દાનવ નહિ દેવ બનો, ચાઈનીઝ દોરીનો કરો બહિષ્કાર
માણસોથી લઈને પક્ષીઓ માટે ઘાતક બની ચાઈનીઝ દોરી
માછલી પકડવાની દોરી કેવી રીતે પતંગ સુધી પહોંચી?
રસ્તે ચાલતા રાહદારી હોય કે પછી ટૂ-વ્હીલર પર સવાર કોઈ વ્યક્તિ, ચાઈનીઝ દોરી માણસોથી લઈને પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. પરંતુ પતંગ કાપવાની મજા માટે બજારમાં ધૂમ વેચાતી ચાઈનીઝ દોરી પ્રતિબંધિત છે, છતાં પણ મોટાં શહેરોથી લઈને નાનાં ગામડાં સુધી આસાનીથી દર વર્ષે ઉત્તરાયણ વખતે પહોંચી જતી હોય છે. ચાઈનીઝ દોરી સીધી જ ગળાના ભાગે ઈજા પહોંચાડતી હોવાના કારણે ઘણા કિસ્સામાં વ્યક્તિને ટાંકા લેવા પડે, ક્યારે મોત પણ થઈ શકે છે. ઉત્તરાયણ પર્વે ચાઈનીઝ દોરીના કારણે આનંદનો માહોલ ક્ષણભરમાં શોકમાં પરિણમે છે. આ દોરીનો ઉપયોગ કરનાર તેની મજબૂતી વિષે જાણે છે અને એટલા માટે જ ખરીદી કરે છે. પરંતુ, કોઈના પતંગ કાપવાની તમારી આ પળભરની ખુશી સાથે ગળા કપાતા કોઈના ઘરનો ચિરાગ હંમેશા માટે ઓલવાય છે. મહત્વનું છે કે, સપ્તાહ અગાઉ સુરતમાં અમરોલી-સાયણ રોડ સ્થિત ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા ડાયમંડ ફેક્ટરીના એકાઉન્ટન્ટનું ગળું ચાઇનીસ દોરીના કારણે કપાઈ ગયું હતું. જયારે ચાર દિવસ અગાઉ અમદાવાદમાં ઘોડાસર વિસ્તારમાં બાઇક ઉપર પસાર થઈ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળુ કપાતાં સ્થળ ઉપર મોત થયું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાઇનીઝ દોરીથી પક્ષીઓ અને માણસોનાં ગળાં કપાવાના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે. આપણા તહેવારો ઉજવણીનું સ્વરૂપ ગુમાવી કંઈક નવું જ સ્વરૂપ લઈ રહ્યા છે, જેમાં કુદરત, પ્રકૃતિ અને માનવજાતને થતું નુકસાન વધી રહ્યું છે. માત્ર એમ કહી ને કે સરકાર કશું કરતી નથી- આપણે છટકી જઈએ તે વાજબી નથી. આપણે આપણા દેશ માટે આર્થિક વિકાસની એવી વ્યૂહરચના ઘડવી પડશે, જેમાં પર્યાવરણ અને માનવસમાજના કલ્યાણને આવરી લેવામાં આવે.
– મોતનો ચાઇનીઝ માંઝો કેવી રીતે બને છે?
કેટલાક લોકો ચાઈનીઝ દોરીને પ્લાસ્ટિક માંઝા પણ કહે છે. આ પ્લાસ્ટિક માંઝા અથવા ચાઈનીઝ દોરી બીજા માંઝાની જેમ દોરીથી તૈયાર નથી કરવામાં આવતું, પરંતુ તેને નાયલૉન અને મેટેલિક પાવડરથી બનાવવામાં આવે છે. જે એકદમ પ્લાસ્ટિક જેવું જ દેખાય છે અને સ્ટ્રેચેબલ હોય છે. એવામાં જ્યારે આપણે આ દોરાને ખેંચીએ છીએ તો તૂટવાના બદલે તે મોટો થઈ જાય છે. આ માંઝાને કાપવું ખૂબ જ મુશ્કેલ હોય છે. દોરી પર કાચનો પાવડર ચઢાવાય છે. આ સિવાય ચોખાનો પાવડર, લોખંડના વેરનું કોટિંગ પણ ચઢે છે. છેલ્લે દોરા પર રંગ ચઢાવીને સમયાંતરે તેનું વેચાણ કરાય છે.
