બાળ દિવસ 2024 : ‘દરેક બાળક માટે દરેક અધિકાર’
આજે બાળ દિવસ. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિની યાદમાં 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવાય છે. આ દિવસે પંડિત નેહરુની 133મી જન્મજયંતિ છે જેમનો જન્મ 1889માં અલ્હાબાદ, ભારતમાં થયો હતો. જવાહરલાલ નેહરુના મૃત્યુ પહેલા 20 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવતો હતો. જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ બાળ દિવસ તરીકે મનાવવામાં આવતો હતો. જોકે 1964માં પંડિત નેહરુના મૃત્યુ પછી તેમની જન્મજયંતિ નિમિત્તે 14 નવેમ્બરને બાળ દિવસ ઉજવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો.
બાળ દિવસ વ્યક્તિને બાળકો પ્રત્યેની તેમની જવાબદારીઓને સમજવા અને તેમને વધુ સારું જીવન આપવા માટે પ્રેરણા આપે છે.આ દિવસ બાળકો માટે સલામત, સ્વસ્થ અને પ્રોત્સાહક વાતાવરણ પ્રદાન કરવાની યાદ અપાવે છે.બાળકોના વિકાસ અને કલ્યાણ માટે તેમના પ્રત્યે સમાજનો સહકાર અને સમર્પણ જરૂરી છે, જેથી ભવિષ્ય માટે મજબૂત પેઢીનું નિર્માણ થઈ શકે.
બાળ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય
બાળ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના મહત્વને ઉજાગર કરવાનો છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે બાળકો આપણા સમાજનું સોનેરી ભવિષ્ય છે.
બાળ દિવસ 2024 થીમ
દર વર્ષે ઉજવાતા બાળ દિવસ ની થીમ અલગ અલગ હોય છે. ત્યારે આ વર્ષે 2024માં ઉજવાઇ રહેલા વિશ્વ બાળ દિવસની થીમ છે. ‘દરેક બાળક માટે દરેક અધિકાર’ એ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂકે છે કે બાળકોને આવશ્યક અધિકારો મળે.
બાળકો પ્રત્યે સમાજની જવાબદારી
બાળ દિવસ આપણને બાળકો પ્રત્યે સમાજની જવાબદારીની યાદ અપાવે છે. આપણે બાળકોને પ્રેમ, સંભાળ અને રક્ષણ પૂરું પાડવું જોઈએ. જેથી કરી ને તેઓનું ભવિષ્ય તેમજ ભારત નું ભવિષ્ય ઉજ્જવળ રહે .
BY SHWETA BARANDA ON NOVEMBER 14, 2024
Summary of Khyati Hospital Incident The Khyati Hospital scandal has raised serious concerns following a…
ખ્યાતિ હૉસ્પિટલ કાંડ બ્લોકેજ ન હોવા છતાં 90 ટકા બ્લોકેજ દર્શાવી ઑપરેશન કરી નાખ્યા જાણ…
Celebrating Children’s Day in India: Honoring Pandit Nehru's Legacy Children’s Day in India is observed…
સુપ્રીમ કોર્ટે રજૂ કરી ગાઈડલાઈન - આરોપી હોય તો પણ કોઈનું ઘર તોડી…
સાવધાન : ચાઈનીઝ લસણ બની શકે છે કેન્સર નું કારણ બજારમાં ચાઈનીઝ લસણનું આગમન થઈ…
લગભગ 1.35 કરોડ ફેક કોલ રોકવામાં આવી રહ્યા છે ભારતમાં મોદી સરકાર આવી ત્યારથી…