હરણી બોટ કાંડ પ્રથમ વરસી! ન્યાય માટે તરસતી આંખો!

  12 બાળકોની યાદોમાં પરિવારોના આંસુ હજી સુકાતા નથી!   પીકનીકની એ સફર મોતની સફર…

4 days ago

જાણો, દ્વારકામાં કેમ ચાલી રહ્યા છે “દાદા”ના બુલડોઝર

બેટ દ્વારકા બાદ હવે દ્વારકામાં દબાણો પર તંત્રની તવાઇ ગેરકાયદેસરના ધાર્મિક દબાણો સાથે મકાનો જમીનદોસ્ત…

4 days ago