fbpx Press "Enter" to skip to content

મનુસ્મૃતિ”નો વારંવાર વિવાદ કેમ?

“મનુસ્મૃતિ”નો વારંવાર વિવાદ કેમ?

અંગ્રેજોએ આ પુસ્તકનો ઉપયોગ કાયદાઓમાં કર્યો. ખરેખર વિવાદસ્પદ અને વિરોધાભાસી શ્લોકો છે ?

ભારતમા અલગ અલગ ધર્મ માનનારા લોકો રહે છે. અહીં દરેકના ધાર્મિક ગ્રંથો છે. જયારે હિન્દુ ધર્મમાં તો અનેક વેદ-પુરાણો છે. અને તેમા લખેલી વાતો આજે પણ લોકો પરંપરા માનીને પાળે છે. મનુસ્મૃતિ એક ધાર્મિક ગ્રંથ છે. તેમાં રાજનીતિ અને ધર્મની વાતોનો ઉલ્લેખ છે. તેમા 2,684 જેટલા શ્લોક છે. 12 અધ્યાય છે. જેમાં સૃષ્ટિ વિશે, હિંદુ સંસ્કાર વિધિ, શ્રાદ્ધ વિધિની વ્યવસ્થા, વિવાહના નિયમો અને મહિલાઓ માટેના નિયમો જણાવવામાં આવ્યા છે. મનુસ્મૃતિની રચના અંગે ઘણા વિદ્વાનો માને છે કે તે ઘણા બ્રાહ્મણ વિદ્વાનોએ એકત્ર કરી હતી.

” મનુ સ્મૃતિ” માં પ્રથમ અધ્યાય – સૃષ્ટિની ઉત્પતિ અને પ્રલય વિશેની માહિતી, બીજો અધ્યાય – આર્યવર્તની સીમ, સોળ સંસ્કાર, જળવાયુ વગેરે વિશેની માહિતી,ત્રીજો અધ્યાય – ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ, આઠ પ્રકારના વિવાહ, શ્રાદ્ધ, કન્યાની પાત્રતા વગેરેની માહિતી, ચોથો અધ્યાય – ગૃહસ્થના એટલે કે લગ્નજીવનના નિયમો, દાન વગેરેની માહિતી, પાંચમો અધ્યાય – માંસનું સેવનને પાપ, ઈમાનદારી, સ્ત્રી-પુરુષનો સંબંધનો આર્દશ રુપ વગેરે વિશેની માહિતી આપવામાં આવી છે, છઠ્ઠો અધ્યાય – વાનપ્રસ્થના નિયમોનો ઉલ્લેખ, સાતમો અધ્યાય – રાજાના ધર્મ, દંડ વગેરેનો ઉલ્લેખ ,આઠમો અધ્યાય – રાજાના વિવાદને સમાપ્ત કરવાની રીતો વિશેની માહિતી, દસમો અધ્યાય – ચાર વર્ણોના કર્તવ્યો વિશેનો ઉલ્લેખ, અગિયારમો અધ્યાય – ગાયવધ, માંસ સેવન અને અન્ય પાપો વિશેનો ઉલ્લેખ, બારમો અધ્યાય – સ્વર્ગલાભ અને નરક પ્રાપ્તિનો ઉલ્લેખ છે.

અધ્યાય 8, શ્લોક 371: જ્યારે કોઈ સ્ત્રી તેના પતિ સાથે દગો કરે છે અથવા તેનો અનાદર કરે છે, ત્યારે રાજાએ તેને જાહેર ચોકમાં કૂતરાઓ પાસે છોડી દેવી જોઈએ, અધ્યાય 8, શ્લોક 21: જ્યારે શૂદ્ર રાજા માટે કાયદાનું અર્થઘટન કરે છે, ત્યારે તેનું રાજ્ય કાદવમાં ડૂબી ગયેલી ગાયની જેમ ડૂબી જાય છે અને તે નિઃસહાયપણે જોયા કરે છે, અધ્યાય 8, શ્લોક 129: એક યોગ્ય શૂદ્રએ ક્યારેય સંપત્તિ એકઠી કરવી જોઈએ નહીં; કારણ કે જ્યારે શૂદ્ર ધનવાન બને છે ત્યારે તે બ્રાહ્મણોને પરેશાન કરે છે, અધ્યાય 1, શ્લોક 31: બ્રહ્માએ વિશ્વની રચના કરી હતી અને તેમના મુખમાંથી બ્રાહ્મણો, તેમના હાથમાંથી ક્ષત્રિયો, તેમના પેટમાંથી વૈશ્ય અને તેમના પગમાંથી શૂદ્રોનો જન્મ થયો હતો, અધ્યાય 5, શ્લોક 151: સ્ત્રીએ તેના જીવનભર તે પતિની સેવા કરવી જોઈએ, જો તેના પિતા અથવા ભાઈ દ્વારા તેના પિતાની સંમતિથી લગ્ન કર્યા હોય અને તેના મૃત્યુ પછી બ્રહ્મચારી રહેવું જોઈએ, અધ્યાય 9, શ્લોક 335: શૂદ્રનું સૌથી મોટું કર્તવ્ય વિદ્વાન ગૃહસ્થ, વિદ્વાન બ્રાહ્મણ અને વેદના વિદ્વાન માણસની સેવાનું છે.

