Categories: Business

 થર્ટીફર્સ્ટ અગાઉ અઢળક દારૂ, ચરસ, ગાંજો ઝડપાયો

 થર્ટીફર્સ્ટ અગાઉ અઢળક દારૂ, ચરસ, ગાંજો ઝડપાયો

 

રાજ્યમાં થર્ટીફર્સ્ટ ની ઉજવણી કરવા યુવાધન ઘેલું બન્યું છે. તો સાથે થર્ટી ફર્સ્ટની આડમાં નશીલા પદાર્થોની હેરાફેરીમાં પણ વધારો થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દારૂ , ચરસ , ગાંજો સહિતના નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા પોલીસ સક્રિય બની છે. અને પાછલા સપ્તાહ દરમ્યાન અનેક સ્થળેથી પોલીસે દારૂ, ચરસ, ગાંજો સહિતના નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડી  રાજ્યમાં નશાખોરી ડામવા પ્રયાસ કર્યો છે. હજુ પણ આગામી દિવસોમાં પોલીસ નશાખોરી ડામવા અનેક હેરાફેરીનો પર્દાફાશ કરશે.

 

બોટાદમાં થર્ટીફર્સ્ટ પૂર્વે કન્ટેનર ટ્રક ભરી દારૂ ઝડપાયો

બોટાદ જિલ્લાના ઢસા પંથકમાં ભાવનગર રાજકોટ હાઇવે ઉપર આવેલી એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં દારૂ હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં લાખોનો દારૂ ઝડપાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીે ઢસા પોલીસ સ્ટેશનમાં કન્ટેનરના ડ્રાઇવર પુખરાજ ડુંગરરામ ભાટી રાણા રાજપૂત મૂળ રાજસ્થાનના ભાટાલા ખરવા ગામનો રહેવાસીને ઝડપી લીધો હતો. ઉપરાંત અન્ય ત્રણ શખ્સ દારૂ મોકલનાર રાજુરામ નામનો વ્યક્તિ, કન્ટેનરનો માલિક અને બાબરા ખાતે કન્ટેનર લેવા આવનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ, કન્ટેનર, મોબાઈલ અને રોકડ મળી કુલ 63,60,857 નો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે.

 

 લીંબડી નજીક 38 લાખનો દારૂ ઝડપાયો

પાણશીણાથી લીંબડી તરફ આવી રહેલ એક ટ્રકને રોકી તેની તલસી લેતા ટ્રકમાં ચોરખાનું બનાવી સંતાડેલ ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની અને બીયર ટીન સહિત કુલ ૧૧,૧૧૮ બોટલ કિંમત રૂા.૩૮.૦૬ લાખ તેમજ ટ્રક કિંમત રૂા.૧૦ લાખ, બે મોબાઈલ કિંમત રૂા.૧૧ હજાર, પ્લાસ્ટીક વેસ્ટ સ્ક્રેપ મટીરીયલ ૧૨૦ મણ કિંમત રૂા.૧,૨૦,૦૦૦ મળી કુલ રૂા.૪૯.૩૭ લાખના મુદ્દામાલ સાથે સુરેશ પોલારામ રહે.રાજસ્થાન (ડ્રાઈવર) અને પારસરામ ધીરારામ બીસ્નોઈ રહે.રાજસ્થાન (ક્લીનર)ને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય ત્રણ શખ્સો ડુંગરારામ મોહનલાલ મેઘવાલ રહે.રાજસ્થાન, માલ મંગાવનાર સામખીયાળીના અજાણ્યા શખ્સો અને લુધીયાણાથી માલ ભરી આપનાર ચાલક સહિતનાઓની સંડોવણી સામે આવી હતી.

 

વડોદરા પાસેથી ટેન્કરમાં લઇ જવાતો 58.46 લાખનો દારૂ ઝડપાયો

લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચેકિંગ દરમિયાન ટેન્કરમાં ચોર ખાના બનાવી મોરબી લઇ જવાતો રૂપિયા 58.46 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો કરજણ ભરથાણા પાસેથી ઝડપી પાડયો હતો. ગોવાથી લાવવામાં આવેલો 812 પેટી દારૂ, ટેન્કર મળી કુલ રૂપિયા 68.51 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે પોલીસે ટેન્કરચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

વડોદરા  જિલ્લા LCB એ 72.03 લાખનો દારુ જપ્ત કર્યો

 

એલસીબીના જવાનો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી કે, એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત, ભરૂચ, વડોદરા હાઇ-વે પર થઇને અમદાવાદ તરફ જઇ રહ્યો છે.  પોલીસે અટકાયત કરેલા ઇસમે પોતાનું નામ દેવીલાલ ટીલારામજી પટેલ હોવાનું અને તે ડ્રાઇવર હોવાનું જણાવ્યું હતું. અને ભાગી જનાર લાલસીંગ દેવડા રાજપુત, ડ્રાઇવર હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં તપાસ કરતા પ્રથમ પ્લાયવુડ નજરે પડ્યું હતું. તેને હટાવીને જોતા વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. રૂ. 57.75 લાખનો વિદેશી દારૂ, ફોન, પ્લાયવુડ, ટ્રક સહિત કુલ રૂ. 74.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

 

અણસોલ ચેકપોસ્ટ પાસેથી દારૂ ભરેલી બે ટ્રક ઝડપાઈ

અરવલ્લી પોલીસ દ્વારા વાહન ચેકીંગ સધન બનાવવામાં આવ્યું હતું . સરહદી વિસ્તારો અને ચેકપોસ્ટ પર પર પ્રાંતમાંથી આવતા નાના મોટા વાહનોનું કડક હાથે રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ શરૂ કરાયું છે. ત્યારે  દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાત આવતી ટ્રકોની શામળાજી પોલીસ દ્વારા તલાશી લેવામાં આવી રહી હતી. તે દરમિયાન બે અલગ અલગ ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની 44 લાખની કિંમતની 17,600 નંગ વિદેશી દારૂની બોટલો જપડી પાડ્યો હતો. સાથે બંને ટ્રકના બે આરોપીઓને પણ શામળાજી પોલીસે ઝડપ્યા હતા .

