સુપ્રીમ કોર્ટે રજૂ કરી ગાઈડલાઈન
– આરોપી હોય તો પણ કોઈનું ઘર તોડી ન શકો
બુલડોઝર કાર્યવાહીના મામલામાં આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ કાયદાનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે કોઈપણનું ઘર તેના સપના જેવું હોય છે. માત્ર કોઈ વ્યક્તિ આરોપી કે દોષિત હોવાના આધારે ઘર તોડી શકાતું નથી. ઘર એ વ્યક્તિની છેલ્લી સુરક્ષા છે. કોર્ટે કહ્યું કે આરોપીના મામલામાં પૂર્વગ્રહ રાખી શકાય નહીં. સરકારી સત્તાનો બિનજરૂરી ઉપયોગ ન કરવો જોઈએ. કોઈપણ અધિકારી મનસ્વી રીતે કામ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કવિ પ્રદીપની એક કવિતાને ટાંકીને કહ્યું કે ઘર એક સપનું છે, જે ક્યારેય તોડી શકાતું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ કેસમાં તમામ દલીલો સાંભળી છે. લોકશાહી સિદ્ધાંતો ગણવામાં આવે છે. ન્યાયના સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા. ઇન્દિરા ગાંધી વિ. રાજનારાયણ, જસ્ટિસ પુટ્ટસ્વામી જેવા નિર્ણયોમાં નિર્ધારિત સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા. કાયદાનું શાસન જાળવવાની જવાબદારી સરકારની છે, પરંતુ તેની સાથે બંધારણીય લોકશાહીમાં નાગરિક અધિકારોનું રક્ષણ પણ જરૂરી છે. બીજી બાજુ એ પણ સવાલ ઉઠે છે કે શું સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ બુલડોઝર એક્શન પર સંપૂર્ણ રીતે લગામ લાગી જશે? આવામાં એ જાણવું જરૂરી બને છે કે કયા પ્રકારના મામલાઓમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આજે દર્શાવામાં આવેલા દિશા નિર્દેશો લાગૂ નહીં થાય
બુલડોઝરની કાર્યવાહી અંગે કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. કોર્ટે કહ્યું કે સૌથી પહેલા બુલડોઝરની કાર્યવાહી અંગે નોટિસ આપવી પડશે. આ સિવાય તેમનો પક્ષ પણ સાંભળવો પડશે. પોસ્ટ દ્વારા નોટિસ મોકલવી ફરજિયાત રહેશે. નોટિસ અંગેની માહિતી ડીએમને પણ આપવાની રહેશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો પ્રક્રિયાનું પાલન કરવામાં નહીં આવે તો વળતર ચૂકવવું પડશે. જ્યારે ઘર સંપૂર્ણપણે ખાલી થઈ જાય ત્યારે જ કાર્યવાહી થઈ શકે છે અને તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કામ માટે મનસ્વી રીતે કામ કરતા અધિકારીઓને જવાબદાર ઠેરવવા જોઈએ. સત્તાવાળાઓએ બતાવવું જોઈએ કે આ માળખું ગેરકાયદેસર છે અને ગુનામાં ઘટાડો કરવાની અથવા માત્ર એક ભાગને તોડી પાડવાની કોઈ શક્યતા નથી. કોર્ટે કહ્યું કે નોટિસમાં બુલડોઝર ચલાવવાનું કારણ અને સુનાવણીની તારીખનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે. આ કાર્યવાહી માટે 3 મહિનામાં એક ડિજિટલ પોર્ટલ પણ બનાવવામાં આવશે જેમાં નોટિસની માહિતી અને સ્ટ્રક્ચરની નજીકના જાહેર સ્થળે નોટિસ પ્રદર્શિત કરવાની તારીખ હશે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જો ઈમારતને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવી હશે તો અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવશે અને આ માટે તેમણે વળતર પણ ચૂકવવું પડશે. નોટિસમાં અધિકારીઓએ બુલડોઝરની કાર્યવાહીનું કારણ પણ જણાવવાનું રહેશે. જો અનધિકૃત માળખું જાહેર રોડ/રેલ્વે ટ્રેક/વોટર બોડી પર હોય તો કોઈપણ ઈમારતને તોડી શકાય છે.
