આજથી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત
લીલી પરિક્રમામાં આ વર્ષે 20 લાખ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ
આજથી ગઢ્વા ગઢ ગિરનારમાં લીલી પરિક્રમાની શરૂઆત કરાઈ છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શ્રદ્ધાળુઓ માટે અનેકવિધ વિશેષ વ્યવસ્થાઓ.વચ્ચે લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે,એક અંદાજ મુજબ આ વર્ષે 20 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમાનો હિસ્સો બનશે,11મી નવેમ્બર થી 15મી નવેમ્બર સુધી ચાલનાર ગિરનારની લીલી પરિક્રમાનું મહત્વ અને લોકોની શ્રદ્ધામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગિરનારની લીલી પરિક્રમાનો ઇતિહાસ પણ જણાવો ખુબ જરૂરી છે,ગુજરાતના સૌથી મોટા શિખર ગિરનારની પરિક્રમા પહેલા કોને કરી હતી તે બાબતે ઘણા લોકો અજાણ હશે તો આવો જાણીયે લીલી પરિક્રમાનો આ ઇતિહાસ.
દિવાળી પછી લાખો ભક્તો ગિરનારની લીલી પરિક્રમાની વાટ જોતા હોય છે,લીલી પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધવા લખો ભક્તો પાંચ દિવસ સુધી ગિરનારના જંગલોની વનરાયુંમાં પરિક્રમા કરી ભક્તિની અનોખી લહેર જગાવતા રહે છે.ત્યારે ઇતિહાસના પાના પર અંકિત માન્યતાઓ મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ અને ભાઇ બલદેવજીએ સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી.ગિરનાર ભગવાન કૃષ્ણ અને ભાઇ બલરામે કરેલી પરિક્રમાનો પણ સાક્ષી હોવાનું માનવામાં આવે છે. જો કે એ ઇતિહાસ બાદ આજ સુધી આ પરિક્રમા યથાવત છે.આ ઉપરાંત પણ સંતો મહંતોએ લીલી પરિક્રમાથી પુણ્યનું ભાથું બાંધ્યું છે.વર્ષ 1864માં દિવાન અનંતજી અમરચંદ વસાવડાએ જેઠ માસમાં સંધ કાઢીને પ્રથમ એવી સંધ પરિક્રમા કરી હતી.આ ઉપરાંત સંત દેવીદાસ,અમર દેવીદાસના ગુરૂ,જેરામ ભારતી, મંડિયા સ્વામી,મેકરણ કાપડી તેમાંથી મેકરણ દાદાની ધુણી ગિરનાર પર છે. તેમજ જેરામ ભારતી મહારાજે પણ ગિરનારની પરિક્રમા કરી હતી.પરિક્રમામાં બોરદેવીનું મંદિર અનેરી આસ્થાનું પ્રતીક છે.બોરદેવી મંદિરના પ્રાંગણમાં અનેક વખત સંતો-મહંતો પણ હાજરી આપી ચૂક્યા છે. ખાસ કરીને અંહી ચાલતા અવિરત અન્નક્ષેત્રના લીધે ભાવિકોમાં બોરદેવીનું મંદિર આસ્થા સાથે અન્નનું કેન્દ્ર પણ બની રહ્યું છે.અહીં ચાલતા અન્નક્ષેત્રમાં ગુજરાતભરમાંથી સ્વંયસેવકો સેવા અર્થે જોડાય છે જે યાત્રિકો તેમજ પરિક્રમા કરવા આવતા લોકોને જમાડે છે.વનમાં પણ ઘરનું ભોજન મળી રહે તે હેતુથી આ અન્નક્ષેત્રનો સેવા યજ્ઞ આજે પણ યથાવત છે.આ અન્નક્ષેત્રમાં પાંચ દિવસ દરમિયાન બે લાખ જેટલા લોકો પોતાના જઠરાગ્નિ ઠારે છે.ઉપરાંત સવારે ચા-નાસ્તો તેમજ બે સમયનુ જમવાનાના વ્યવસ્થા અહીં જ કરવામાં આવે છે.અહીં ભોજનથી માંડીને જરૂરી દવાઓની સેવા પણ પૂરી પાડવાની સેવા કરવામાં આવે છે.