– આ દોરી વીજ વાયરના સંપર્કમાં આવે તો જીવતો વીજવાયર બની જાય
ચાઇનીઝ દોરીમાં વપરાતા કેમિકલ, ઝીંક અને મેટલને કારણે આ દોરી ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવે તો જીવતો વીજવાયર બની જાય છે. ઉપરાંત વ્યક્તિ, પશુ કે પક્ષીના શરીર સાથે ઘર્ષણ થાય તો એક તલવારથી ઓછી ધારદાર હોતી નથી. નિષ્ણાતોના જણાવ્યાં મુજબ ચાઇનીઝ દોરી એક જીવ માટે ફાંસીના ફંદાથી જરાય ઓછી આંકી શકાય નહીં. એક સર્વે મુજબ ચાઇનીઝ દોરી એક વીજવાયર જેટલી જ ઘાતક પુરવાર થઈ શકે છે અને પર્યાવરણને પણ નુકશાનકર્તા છે. પ્લાસ્ટિક/સિન્થેટિક, નાયલોનમાંથી બનતી દોરી લાંબા સમય સુધી નાશ પામતી નથી. પરિણામે ડ્રેનેજ જામ થાય છે. પશુઓ ખોરાક સાથે ચાઇનીઝ દોરી આરોગી જતાં આફરો કે ગભરામણના કારણે મૃત્યુ થઈ શકે છે. વીજલાઇન કે સબસ્ટેશનમાં ચાઇનીઝ દોરી ભરાવાના કારણે શોર્ટસિર્કટ કે ફોલ્ટ થતાં વીજકંપનીને નુકશાન પહોંચે છે. ચાઇનીઝ દોરી ધારદાર ચપ્પુ કે છરાની જેમ વ્યક્તિનું ગળુ કે હાથની આંગળીઓ તેમજ પક્ષીઓની ડોક અને પાંખો કાપી નાખે છે. હાથથી દોરીને તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો આંગણીઓ કપાય જાય પણ દોરી તૂટતી નથી.
– ચાઇનીઝ દોરી જેલમાં પણ પહોંચાડે
ગળા કાપી નાખતી ચાઈનીઝ દોરી અંગે માત્ર ગુજરાત જ નહીં દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં પણ ફરિયાદો થતી આવી છે. વર્ષ 2017માં એક કેસમાં સુપ્રીમ કોર્ટે અરજદારોને NGT(નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ) સમક્ષ જવા માટે કહ્યું હતું. તે પછી NGTએ ચાઈનીઝ માંજો, નાયલોન અથવા કોઈ પણ કૃત્રિમ સામગ્રીમાંથી બનેલા માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાં કે ઉપયોગ કરતાં કોઈ વ્યક્તિ ઝડપાય તો આઇપીસી ૧૮૮ હેઠળ જાહેરનામાના ભંગ બદલ તેની ધરપકડ થઈ શકે. તેમજ મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે અને આરોપીને ર૪ કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. જો કોઈ આ દોરી વેચતો ઝડપાય તો 5 વર્ષ સુધીની જેલ કે 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને થઈ શકે છે. જો IPCની કલમ 188 એટલે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાય તો બોન્ડ ભર્યા બાદ પોલીસ સ્ટેશનથી જામીનનો વિકલ્પ રહે છે. કદાચ કોઈ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવે અને અન્ય કોઈ વ્યક્તિને દોરીના કારણે ગંભીર ઈજા બાદ મૃત્યુ થાય તો IPCની કલમ 304 હેઠળ મૃત્યુ નિપજવું સંભાવ હોય એવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી કરેલું કૃત્ય માનવામાં આવી શકે છે. આવા કેસમાં સરળતાથી જામીન નથી મળતા. આરોપી પર ગુનો સાબિત થાય તો 10 વર્ષ જેલવાસ ભોગવવાનો વારો આવી શકે છે.
– ચાઈનીઝ દોરીની માગ કેમ વધી?
પતંગ માટેની પરંપરાગત દોરી કપાસમાંથી બને છે. આ દોરી બનાવવા માટે સારો કાચો માલ મળવો દિવસે ને દિવસે મુશ્કેલ બની રહ્યો છે. કપાસના કાચા દોરાની કિંમત પણ વધુ હોય છે. જેની સરખામણીમાં ચાઈનીઝ દોરી માટે વપરાતું પોલિમર્સ સરળતાથી મળી જતું હોય છે અને કપાસ કરતાં ઓછું ખર્ચાળ પણ છે. આ જ કારણે ચાઈનીઝ દોરી પ્રતિબંધિત હોવા છતાં તેનો વેપાર બેફામ રીતે ચાલી રહ્યો છે.