– અધિકારીઓ ન્યાયાધીશની ભૂમિકા ભજવી શકતા નથી
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાર્યપાલિકા ન્યાયતંત્રનું સ્થાન લઈ શકે નહીં. માત્ર આરોપ લગાવવાથી કોઈ ગુનેગાર બનતું નથી. ટ્રાયલ વિના ઘર તોડીને સજા આપી શકાય નહીં. કોર્ટે કહ્યું કે આ મુદ્દો ફોજદારી ન્યાય પ્રણાલીમાં નિષ્પક્ષતા સાથે સંબંધિત છે, જે આદેશ આપે છે કે કાનૂની પ્રક્રિયા આરોપીના અપરાધ દ્વારા પક્ષપાતી ન હોય. આવા કિસ્સામાં આરોપી અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ કે નહીં? અમે આવા તમામ પ્રશ્નો પર નિર્ણય આપીશું, કારણ કે આ અધિકારો સંબંધિત મુદ્દો છે.
કયા મામલામાં લાગૂ નહીં પડે?
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલા દિશા નિર્દેશ રસ્તાઓ, ફૂટપાથ, રેલવે લાઈન કે વોટર બોડી પર ગેરકાયદેસર કબજા પર સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ લાગૂ નહીં થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ નિર્દેશ એવા મામલે લાગૂ નહીં થાય જ્યાં રસ્તાઓ, ગલીઓ, ફૂટપાથ, રેલવે લાઈન પાસે કે પછી કોઈ નદી, કે જળ બોડી જેવા કોઈ જાહેર સ્થાન પર કોઈ ગેરકાયદેસર બાંધકામ છે.” આ ઉપરાંત કોર્ટે કહ્યું કે આજનો ચુકાદો એવા કેસોમાં પણ લાગૂ નહીં થાય જ્યાં ન્યાયાલય દ્વારા ડિમોલીશનના આદેશ આપવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટના આદેશની મહત્વની વાત
* માત્ર આરોપના આધારે ઘર તોડી શકો નહીં. કડક ટિપ્પણી કરતા કહ્યું કે ઘર એક સપના જેવું હોય છે. આરોપીની સજા પરિવારને ન આપી શકાય.
* દેશમાં કાયદાનું રાજ હોવું જોઈએ. કારણ કે આરોપીઓ પાસે પણ અધિકાર હોય છે અને દોષિતોને સજા આપવાનું કોર્ટનું કામ હોય છે. આવું મનમાની વલણ, સત્તાનો દુરઉપયોગ સહન કરાશે નહીં. આવું કરનારા પર કાર્યવાહી થવી જોઈએ.
* કોઈ પણ સંપત્તિ પર કાર્યવાહી ત્યાં સુધી ન કરી શકાય જ્યાં સુધી તેના માલિકને 15 દિવસ પહેલા નોટિસ ન આપવામાં આવે. કોર્ટે કહ્યું કે આ નોટિસ માલિકને સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. તેના નિર્માણની બહારની દિવાલ ઉપર પણ લગાવવામાં આવશે. નોટિસમાં ગેરકાયદેસર નિર્માણની પ્રકૃતિ, ભંગ અને તેને તોડવાના કારણો જણાવવામાં આવશે.
* લોકોના ઘર ફક્ત એટલા માટે ધ્વસ્ત કરવામાં આવે કે તે આરોપી કે દોષિત છે. જો આમ કરાય તો તે સંપૂર્ણ રીતે ગેરબંધારણીય હશે. જસ્ટિસ ગવઈએ ચુકાદો સંભળાવતા કહ્યું કે મહિલાઓ અને બાળકો આખી રાત રસ્તા પર રહે તે સારી વાત નથી.
* કાર્યપાલક અધિકારી ન્યાયાધીશ બની શકે નહીં, આરોપીને દોષિત કરાર ન આપી શકાય અને તેનું ઘર તોડી ન શકાય.
* તે આરોપી કે દોષિત છે અને ફક્ત એટલા માટે લોકોનું ઘર તોડી નાખવામાં આવે તો તે સંપૂર્ણ રીતે ગેરબંધારણીય હશે.