ગિરનાર એટલે આસ્થાકેન્દ્ર, જેના શિખર પર દેવી દેવતાઓના સ્થાપત્યો અને તળેટીમાં થતી પરિક્રમા એટલે એ તમામ દેવાલયોની પિરક્રમા,રૈવતાચળ એટલે કે ગિરનાર પર 9 નાથ, 84 સિધ્ધિ, 64 જોગણીઓ અને 52 વીરના બેસણાઓ આ તમામ સ્થાનકો એક સાથે જ્યાં અનુભવાય તે ગિરનાર,દિવાળી બાદ લોકો પુણ્યનું ભાથુ બાંધવા લીલી પરિક્રમા કરે છે.જ્યાં સેવાપ્રેમીઓનો મેળો ભરાય જે સેવા કરીને લોકોના હાશકારામાંથી હૈયાની અનૂભુતી કરે છે. ગિરનારનું પૌરાણિક મહત્વ છે,કૈલાશ, ગોવર્ધન અને નર્મદાની પરિક્રમાની સાથોસાથ આદીઅનાદી કાળથી ગિરનારની પરિક્રમાનું એક આગવુ મહત્વ રહ્યું છે.કારતક સુદ અગિયારસના દિવસે ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થાય છે.સ્કંદપુરાણમાં પણ પરિક્રમાનો ઉલ્લેખ અને વર્ણન છે.36 કિમીની આ યાત્રા વાસ્તવમાં એક આધ્યાત્મની સાથે આસ્થાની પદયાત્રા છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. ગિરનાર એટલે વિશાળતા અને ઊંચાઇ સાથોસાથ સાહસિક પ્રવૃતિઓનું મુખ્યમથક. જ્યાં શિયાળામાં ટ્રેકિંગની મોસમ ખીલે તો શિવરાત્રીના મેળામાં જૂનાગઢનો આખો માહોલ ભક્તિની સોડમથી મહેકી ઊઠે. આજથી શરૂ થયેલી પરિક્રમામાં શિવ અને જીવનું મિલન થશે તેમજ રાત્રીના 12 વાગતા જ જંગના માર્ગો ભક્તિનાદ સાથે ગૂંજી ઉઠશે.
સિંહ દીપડાના હુમલાની ઘટના ન બને તે માટે વન વિભંગનો ખાસ પ્લાન
આજથી 11મી નવેમ્બર કારતક સુદ દસમથી ગિરનારની લીલી પરિક્રમામાં શરૂઆત થઈ ગઇ છે. આ વખતે ગિરનારની લીલી પરિક્રમા નિર્ધારિત સમયથી બે દિવસ વહેલી શરૂ કરવામાં આવી છે.વહેલી સવારે ઈટવા ચેકપોસ્ટનો ગેટ ખુલ્લો કરીને પરીક્રમાર્થીઓએ 36 કિલોમીટરની પરિક્રમાની શરૂઆત કરી દીધી છે.આ વેળાએ યાત્રાળુઓનું આરોગ્ય ન જોખમાય તે માટે તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે,પરિક્રમાના રસ્તે સરકારી આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે,ગયા વર્ષે એક બાળકી પર દીપડાએ કરેલા હુમલાની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે આ વખતે વનતંત્રએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જાણો અહીં આ વખતે પરિક્રમામાં શું શું ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થાઓ…
પરિક્રમાના રૂટ પર 80 થી વધુ અન્નક્ષેત્રો તૈયાર કરાયા છે
પરિક્રમાના રૂટ પર છાશ-દૂધના 23 કેન્દ્રો રખાયા છે
પરિક્રમાના રૂટ પર પાણીની 32 ટાંકી ગોઠવવામાં આવી છે.અઢી હજારથી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરાયા છે
સીસીટીવી કેમેરા અને ડ્રૉનથી નજર રાખવામાં આવશે
ફ્રી વાહન પાર્કિંગના બોર્ડ મુકવામાં આવ્યા છે
રૂટ ના ભટકે તે માટે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે
એક હજારથી વધુ કચરાપેટીઓ મુકવામાં આવી છે
મેડિકલ-પેરા મેડિકલની 16 ટીમો તૈનાત કરાઇ છે
ભવનાથના નાકોડામાં ICU કાર્યરત રહેશે
જિલ્લા વહીવટી પ્રશાસને રિક્શા ભાડાના દર નિયત કર્યા છે
પરિક્રમાના રૂટ પર કુલ 16 એમ્બ્યૂલન્સ સ્ટેન્ડબાય રહેશે
પરિક્રમાના રૂટ પર 10 હંગામી દવાખાના ઉભા કરાયા છે
રાત્રે અજવાળુ કરવા આઠ ડીઝલ જનરેટર સેટ મુકાયા છે
સિંહ, દીપડાને રૂટથી દુર રાખવા 350 વનકર્મીનો સ્ટાફ તૈનાત રહેશે.
BY DIPAK KATIYA ON NOVEMBER 11, 2024
વાવ વિધાનસભામાં ભાજપની જીત: કોંગ્રેસને મોટો ઝટકો બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું…
મહારાષ્ટ્રમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું,સૌથી મોટી પાર્ટી બની ઉભરી જે દિવસની રાજકીય પક્ષો છેલ્લા 50થી…
- સરકારની મહત્વની પોલિસીનું ઉલ્લઘન નવા રસ્તાના નિર્માણનો વખત આવે ત્યારે સૌ પ્રથમ તેની ભૂગર્ભ…
સંગીત એક થેરેપી : માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી દેશ અને વિદેશમાં થયેલા ઘણા સંશોધનો પુષ્ટિ…
મહાનગરોમાં માર્ગો અને બિલ્ડીંગો પર હોડિગ્સની હારમાળા જોખમી બને છે..!? રાજયમાં હોડિગ્સનો વિવાદ નવો…
એક્ઝિટપોલ પર હવે ભરોસો ઓછો થઇ રહ્યો છે ગતરોજ દેશના બે રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ,જેમાં…