– ઘાતક ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતા ધૂમ વેચાણ
વડોદરા,ગાંધીનગર, સુરત, મહેસાણા, રાજકોટ સહિતના શહેરોમાં ચાઇનીઝ દોરી યુવકોનો ભોગ લઇ રહી છે. ભલે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોય, પરંતુ ચાઇનીઝ દોરી વેચાય પણ છે, ઉપયોગમાં લેવાય પણ છે અને તેનાથી લોકોના મોત પણ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ નાયલોન દોરીને કારણે દર વર્ષે મોટી પ્રમાણમાં વાહનચાલકોના ગળા કપાવાના કિસ્સા બને છે. સેંકડો પક્ષીઓ પણ ઉતરાયણના દિવસોમાં ઘાયલ થાય છે. જેના પગલે તંત્ર તરફથી પ્રતિબંધાત્મક આદેશો કરવામાં આવે છે. ચાઈનીઝ દોરી પ્રતિબંધના ભંગ બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી સરકાર દ્વારા કરાય છે. માંજાના વેપારીઓ સાથે મીટીંગ કરી અને આ પ્રતિબંધ અંગે ચુસ્ત પાલન કરવાની સૂચના અપાય છે. નાગરિકોમાં પણ આ બાબતની જાણકારી અને માહિતી યોગ્ય રીતે પહોંચે તે માટે પ્રસાર માધ્યમોનો સહારો લેવા તેવા પણ નિર્દેશ કરાય છે. આ પ્રકારના કિસ્સામાં ઘાયલ થતા લોકો માટે વળતર નક્કી થવું જરૂરી છે. ઓનલાઇન વેચાણ તથા પાર્સલ ટ્રાન્સફર કરતી સંસ્થાઓને પણ આ પ્રકારના પ્રતિબંધિત મટીરીયલની હેરફેર માટે રોક લગાવવી પડશે.

– વેચનાર-ખરીદનાર માણસ માનવી-પક્ષીના મોતનું કારણ
માનવી હોય પક્ષીઓ – બધાય માટે જોખમી જ નહીં જીવલેણ કહી શકાય એવી ચાઇનીઝ પતંગદોરી વેચનારાઓ સમગ્ર સમાજના શત્રુ છે. સરકારે માત્ર પ્રતિબંધ હોવાના જાહેરનામાં બહાર બહાર પાડીને સંતોષ માની લેવાના બદલે પ્રતિબંધ છતાંય દોરી વેચવાનું ગેરકાયદે, ગુનાઇત કામ કરનારાઓ વિરુદ્ધ કડક હાથે કામ લેવું જોઇએ. દોરીથી કપાઇને લોકો, પક્ષી મૃત્યુ પામે છે એવા સંજોગોમાં તો આ એક હત્યાનો જ ગુનો બને છે. એટલે સજા પણ એવી જ આકરી થવી જરૂરી છે. બીજી તરફ પતંગરસિયાઓએ પણ ઈમાનદારીપૂર્વક ચાઇનીઝ દોરી ખરીદશું જ નહીં એ પ્રકારે સંકલ્પબદ્ધ થવું અનિવાર્ય છે. એ સિવાય આ ‘જીવલેણ દૂષણ’ દૂર કરી શકવું અઘરું છે. ગેરકાયદે વેચનારા અને ખરીદનારા સમજે કે આ ચાઇનીઝ દોરી ‘કમોતનું કારણ’ બની રહી છે અને તેમાં આપણે ભાગીદાર થવું નથી એવી મૂળભૂત માણસાઇ દાખવે એ સમયની માંગ છે !
"એક દુનિયા આ પણ" આ બજારનું નામ 'હાથીખાના' કેમ પડ્યું ? અહીં એક સમયે હાથગાડા…
પ્રજાસતાક પરેડમાં ગુજરાતનો પ્રખ્યાત ‘મણિયારા રાસ નૃત્ય’નો ટેબ્લો. ‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્રની ખુબ જ…
મહાકુંભમાં 30 લાખ ગુજરાતીઓ ઉમટયા! શાહી સ્નાનમાં કરવામાં પણ ગુજરાતી યાત્રાળુઓમાં ઉત્સાહ.મહાકુંભમાં આવતા યાત્રાળુઓમાં…
સૂર્યકિરણ એરોબેટિક ટીમ. ગુજરાત ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હવાઇ પ્રદર્શન શો. ભારતીય વાયુસેનાની…
12 બાળકોની યાદોમાં પરિવારોના આંસુ હજી સુકાતા નથી! પીકનીકની એ સફર મોતની સફર…
બેટ દ્વારકા બાદ હવે દ્વારકામાં દબાણો પર તંત્રની તવાઇ ગેરકાયદેસરના ધાર્મિક દબાણો સાથે મકાનો જમીનદોસ્ત…