fbpx Press "Enter" to skip to content

બાળ દિવસ 2024 : ‘દરેક બાળક માટે દરેક અધિકાર’

બાળ દિવસ 2024 : ‘દરેક બાળક માટે દરેક અધિકાર’

આજે બાળ દિવસ. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિની યાદમાં 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવાય છે. આ દિવસે પંડિત નેહરુની 133મી જન્મજયંતિ છે જેમનો જન્મ 1889માં અલ્હાબાદ, ભારતમાં થયો હતો. જવાહરલાલ નેહરુના મૃત્યુ પહેલા 20 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવતો હતો. જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ બાળ દિવસ તરીકે મનાવવામાં આવતો હતો. જોકે 1964માં પંડિત નેહરુના મૃત્યુ પછી તેમની જન્મજયંતિ નિમિત્તે 14 નવેમ્બરને બાળ દિવસ ઉજવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો.

ત્યારે આ દિવસને દેશમાં બાળ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહત્વનું છે કે પંડિત જવાહરલાલ નેહરુને બાળકો પ્રત્યે વિશેષ લગાવ હતો.બાળકો પ્રત્યેના પ્રેમભાવને લઈને તેઓ ‘ચાચા નેહરુ’ તરીકે પ્રખ્યાત થયા. નેહરુજીએ હંમેશા બાળકોના શિક્ષણ, આરોગ્ય અને કલ્યાણ માટે કામ કર્યું. નેહરુજીનું માનવું હતું કે બાળકોને યોગ્ય માર્ગદર્શન અને સંસાધનો મળવા જોઈએ જેથી તેઓ મજબૂત અને આત્મનિર્ભર નાગરિક બની શકે. જેને અનુલક્ષી ને બાળ દિવસ ઉજવવામાં આવે છે.

 

બાળ દિવસ વ્યક્તિને બાળકો પ્રત્યેની તેમની જવાબદારીઓને સમજવા અને તેમને વધુ સારું જીવન આપવા માટે પ્રેરણા આપે છે.આ દિવસ બાળકો માટે સલામત, સ્વસ્થ અને પ્રોત્સાહક વાતાવરણ પ્રદાન કરવાની યાદ અપાવે છે.બાળકોના વિકાસ અને કલ્યાણ માટે તેમના પ્રત્યે સમાજનો સહકાર અને સમર્પણ જરૂરી છે, જેથી ભવિષ્ય માટે મજબૂત પેઢીનું નિર્માણ થઈ શકે.

બાળ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય

બાળ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના મહત્વને ઉજાગર કરવાનો છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે બાળકો આપણા સમાજનું સોનેરી ભવિષ્ય છે.

બાળ દિવસ 2024 થીમ

દર વર્ષે ઉજવાતા બાળ દિવસ ની થીમ અલગ અલગ હોય છે. ત્યારે આ વર્ષે 2024માં ઉજવાઇ રહેલા  વિશ્વ બાળ દિવસની થીમ છે. ‘દરેક બાળક માટે દરેક અધિકાર’ એ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂકે છે કે બાળકોને આવશ્યક અધિકારો મળે.

બાળકો પ્રત્યે સમાજની જવાબદારી

બાળ દિવસ આપણને બાળકો પ્રત્યે સમાજની જવાબદારીની યાદ અપાવે છે. આપણે બાળકોને પ્રેમ, સંભાળ અને રક્ષણ પૂરું પાડવું જોઈએ. જેથી કરી ને તેઓનું ભવિષ્ય તેમજ ભારત નું ભવિષ્ય ઉજ્જવળ રહે .

BY SHWETA BARANDA ON NOVEMBER 14, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!