Categories: Story

શહેરના ફૂટપાથનું દુઃખ: ભગલાની નજરે

 

ભગલાની અનોખી સમસ્યા , ચાલવું ક્યાં ?

સુંદરપુરા નામનું એક નાનકડું ગામ હતું. આ ગામમાં ધનીરામ વેપારી લાકડાનો વેપાર કરતો હતો. ધનીરામનો દીકરો ગગલો અને ગામમાં રહેતો ભગલો બન્ને નાનપણથી ગાઢ મિત્ર હતા. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ બંને વચ્ચે અંતર વધતું રહ્યું. એક સમય આવ્યો ગગલો શહેર ભણવા માટે ગયા બાદ પરત વતન આવ્યો નહિ અને શહેરમાં જ નોકરીએ ચડી ગયો. જયારે ધનીરામએ ગલાને કામે રાખ્યો હતો. ભગલાએ અડધી જિંદગી લાકડા વચ્ચે જ પસાર કરી હતી. જેના કારણે તે શહેરની જીવનશૈલીથી પણ અજાણ હતો. લાંબા સમય બાદ ભગલાને મિત્ર ગગલાની ટપાલ મળે છે. જેમાં તેણે શહેરની જીવનશૈલી વિષે પણ જણાવે છે. અને ભગલાને શહેરમાં સારી નોકરીની વ્યવસ્થા કરી આપશે તેમ કહી બોલાવે છે.

 

ભગલો મજૂરીના પૈસા ભેગા કરી મોટા સપના જોતા શહેર જવા નીકળી પડે છે. ટ્રેનમાં બેસી તે શહેર જવા નીકળી પડ્યો હતો. તેને અંદાજો હતો કે, શહેરમાં તકલીફોનો સામનો કરવો પડી શકે છે. કારણકે, તે ક્યારેયશહેરમાં ગયો ન હતો. શહેરની મોટી ઇમારતો ,તેજ વાહનોની રફ્તાર અને લોકોની ભાગદોડવાળી જિંદગીથી ભગલો અચંબિત થાય છે. શહેરમાં પહોંચતા તેને યમનગરમાં રહેતા મિત્ર ગગલાના ઘરે પહોંચવાનું હતું. સ્ટેશન આવતા જ તેણે કલ્પના ન કરી હોય તેવી સમસ્યા નો સામનો કરવાનો વખત આવ્યો હતો . રેલવે સ્ટેશનની બહાર નીકળતા જ તેને માર્ગની બન્ને બાજુ ઓટલા જોવા મળે છે. જેની ઉપર વાહનોનો ખડકલો અને લારી ગલ્લા નજરે ચડી રહ્યા હતા.માર્ગ ઉપર વાહનોની દોડાદોડી છે. ચાલવા માટે જગ્યા નજરે ચડી રહી નથી. શહેરમાં ચાલવું ક્યાં ? પૈસાની બચત કરતા માર્ગ ઉપર તે સરનામું પૂછતાં પૂછતાં આગળ વધી રહ્યો હતો.

એક તરફ ગમે ત્યાંથી આડેધડ પસાર થતા વાહનો થી ભગલો જીવન જોખમે ડગ માંડી રહ્યો હતો. તેવામાં પાછળથી આવી ચડેલ આખલાએ તેને ભેટીએ ચડાવતા ધડામ દઈ પછડાયો હતો. ભાગલાની મદદે દોડી આવેલ લોકોએ ભગલાને સાઈડમાં બેસાડી પાડી પીવડાવ્યું. જીવમાં જીવ આવતા ભગલાએ જોયું તો થોડું ઘણું વાગ્યું હતું. ટોળામાં એક કંચન નામના સેવાભાવી રીક્ષા ડ્રાઈવરએ ભગલાને ગગલાના સરનામે પહોંચાડી દીધો.લાંબા સમય બાદ ભગલાને જોતા જ ગગલો ભેટી પડ્યો હતો. અને તેની સારવાર પણ કરાવી હતી.

 

ભગલાએ ગગલાને કહ્યું, શહેરમાં માતેલા સાંઢની માફક વાહનો દોડી રહ્યા છે. શું જેમની પાસે વાહન ન હોય તેમના ચાલવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી? ગગલાએ જવાબ આપ્યો છે ને , શહેરમાં ચાલવા માટે ફૂટપાથ છે. ભગલાએ આશ્ચર્ય વાળી નજરે કહ્યું “ફૂટપાથ” વળી એ શું છે. ગગલાએ કહ્યું તું રસ્તાની આજુબાજુ જેને ઓટલા સમજી રહ્યો છે તે ફૂટપાથ છે જેની ઉપર રાહદારી ચાલી શકે. આ સાંભળતા જ ભગલાએ કહ્યું … હું સ્ટેશનથી અહીં સુધી તમામ રસ્તે નહાળતો આવ્યો , ઠેર ઠેર ફૂટપાથ ઉપર વાહનો અને રેકડીઓ હોય ચાલવાની જગ્યા જ નથી. મને આખલાએ ઉલાળી મુક્યો હતો એ તો પરમાત્માનો આભાર જેણે મારો જીવ બચાવ્યો.