* ડિમોલિશનની કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવામાં આવે. આ રિપોર્ટ પોર્ટલ પર પબ્લિશ કરાશે. બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું કે જો જાહેર ભૂમિ પર અનાધિકૃત નિર્માણ હશે કે કોર્ટ દ્વારા વિધ્વંસનો આદેશ અપાયો હશે તો તેમના આ દિશા નિર્દેશ લાગૂ થશે નહીં.
* જો કોઈ ઘરને બનાવવામાં સ્થાનિક કાયદાનો ભંગ કરાયો હોય તો તેને તોડવાનો વિચાર કરતી વખતે એ જોવું જોઈએ કે નગરપાલિકા કાયદામાં શું મંજૂરી છે. કોર્ટે કહ્યું કે કાયદા મુજબ ગેરકાયદેસર બાંધકામ સમાધાન યોગ્ય હોઈ શકે છે. કે પછી એવું હોઈ શકે કે ઘરનો ફક્ત કેટલોક ભાગ તોડવામાં આવે.
* બંધારણ અને ફોજદારી કાયદાના અંતર્ગત આરોપી અને દોષિતોને ચોક્કસ પ્રકારના અધિકારો અને સુરક્ષા છે. અત્રે જણાવવાનું કે દેશમાં મિલકતોને તોડી પાડવા માટે માર્ગદર્શિકા નક્કી કરવાની વિનંતી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો.
* કોઈ પણ પ્રકારના એક્શન માટે તમામ નિર્દેશોનું પાલન થવું જોઈએ. આ નિર્દેશોનું પાલન નહીં થાય તો અનાદર અને અભિયોજનની કાર્યવાહી કરાશે અને અધિકારીઓને વળતરની સાથે ધ્વસ્ત મિલકતોને પોતાના ખર્ચે ઠીક કરાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવશે.
* અધિકારીઓએ સૌથી પહેલાં હાજર ભૂમિ રેકોર્ડ અને નકશાની ચકાસણી કરવાની રહેશે.
* અધિકારીઓએ વાસ્તવિક દબાણની ઓળખ કરવા માટે યોગ્ય નિરીક્ષણ કરવાનું રહેશે
* કથિત અતિક્રમણકારીઓને ત્રણ લેખિત નોટિસ આપવાની રહેશે.
* સામા પક્ષને સાંભળવામાં આવશે અને તેમની મુશ્કેલી પર વિચાર કર્યા બાદ જ એક્શનનો સ્પષ્ટ આદેશ આપવામાં આવશે.
* દબાણ દૂર કરવા માટે તેઓને જગ્યા ખાલી કરવા માટે યોગ્ય સમય આપવાનો રહેશે.
* જો જરૂરી હોય તો વધારાની જમીનની કાયદેસર રીતે ફાળવણી કરવી જોઈએ. ત્યાર બાદ જ અન્ય કોઈ મોટી કાર્યવાહી કરવી જોઈએ.
બુલડોઝર કાર્યવાહી પર રાજ્ય સરકારની ઝાટકણી
બુલડોઝર એક્શન પર રાજ્ય સરકારોની ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું, રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની મનસ્વી અને એકતરફી કાર્યવાહીને સહન નહીં કરવામાં આવે. જો આની મંજૂરી આપવામાં આવી, તો અનુચ્છેદ 300A હેઠળ સંપત્તિના અધિકારની બંધારણીય માન્યતા એક મૃત પત્રમાં ફેરવાઈ જશે. બંઘારણના અનુચ્છેદ 300Aમાં કહેવામાં આવ્યું છે કે, કાયદાની સત્તા વિના કોઈપણ વ્યક્તિને તેની સંપત્તિથી વંચિત રાખવામાં આવશે નહીં.
– આરોપી એક તો સજા પરિવારને કેમ?
કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે બુલડોઝર એક્શનનું મનમાની વલણ સહન કરાશે નહીં. અધિકારી મનમાની રીતે કામ કરી શકે નહીં. જો કોઈ કેસમાં આરોપી એક છે તો ઘર તોડીને સમગ્ર પરિવારને કેમ સજા આપવામાં આવે? સમગ્ર પરિવાર પાસેથી તેમનું ઘર છીનવી શકાય નહીં. બુલડોઝર એક્શન હકીકતમાં કાયદાનો ભય નથી એવું દર્શાવે છે.
BY KALPESH MAKWANA ON NOVEMBER 13, 2024
Be First to Comment