 

અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોની કિંમતનો ગાંજો ઝડપાયો

DRI દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી 9.2 કિલો ગાંજા  સાથે એક ભારતીય નાગરિકની ઘરપકડ કરાઈ છે. આ ગાંજાની કિંમત રૂ. 9 કરોડ જેટલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે, આ પહેલા પણ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ કસ્ટમ્સ સાથે DRI દ્વારા અન્ય એક ઓપરેશનમાં, થાઇ નાગરિકની 6 કિલો હાઇડ્રોપોનિક વીડ સાથે ધરપકડ કરાઈ હતી. આમ, કુલ 15 કરોડ રૂપિયાની કિંમત ધરાવતો 15 કિલો ગાંજો ઝડપાયો છે.

 

અમદાવાદમાં 3.60 કરોડનો ગાંજો ઝડપાયો

અમદાવાદ શહેરના વાહન ચેકિંગ દરમિયાન 3.60 કરોડનો ગાંજો મળી આવતા પોલીસને મોટી સફળતા મળી હતી . આ સમગ્ર પ્રકરણમાં હજુ પણ વધુ કડી ખુલે તેવી શક્યતા છે. અમદાવાદ શહેરના વાહન ચેકિંગની ઝુંબેશ દરમિયાન ફરી એક વખત મહત્ત્વની સફળતા મળી છે. અગાઉ કરોડો રૂપિયા રોકડા પણ વાહન ચેકિંગ દરમિયાન મળ્યા હતા.

 

અમીરગઢ બોડર ચેકપોસ્ટ પરથી થર્ટીફર્સ્ટ પહેલાં ઝડપાયું ચરસ

રાજસ્થાન તરફથી ખાનગી બસ આવતા પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર તપાસ હાથ ધરતા ચરસ ઝડપાયું હતું. અમીરગઢ પોલીસે ઇસમને ઝડપી પાડી 8.70 ગ્રામ ચરસ એટલે કે કુલ 1,30,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળ તપાસ હાથ ધરી હતી. ચરસ સાથે પકડાયેલ ઇસમની પૂછપરછમાં ચરસ પૂના લઈ જવાનું હોવાનો ખુલાસો થયો હતો. ડીલ મુજબ આ ચરસ અમદાવાદ પહોંચાડી આગળની પાર્ટીને ફોન કરીને લોકેશન પૂછવાનું હતું. જો કે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી હતી.

 

પીકઅપમાંથી રૂપિયા 4.50 લાખનો 2,250 લિટર દેશી દારૂ ઝડપાયો

ને.હા.-૪૮ રધવાનજ ટોલનાકા પરથી પીકઅપમાં તાડપત્રી નીચે સંતાડીને લઈ જવાતો રૂા. ૪.૫૦ લાખનો ૨,૨૫૦ લિટર દેશી દારૂ ઝડપાયો હતો. ખેડા એલસીબીએ રૂા. ૧૦.૫૭ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી છ શખ્સો વિરૂદ્ધ માતર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

BY KALPESH MAKWANA ON NOVEMBER 20, 2024

City Updates

Recent Posts

સૂતી વખતે સ્વેટર અને મોજા પહેરવાની ખતરનાક આદતોથી બચો

શું તમે પણ રાત્રે સૂતી વખતે સ્વેટર અને મોજા પહેરી સૂઈ જાઓ છો !?.. આ…

6 hours ago

સ્વાસ્થ્ય માટે શિયાળામાં અગત્યના ટીપ્સ: આ ઋતુમાં કેવી રીતે રાખો તંદુરસ્તી

શિયાળો એટલે સ્વાસ્થ્ય અને શરીરને આખા વર્ષ માટે ચાર્જ કરવાની ઋતુ શિયાળો એટલે આખા વર્ષ…

1 day ago

ગુજરાતમાં સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ: RDSS પહેલ સાથે ઉર્જા વ્યવસ્થાપનમાં પરિવર્તન

"ગુજરાતમાં સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ: એનર્જી માટે એક સ્માર્ટ ભવિષ્ય" વીજ વિતરણ કંપનીઓની બિલિંગ સેવાઓમાં ક્રાંતિ…

1 day ago

આરોગ્ય સેવા: કયા કારણોથી ડોકટરો પરનો વિશ્વાસ ખોવાઈ રહ્યો છે?

આરોગ્ય સેવા :ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોકટરો 'કસાઈ' કેમ બની રહ્યા છે..? પૈસાને પરમેશ્વર ગણી પૂજાતા…

1 day ago

કોટંબી સ્ટેડિયમ: વડોદરાનું નવું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આકર્ષણ

વડોદરાનું કોટંબી  સ્ટેડિયમ વિશ્વ સ્તરે ચમકવા તૈયાર  વડોદરા શહેર નજીક ભવ્ય કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તૈયાર…

1 day ago

ગુજરાતમાં વધતી ડ્રગ્સની હેરાફેરી અને તેના પરિણામો: એક ગંભીર ખતરો

5 વર્ષમાં 70,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું? ભારતમાં ધીમેધીમે ડ્રગ્સનું દુષણ યુવાપેઢીને બરબાદી તરફ લઇ…

3 days ago