‘હજારો જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી’ સંસદમાં શાયરના અંદાજમાં વિરોધીઓને જવાબ આપી ચૂપ કરાવતા!
આર્થિક ઉદારીકરણના માર્ગ ખોલી દેશને મજબૂત અર્થતંત્ર આપવામાં મોટું યોગદાન આપનારા દેશના 14મા વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે આધાર, મનરેગા, RTI,શિક્ષણના અધિકાર જેવી અનેક યોજનાઓથી દેશના વિકાસને ગતિ આપવાનો પ્રયાસ કર્યો હતો,તેઓએ વિશ્વ માટે ઉદારીકરણના દરવાજા ખોલીને ભારતને વિશ્વની આર્થિક મહાસત્તા બનવવાનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો.તેમની આર્થિક નીતિઓને કારણે ન માત્ર દેશની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી પરંતુ સામાન્ય લોકોના જીવનમાં પણ મોટો બદલાવ આવ્યો હોવાનું મનાય છે. મનમોહન સિંઘની નીતિઓએ માત્ર ભારતની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરી નથી,પરંતુ સામાજિક અને માળખાકીય સુધારાઓ પણ લાવ્યા છે. દેશની અર્થવ્યવસ્થાને મુશ્કેલ સમયમાંથી બહાર લાવવાનો શ્રેય પણ ડૉ.મનમોહનસિંહના ફાળે જાય છે.
– ભાગલા બાદ ભારતમાં સ્થાયી થયો હતો પરિવાર
ચલણી નોટો પર હસ્તાક્ષર ધરાવનાર એકમાત્ર PM
— વડાપ્રધાનના આર્થિક સલાહકાર બન્યા બાદ શરૂ થઇ રાજકીય સફર
ડૉ.મનમોહનસિંહની રાજકીય સફરની શરૂઆત પણ રોચક રહી છે,રાજકારણનો ‘ર’ પણ જાણતા ન હતા,જોકે 1985માં રાજીવ ગાંધીના શાસન દરમિયાન મનમોહન સિંહને ભારતીય આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા એ સાથે જ રાજકીય સફરની શરૂઆત થઇ હતી.1990માં તેમનું સંપૂર્ણ રાજકીયકરણ થયું હતું તેમેને વડાપ્રધાનના આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા હતા.જોકે સરકારમાં તેમને સ્થાન પીવી નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા ત્યારે મળ્યું,વર્ષ 1991માં મનમોહન સિંહનો મંત્રીમંડળમાં સમાવેશ કરાવમાં આવ્યો હતો અને તેમને નાણાં મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો હતો. આ સમયે ડૉ.મનમોહન સિંહ ન તો લોકસભાના સભ્ય હતા કે ન તો રાજ્યસભા ના એટલે બંધારણીય પદ માટે આસામમાંથી તેઓ રાજ્યસભા માટે ચૂંટાયા હતા.
— સોનુ ગીરવી મૂકવાના દિવસ આવ્યા તો મનમોહનસિંહે બાજી પલ્ટી હતી
— ડો.મનમોહનસિંહે સોનિયાગાંધી વિરુદ્ધ જઈ પરમાણુ કરાર કર્યા હતા
પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ અનેક ઉપલબ્ધીઓ આજે લોકો યાદ કરી રહ્યા છે,જોકે વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન અમેરિકા સાથેની પરમાણુ ડીલ તેમની સૌથી મોટી ઉપલબ્ધીઓ પૈકીની એક મનાય છે. 2006માં ડૉ.મનમોહન સિંહે વોશિંગ્ટનમાં યુએસ પ્રમુખ જ્યોર્જ બુશ સાથે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા એ સાથે જ પરમાણુ વેપારને લઈને ભારતનો 30 વર્ષનો વનવાસ સમાપ્ત થઈ રહ્યો હતો.ડો.મનમોહનસિંહે સોનિયાગાંધી વિરુદ્ધ જઈ પરમાણુ કરાર કર્યા હોવાનું પણ કહેવાય છે,જોકે આ ડીલ બાદ તેમની ખુરશી ડગી હતી,ડીલના વિરોધમાં ડાબેરીઓએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો.સમર્થન પાછું ખેંચવાના મુદ્દે સોનિયાએ ડીલ પાછી ખેંચવાની વાત શરૂ કરી હતી,અંતે સરકારે ગૃહમાં વિશ્વાસ મતમાંથી પસાર થવું પડ્યું પણ મનમોહન સિંહની સરકારે સપા નેતા અમર સિંહની મદદથી 19 મતોથી વિશ્વાસ મત જીત્યો હતો.