મનુસ્મૃતિમાં મહિલાઓના કાર્યો, તેમની જીવનશૈલી બાબતે જણાવ્યું છે, જે આજે યોગ્ય માનવામાં આવતી નથી. જેથી મનુસ્મૃતિનો ઘણો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે સ્ત્રીઓની સ્વતંત્રતા, તેમના આચરણ વિશે એવી ઘણી બાબતો છે, જેને આજે વ્યાજબી કહી શકાય નહીં. પાંચમા અધ્યાયના 152મા શ્લોકનો અર્થ છે- સ્ત્રીએ તેના પિતા, પતિ અને પુત્ર સિવાય ક્યારેય એકલા ન રહેવું જોઈએ. અને જણાવ્યું છે કે, જે સ્ત્રી તેમનાથી અલગ થઈને સ્વતંત્ર રહે છે તે તેના પતિ અને પિતા બંનેના પરિવારને કલંકિત કરે છે. આમ, ઘણાં હિસ્સા વિવાદાસ્પદ અને માનવ સમાનતાની આધુનિક વ્યાખ્યાથી વિપરીત છે .

તાજેતરમાં સંસદભવમાં રાહુલ ગાંધીએ એક હાથમાં બંધારણની કોપી અને બીજા હાથમાં મનુસ્મૃતિ ગ્રંથની કોપી દર્શાવીને કહ્યું કે સરકાર બંધારણને ધીમે ધીમે દૂર કરી સરકાર મનુસ્મૃતિનું સમર્થન કરી તેને અપનાવવા માંગે છે તેમ કહી વિવાદ ઉભો કર્યો હતો. ચૂંટણી દરમ્યાન દલિતો, આદિવાસીઓ અને પછાત લોકોને હિન્દુઓથી અલગ કરવાની માનસિકતા થઇ ચુકી છે. જો કે, લોકોને ખબર છે કે બંધારણની રક્ષા કોણ કરે છે અને બંધારણને બચાવવાના નામે કોણ રાજકીય રોટલા શેકે છે.

પ્લાસીના યુદ્ઘ પછી ભારતમાં અંગ્રેજ રાજ આવ્યું અને તે સમયે ન્યાયાધીશ સર વિલિયમ જોન્સે મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. અનુવાદ કરવા પાછળ કારણ સ્પષ્ટ હતું કે મનુસ્મૃતિનો હવાલો આપીને હિન્દુ સમાજનું વિભાજન કરવું આસાન હતું. પુસ્તકમાં વર્ણવાયેલી ચતુર્વર્ણ વ્યવસ્થાને ટાંકીને હિન્દુ ધર્મમાં ઉંચ-નીચની ભેદભાવભરી ખાઈ હતી તેને વધુ ઉંડી કરી શકાય તેમ હતી. મુસ્લિમો માટે શરિયાના કાનૂન હતા તેમ હિન્દુઓ માટે મનુસ્મૃતિ આધારિત કાનૂનો લાગુ કરવામાં આવ્યા, જે અગાઉ કદી ન હતા. અંગ્રેજી શાસન દરમ્યાન મનુસ્મૃતિ સાથે છેડછાડ પણ થઈ, પરિણામે મનુસ્મૃતિ એ બ્રાહ્મણવાદી અને ઉચ્ચવર્ણની તરફેણ કરનારો, દલિત વિરોધી ગ્રંથ હોવાની છાપ ઉપસી હતી.

ડૉ .બાબાસાહેબ આંબેડકરે સમાજના વિભાજન અને દલિતો પ્રત્યેના તિરસ્કાર માટે મનુસ્મૃતિને કારણભૂત ગણીને તેની નકલ બાળીને વિરોધ નોંધાવ્યો હતો. તેમના પુસ્તક ફિલોસોફી ઑફ હિન્દુઇઝમમાં જણાવ્યું છે કે, મનુએ ચાર વર્ણની વ્યવસ્થાની તરફેણ કરી આ ચાર વર્ણોને અલગઅલગ રાખવા વિશે જણાવીને જ્ઞાતિ-વ્યવસ્થાનો પાયો નાખ્યો. જ્ઞાતિ-વ્યવસ્થાની રચના મનુએ કરી હોવાનું કહી શકાય તેમ નથી, પણ આવી વ્યવસ્થાના બિયારણનું વાવેતર જરૂર કર્યું છે.

રાજીવ લોચન કહે છે કે, બૌદ્ધ સંઘોની ખ્યાતિ ભારતમાં ફેલાવા લાગી ત્યારે બ્રાહ્મણોએ આ પુસ્તક લખીને પોતાનું પ્રભુત્વ ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસ કર્યા હતા. બ્રાહ્મણનું સ્થાન સમાજમાં સર્વોચ્ચ છે અને સમાજમાં બ્રાહ્મણો તથા બીજા લોકો માટે અલગઅલગ નિયમ છે. બ્રાહ્મણોનો કોઈ પણ સ્થિતિમાં આદર થવો જોઈએ. જયારે પુરુષનું કલ્યાણ થાય તો જ કોઈ મહિલાનું કલ્યાણ થઈ શકે. મહિલાને કોઈ પણ પ્રકારના ધાર્મિક અધિકાર નથી. મહિલા પતિની સેવા કરીને સ્વર્ગને પામી શકે છે.

સામાજિક કાર્યકર્તા ડૉ. લેનિન રઘુવંશી જણાવે છે કે, આ વેદ અને ઉપનિષદ જેવો પવિત્ર ગ્રંથ નથી. તે 2000 વર્ષ પહેલાં લખ્યું હતું. શબ્દો વેદ અને ઉપનિષદ સાથેબંધ બેસતા નથી. પુસ્તક ફાડવું વ્યક્તિગત છે. જ્યારે તેનો વિરોધ કરવો અને તેનું ખંડન કરવું એ વાત જુદી છે.

BY KALPESH MAKWANA ON DECMEBER 26, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!