fbpx Press "Enter" to skip to content

“ડિવોર્સ ટેમ્પલ” : જ્યાં એક સમયે મહિલાઓ ને મળતો હતો ન્યાય

“ડિવોર્સ ટેમ્પલ” : જ્યાં એક સમયે મહિલાઓ ને મળતો હતો ન્યાય

ડિવોર્સ ટેમ્પલ’ આ સાંભળીને જ વિચિત્ર લાગે. પણ ખરેખર આવું ટેમ્પલ એટલે જેને ડિવોર્સ ટેમ્પલના નામથી ઓળખવામાં આવે છે તે આવેલું છે જાપાનમાં. લગભગ 600 વર્ષ જૂના માત્સુગાઓકા ટોકેઈ-જી આશ્રમ “ડિવોર્સ ટેમ્પલ” ના નામથી જાણીતું છે. માત્સુગાઓકા ટોકેઈ-જી આશ્રમ (Matsugaoka Tokei-ji) એ જાપાનના કમાકુરા શહેરમાં આવેલું એક પ્રખ્યાત બૌદ્ધ આશ્રમ છે.  જેને લોકભાષામાં “ડિવોર્સ ટેમ્પલ” તરીકે ઓળખવામાં આવે છે. મંદિરની આસપાસ સુંદર બગીચાઓ પણ આવેલા છે.

મંજુ-શિનની, જે હોજોજી શાસનકર્તા ટોકિમુનેના પતિની વિધવા હતા, તેમણે આ આશ્રમ શરૂ કર્યો હતો. આ આશ્રમ ખાસ કરીને એવી મહિલાઓને આશરો આપતું હતું, જે પોતાના દૂ:ખદાયી લગ્નમાંથી મુક્ત થવા માંગતી હતી. આ મંદિરનો ઇતિહાસ અને તેની સેવાઓનો મહિમા તે જાપાનની સમુદાય પરંપરાઓ અને નારી સશક્તિકરણ માટેના મહત્વપૂર્ણ યોગદાનને ઉજાગર કરે છે.

આ ઐતિહાસિક બૌદ્ધ મંદિર તે સમયનું છે,. જ્યારે સ્ત્રીઓને કોઈ અધિકારો નહોતા અને જાપાનમાં ‘છૂટાછેડા’ માટેની કોઈ જોગવાઈઓ ન હતી. તે યુગ દરમિયાન તેમના અપમાનજનક પતિઓથી આશ્રય શોધતી સ્ત્રીઓને આ મંદિરમાં આશરો મળતો હતો. જો તે આશ્રમમાં 2-3 વર્ષ રહી, તો તેમનું છૂટાછેડાનું સ્વીકાર્ય બને તે સુનિશ્ચિત કરાતું હતું.

કાનૂની માન્યતા:

આ આશ્રમ બૌદ્ધ ધર્મના આદર્શોના આધારે ન્યાયિક સત્તા ધરાવતો માનવામાં આવતો હતો. એટલે કે આ મંદિર ને કાનૂની માન્યતા મળી હોય છૂટાછેડાના પ્રક્રિયા સરળ રીતે થઈ જતી હતી. મહિલાઓને અધિકૃત છૂટાછેડા પ્રમાણપત્ર આપવાનું શરૂ કરવામાં આવ્યું. સમય જતાં મંદિર એક સુરક્ષિત આશ્રયસ્થાન અને એક સંસ્થા તરીકે લોકપ્રિય થવા લાગ્યું. જ્યાં પતિના ત્રાસથી કંટાળેલી સ્ત્રીઓ રક્ષણ મેળવી શકે અને અપમાનજનક સંબંધોથી તેમની સ્વતંત્રતા મેળવી શકે. આ ટેમ્પલમાં પુરુષોની એન્ટ્રી પર પ્રતિબંધ હતો ત્યારબાદ વર્ષ 1902માં પુરુષોને જવાની પણ અનુમતિ મળવા લાગી.

આધુનિક મહત્વ:

આજે માત્સુગાઓકા ટોકેઈ-જીને એક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ તરીકે જાળવી રાખવામાં આવ્યું છે.  જો કે જે ડિવોર્સ ટેમ્પલ તરીકે ઓળખાતું હતું. તેણી કામગીરી હવે થતી નથી . પરંતુ એક યાદગીઋ રૂપે તેના ઇતિહાસ ને ઉજાગર કરે છે. હવે ડિવોર્સ ટેમ્પલ દર્શનાર્થીઓ માટે બૌદ્ધ મેડિટેશન અને આધ્યાત્મિક શાંતિ મેળવવાનું કેન્દ્ર બન્યું છે. જો કે વિમોચન અને નવી શરૂઆત માટે પ્રતીક તરીકે આ મંદિરની માન્યતા આજે પણ જીવંત છે.

સંસ્કૃતિ અને ઇતિહાસ:  ડીવોર્સ ટેમ્પલ જાપાનના મિનોયમા શૈલીમાં બાંધવામાં આવ્યું છે. જે પુરાતન જાપાની સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. મહિલા સશક્તિકરણના પ્રતિક તરીકે ગણાતુ માત્સુગાઓકા ટોકેઈ-જી આજે પણ મહિલાના હકો અને ન્યાય માટેના પ્રતીક તરીકે ઓળખાય છે. માત્સુગાઓકા ટોકેઈ-જી માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં, પણ નારી સશક્તિકરણ અને શાંતિ માટેનો એક મહત્વપૂર્ણ પાયો છે.

By Shweta Baranda on December 6, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!