fbpx Press "Enter" to skip to content

12 વર્ષે જ કેમ થાય છે મહાકુંભ?  

12 વર્ષે જ કેમ થાય છે મહાકુંભ?  

મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં સંગમના કિનારે સ્નાન કરવાનું પોતાનું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રયાગરાજમાં દર 12 વર્ષ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમના કિનારે તેનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં વર્ષ 2025માં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન પ્રયાગરાજ મહાકુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. દેશ અને દુનિયામાંથી કરોડો ભક્તો મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ અથવા મહાકુંભ મેળા જિલ્લામાં પહોંચવાના છે. એવું માનવામાં આવે છે કે આ સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે.

 

મહાકુંભ દર 12 વર્ષે જ કેમ થાય છે?

મહા કુંભ મેળો 12 વર્ષ પછી જ કેમ થાય છે તે પ્રશ્નનો જવાબ પૌરાણિક કથાઓમાં મળે છે. ખરેખરમાં મહાકુંભને સમુદ્ર મંથન સાથે સંબંધિત માનવામાં આવે છે. આ સમય દરમિયાન મંથનમાંથી અમૃત નીકળ્યું જેના પર દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. એવું માનવામાં આવે છે કે અમૃતના થોડા ટીપા ઘડામાંથી બહાર આવ્યા અને પૃથ્વી પર 4 સ્થળોએ પડ્યા હતા એટલે કે પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક. ત્યારે કુંભનું આયોજન આ 4 સ્થળોએ જ થાય છે. એવું માનવામાં આવે છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 દિવસ સુધી યુદ્ધ થયું હતું, જે માનવ જીવનના 12 વર્ષ બરાબર છે. આ જ કારણ છે કે 12 વર્ષ પછી જ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

યુપી સરકારે મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ 2025માં 40 કરોડથી વધુ ભક્તો ભાગ લે તેવી આશા છે. 2013ના કુંભની સરખામણીએ 2025માં પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાનો વિસ્તાર બમણાથી વધુ રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે યોગી સરકારે મહાકુંભ 2025ના આયોજન માટે 2,600 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરી હતી. મહાકુંભ દરમિયાન વધુ સારા વહીવટ માટે યુપી સરકારે મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે.

 

પ્રયાગરાજ તીર્થસ્થાનોનો રાજા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજને શાસ્ત્રોમાં તીર્થરાજ એટલે કે તીર્થસ્થાનોના રાજા તરીકે વર્ણવવામાં આવ્યું છે. એવી પણ માન્યતા છે કે પ્રથમ યજ્ઞ ભગવાન બ્રહ્માએ પ્રયાગરાજમાં જ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને જન્મ-મરણના ચક્રમાંથી પણ મુક્તિ મળે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં યુનેસ્કોએ કુંભ મેળાને ‘માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો’નો દરજ્જો આપ્યો હતો.

કુંભ મેળાની મહત્વની તારીખો એનું મહત્વ આ મુજબ છે

  • 13 જાન્યુઆરી 2025: પોષ પૂર્ણિમા
  • 14 જાન્યુઆરી 2025: મકરસંક્રાંતિ (પ્રથમ શાહી સ્નાન)
  • 29 જાન્યુઆરી 2025: મૌની અમાવસ્યા (બીજું શાહી સ્નાન)
  • 3 ફેબ્રુઆરી 2025: વસંત પંચમી (ત્રીજું શાહી સ્નાન)
  • 4 ફેબ્રુઆરી 2025: અચલા સપ્તમી
  • 12 ફેબ્રુઆરી 2025: માઘી પૂર્ણિમા
  • 26 ફેબ્રુઆરી 2025: મહાશિવરાત્રી (છેલ્લું સ્નાન)

BY SHWETA BARANDA ON DECEMBER 26, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!