Categories: Magazine

પ્રદૂષણના કારણે ગુજરાતના લોકોના આરોગ્ય પર થતો પ્રભાવ

એર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાતના અનેક શહેરોનો શ્વાસ રૂંધાયો

 વાયુ પ્રદૂષણ કે હવાનું પ્રદૂષણ જેને સાદી ભાષામાં કહી તો આપણી આસપાસની હવામાં હાનિકારક તત્ત્વોની હાજરી અથવા એમ કહી શકાય કે આપણી આસપાસની હવામાં ફેલાયેલું પ્રદૂષણ,આ હવાનું પ્રદૂષણ કુદરતી અને માનવસર્જીત પણ હોઈ શકે છે.હાલ શિયાળાની શરૂઆત સાથે જ હવા પ્રદૂષણનું દેશના અનેક શહેરો પર જોખમ વધ્યું છે,દેશની રાજધાની દિલ્હીમાં તો શ્વાસ લેવો પણ મુશ્કેલ થઇ પડે છે,ત્યારે ગુજરાતમાં પણ ધીમેધીમે હવાનું પ્રદુષણ ખતરારૂપ બની રહ્યું છે,ગુજરાતના અનેક શહેરોમાં કેમિકલ ઉધોગો અને વધતા વાહનોને કારણે હવા પ્રદુષિત બની રહી છે,ગુજરાતના અમદાવાદ અંકલેશ્વર ગાંધીનગર જેવા શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ વધુ નોંધાયો છે તો સુરતમાં ગતરોજ એર ક્વોલિટી ઈન્ડેક્સ 263ને પાર કરી ગયો હતો આમ ગુજરાતની હવા પણ ધીમેધીમે બગડી રહી છે જે ગુજરાતના સ્વાસ્થ્ય અને ઇકોનોમીને અસર કરી શકે છે.ગુજરાતની દિલ્હી જેવી હાલત ન થાય તે માટે સરકારે જાગવું પડશે અને લોકોના આરોગ્યને નુકશાન કરતા વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા જરૂરી એક્શન પ્લાન સાથે કામગીરી કરવી પડશે.

દેશની રાજધાની દિલ્હીમાં શ્વાસ લેવો જોખમી બની ગયો છે.વાયુ પ્રદુષણ એટલી હદે વધ્યું છે કે,લોકોને માસ્ક પહેરીને બહાર નીકળવું પડે તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે.દિલ્હીના વાયુ પ્રદૂષણનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે દેશના ગ્રોથ એન્જિન તરીકે જાણીતા એવા ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણની હાલત રાહત લઈ શકાય તેવી નથી.ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની દોડમાં જો વાયુ પ્રદૂષણનું ધ્યાન રાખવામાં નહીં આવે તો ગુજરાતના હાલ દિલ્હી જેવી થતાં વાર નહીં લાગે.ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઔદ્યોગિક વિકાસની રફતાર તેજ થઇ છે,આદ્યોગિકીકરણની આ આંધળી દોડમાં પ્રદૂષણના મુદ્દાને ગંભીરતાથી લેવામાં નથી આવી રહ્યો.પર્યાવરણની વાતોને વિકાસની દુહાઈ આપીને વિસારે પાડી દેવામાં આવી રહી હોવાનું વખતો વખત સામે આવ્યું છે.જોકે હવાના પ્રદુષણને લઇ હવે જાગૃતિ દાખવવામાં નહીં આવે તો ગુજરાતનાં અનેક શહેરોમાં પણ દિલ્હી જેવી ગંભીર સ્થિતિ ઊભી થવાનું જોખમ છે.ગુજરાતમાં વાયુ પ્રદૂષણની વાત કરવામાં આવે એટલે સૌ પહેલા અમદાવાદના વટવા,રખિયાલ,અંકલેશ્વર, વાપી, સુરત, વડોદરા,બાવળા, જેતપુર, મોરબી, ગાંધીધામ જેવા શહેરોની ચર્ચા કરવામાં આવે છે.આ વિસ્તારોમાં પસાર થઈએ તો પ્રદૂષણના વિષયની અવગણના કરીને ઔદ્યોગિકીકરણ કરવામાં આવ્યું હોય તેવું લાગ્યા વિના રહેતું નથી.

પ્રદૂષિત હવાથી થતા આરોગ્ય સંબંધી નુકશાન જે જાણવા ખુબ જરૂરી

સામાન્ય રીતે હવામાં ફેલાતા પ્રદૂષણને કારણે અનેક સ્વાસ્થાય સંબંધી તકલીફો થતી હોય છે જો હવાનું પ્રદૂષણ તેના લેવલ કરતા વધે તો શરીરને નુકશાન કરે છે આરોગ્ય બગડે છે,અને કેટલાક રોગો ગર્ભ કરી જાય છે ત્યારે હવા પ્રદૂષણથી આ પ્રકારે આરોગ્યને નુકશાન થી શકે છે ત્યારે તેની કાળજી લેવી પણ ખુબ જ આવશ્યક છે.

શ્વાસ અને હૃદયસંબંધી સમસ્યાઓ- વાયુ પ્રદૂષણ અસ્થમા અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) જેવી પરિસ્થિતિઓને વધારે છે. આ પરિસ્થિતિઓ ન્યુમોનિયા માટે જોખમકારક પરિબળ બની શકે છે. લાંબા ગાળે પ્રદૂષિત હવાનું શ્વસન કરવાથી હૃદય અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે, જેનાથી ન્યુમોનિયા અને અન્ય ચેપ સામે લડવું મુશ્કેલ બને છે. રિસર્ચ મુજબ, હવાની ગુણવત્તામાં સુધારો કરવાથી આ રોગોનું પ્રમાણ ઘટાડવામાં મોટો ફાયદો થાય છે.