— જયારે રાહુલગાંધીએ મનમોહનસિંહના વટહુકમને જાહેરમાં ફાડી નાખ્યો હતો
શાંત અને મુદુ ગણાતા ડો.મનમોહનસિંહની રાજકીય સફરમાં અનેક વિવાદો પણ રહ્યા હતા,ડો.મનમોહનસિંહને મજબુર પ્રધાનમંત્રી અને તેમની સરકારને રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર કહેવામાં આવતી હતી,રાજકીય ઉતાર-ચઢાવ વચ્ચે એનેકો વખત ડો.મનમોહન સિંહ વ્યથિત પણ જોવા મળ્યા અને તેમનું દર્દ પણ છલકાતું દેખાયું હતું.ડો.મનમોહનસિંહના કાર્યકાળમાં દેશે 2G-કોલસા કૌભાંડથી લઇ મોંઘવારી, 2G, ટેલિકોમ કૌભાંડો પણ જોવા અને સાંભળ્યા હતા,જોકે ડો.મનમોહનસિંહની સૌથી વધુ કિરકીરી ત્યારે થઇ જયારે 2013માં સુપ્રીમ કોર્ટે રાજનીતિમાં ગુનેગારોના પ્રવેશને રોકવા માટે પોતાનો ચુકાદો આપ્યો હતો આ ચુકાદાને મનમોહન સરકાર આ નિર્ણયને પલટાવવા માટે વટહુકમ લાવવાની હતી. પરંતુ રાહુલ ગાંધીએ વટહુકમને બકવાસ ગણાવ્યો અને તેને મીડિયા સામે જ ફાડીને ફેંકી દીધો હતો.રાહુલગાંધીની હા હરકત બાદ આહત થયેલા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહ રાજીનામું આપવા સુધી તૈયારી બતાવી હતી.
— રાજ્યસભાની ચૂંટણી વેળાએ સંસદમાં દેખાયા હતા મનમોહનસિંહ
અર્થશાસ્ત્રી ડો.મનમોહનસિંહનો એક યુગ સમાપ્ત થયો છે,આ દુનિયાને અલવિદા કરનારા ડો.મનમોહનસિંહ વધુ એક પ્રધાનમંત્રી હતા,જેઓ અટલ બિહારી બાજપાઈજીના જન્મદિવસના બીજા જ દિવસે દુનિયાને અલવિદા કરી ગયા.અર્થશાસ્ત્રી ડો.મનમોહનસિંહના નિધનથી દેશ સાથે કોંગ્રેસે પણ એક રાહબર અને માર્ગદર્શક ખોયા છે.પોતાના રાજકીય સફર વચ્ચે વ્યકતિગરીતે સ્વચ્છ છબી માટે આજે પણ લોકો મનમોહનસિંહને યાદ કરે છે.ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકેની તેમની સફર પૂર્ણ થઇ હતી.તેઓ રાજ્યસભાની ચૂંટણી વેળાએ સંસદમાં દેખાયા હતા,જેને લઇને પણ કોંગ્રેસ પણ ખુબ માછલાં ધોવાયા હતા.વોટ માટે ડો.મનમોહનસિંહને વહીલચેર પર સંસદમાં લાવવાને કારણે કોંગ્રેસના નેતાઓ હાંસિયામાં મુકાયા હતા.ઉલ્લેખનીયછે કે,પ્રધાનમંત્રી મનમોહનસિંહ બાદ કોંગ્રેસ માટે પ્રધાનમંત્રી પદ જાણે સ્વપ્ન જ બની રહ્યું છે.છેલ્લા 15 વર્ષમાં કોંગ્રેસની સ્થિતિ બાદ થી બદતર બની રહી છે.કોંગ્રેસ રાજ્યોમાં પણ સિકુડાઈ રહી છે જે માટે ક્યાંક ને ક્યાંક વર્તમાન કોંગ્રસની નેતાગીરી પર લોકોને વિશ્વાસ રહ્યો નથી અને તે જ વાસ્તવિકતા છે.
BY DIPAK KATIYA ON DECEMBER 27, 2024