ત્વચાની સમસ્યાઓ – પ્રદૂષિત હવાને કારણે ત્વચામાં બળતરા અને એલર્જી થાય છે, જે લાંબા ગાળે ચામડીની સમસ્યાઓને આકાર આપે છે.

આંખોની સમસ્યાઓ – પાણી ભરાતી આંખો, બળતરા અને લાલાશ હવામાં રહેલા ઝેરી તત્ત્વોના પ્રભાવને દર્શાવે છે.
શ્વસન તકલીફો -પ્રદૂષણ બ્રોન્કાઇટિસ અને અસ્થમાના હુમલાઓને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
શારીરિક થાક અને માથાનો દુખાવો -સતત પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી માનસિક થાક અને માથાનો દુખાવાનો અનુભવ થાય છે.

અનિદ્રા – હવામાં રહેલા ઝેરના કારણે શરીર આરામ કરી શકતું નથી, જેના કારણે ઊંઘમાં ગડબડીઓ થાય છે.
હૃદય અને ફેફસાંની સમસ્યાઓ – પ્રદૂષણથી હૃદય પર ભાર પડે છે અને ફેફસાંના રોગો વિકસે છે.
નબળી રોગપ્રતિકારક શક્તિ: પ્રદૂષિત હવાના લાંબા ગાળાના સંપર્કથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, જેના કારણે શારીરિક રોગપ્રતિકાર ક્ષમતા નબળી પડે છે.

વાયુ પ્રદૂષણથી બચવા શું કરવું

વધી રહેલા વાયુ પ્રદૂષણની અસર આપણા શરીર પર પડી શકે છે જેને લઇને તાંદુરસ્તી કટરમાં મુકાઈ શકે છે,કેટલાક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે,ત્યારે વધતા જતા હવાના પ્રદુષણથી બચવા શું કરી શકાય છે,કેટલાક નિષ્ણાતોના મતે હવા પ્રદુષણ જોખમી છે ને જ્યાં સુધી પ્રદૂષણનું સ્તર નીચે ન આવે ત્યાં સુધી શક્ય તેટલું ખુલ્લામાં જવાનું ટાળવું જરૂરી છે સાથે જ સતત પાણી પીતા રહેવવું પણ હિતાવહ છે,આ ઉપરાંત HEPA ફિલ્ટર સાથે ફીટ કરેલ એર પ્યુરીફાયરનો ઉપયોગ કરો.જો હવામ પ્રદુષણની માત્રા જોખમી સ્તરે પોહોંચેં તો આવા સમયે N95 અને N99 માસ્ક PM 2.5 અને PM 10નો ઉપયોગ ખૂબ અસરકારક બની રહે છે જ્યાર સર્જિકલ અથવા કાપડના માસ્ક કરતાં વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે. એક જ માસ્કનો સતત ઉપયોગ ન કરો કારણ કે માસ્કની ફિલ્ટરિંગ શક્તિ પણ સતત ઓછી થતી જાય છે.તંદુરસ્ત અને પોષણયુક્ત આહાર લઈને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવો. ફેફસાંને મજબૂત બનાવવા માટે શારીરિક કસરત અને યોગ કરો.ઘરમાં HEPA ફિલ્ટરવાળા એર પ્યુરીફાયર લગાવી શકાય છે. ચશ્માનો ઉપયોગ કરીને આંખોને પ્રદૂષણથી સુરક્ષિત રાખો.

BY DIPAK KATIYA ON NOVEMBER 20, 2024

City Updates

Share
Published by
City Updates

Recent Posts

હરણી બોટ કાંડ પ્રથમ વરસી! ન્યાય માટે તરસતી આંખો!

  12 બાળકોની યાદોમાં પરિવારોના આંસુ હજી સુકાતા નથી!   પીકનીકની એ સફર મોતની સફર…

2 days ago

જાણો, દ્વારકામાં કેમ ચાલી રહ્યા છે “દાદા”ના બુલડોઝર

બેટ દ્વારકા બાદ હવે દ્વારકામાં દબાણો પર તંત્રની તવાઇ ગેરકાયદેસરના ધાર્મિક દબાણો સાથે મકાનો જમીનદોસ્ત…

2 days ago

(title)

પાન્ડા પેરેંટિંગ: બાળકોના ઉછેરની અનોખી વિશેષણાત્મક શૈલી ‘પાન્ડા પેરેન્ટિંગ’ શબ્દો કદાચ તમારા માટે નવા હશે.…

2 days ago

મુસાફર કૃપયા ધ્યાન દે…તમારી બસ ક્યાં છે તે હવે આગળીના ટેરવે જાણો

‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’થી ટ્રેકિંગ કરવું સરળ બન્યું   8 હજારથી વધુ બસોમાં લાઈવ…

3 days ago

જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી.

જ્ઞાતિવાદ દેશની પ્રગતિમાં બાધારૂપ સૌથી મોટું દુષણ જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી.…

3 days ago

કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી

કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી.ભ્રષ્ટાચારનો એક ઝાટકે છેદ ઉડાવવો શક્ય નથી ગુજરાત રાજ્ય…

1 week ago