 

દિવસો વીતતા ગયા ભગલો લાકડાના કારખાને નોકરી જતો થયો અને ત્યાં વેતન પણ ગામની સરખામણીએ વધુ મળવા લાગ્યું. શહેરમાં તેણે બાઈક તો વસાવી લીધું પરંતુ અવનવા દંડથી પણ તે પરેશના હતો અને મનોમન વિચારતો કે, વાહન ચાલવો તો દંડ ન ચલાવો તો માર્ગ ઉપર આખલા જેવા મૃત્યુ દંડ અને વેરો અથવા દંડ ચૂકવ્યા બાદ પણ સુવિધા અહીં મળી રહી નથી. તેને ઘરેથી સલામત નોકરીના સ્થળે અને નોકરીથી પરત ઘરે સલામત પહોંચવાની ચિંતા સતાવતી. દરરોજ માર્ગ ઉપર નાના મોટા અકસ્માતો જોવા મળતા ઘણા કિસ્સામાં તો લોકોના પ્રાણ પંખેરું પણ ઉડી જતા. શહેરની પ્રજાને સુવિધા માટે ફૂટપાથ બનાવી આપ્યા છે. પછી પાર્કિંગ અને દબાણો કેમ….નવાઈ વાત તો એ હતી કે, ફૂટપાથ લંબાઈ પહોળાઇના કોઈ ધારા ધોરણ જ ન હતા. ક્યાં રાખવો ક્યાં ન રાખવો તે મરજી મુજબના કામો થતા હતા. મનફાવે ત્યાં રેકડીઓ ગોઠવાઈ જતી. આ બાબતે તેણે લોકોને ચાલવા માટે જરૂરી સુવિધા પુરી પાડવા ઘણા પ્રયાસો કર્યાં પણ સફળતા મળી નહિ.

આખરે ન્યાય મેળવવા ન્યાયાલય પહોંચતા ન્યાયાલયે આદેશ આપ્યો કે, ફૂટપાથનો ઉપયોગ માત્ર ચાલવા માટે જ થઈ શકે છે. આ સિવાય અન્ય હેતુ માટે ફૂટપાથનો ઉપયોગ થઇ શકે નહીં. સાથે જણાવ્યું કે , યોગ્ય જગ્યાએ કાયદેસર રીતે ધંધો, રોજગાર કરવાનો અધિકાર છે પણ એનો મતલબ એ નથી કે પ્રજાના અવર જવરના હક્કો ઉપર અડચણ પેદા કરવી. આ નિર્ણયથી ભગલો ખુશ હતો અને હવે પરિસ્થિતિ બદલાશે તેવી આશા હતી સમય વીતતો ગયો પણ કોઈ ફેર પડ્યો નહિ. આખરે તે હતાશ થઇ પોતાનું જીવન નિર્વાહ કરવા લાગ્યો.

 

એક દિવસની વાત છે, નોકરીએથી રજા હોય ગગલો અને ભગલો પગપાળા પસાર થઇ રહ્યા હતા. ફૂટપાથ ઉપર ચાલવા માટે જગા ન હોવાથી તેઓ રસ્તે ચાલી રહ્યા હતા. તે સમયે ગગલો અને ભગલો વાહનની અડફેટે ઘવાયા હતા. અને શહેરની કમાણી શહેરમાં સમાણી હોય તેમ ભારે ખર્ચ ભોગવવાનો વખત આવ્યો હતો. ભગલાએ વિચાર્યું કે, આની કરતા મારુ ગામડું સારું છે અને શહેરમાં કામ કરવાનું પણ માંડી વાળ્યું હતું. ધનીરામે પણ દીકરા ગગલાને ગામડે પાછો બોલાવી લાકડાના વેપારે બેસાડી દીધો હવે ભગલો અને ગગલો ફૂટપાથની ચિંતા છોડી ગામમાં મોજથી ફરતા અને લાકડાનો વેપાર જોતરાયા.

BY KALPESH MAKWANA ON NOVEMBER 19, 2024

City Updates

Recent Posts

સ્વાસ્થ્ય માટે શિયાળામાં અગત્યના ટીપ્સ: આ ઋતુમાં કેવી રીતે રાખો તંદુરસ્તી

શિયાળો એટલે સ્વાસ્થ્ય અને શરીરને આખા વર્ષ માટે ચાર્જ કરવાની ઋતુ શિયાળો એટલે આખા વર્ષ…

6 hours ago

ગુજરાતમાં સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ: RDSS પહેલ સાથે ઉર્જા વ્યવસ્થાપનમાં પરિવર્તન

"ગુજરાતમાં સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ: એનર્જી માટે એક સ્માર્ટ ભવિષ્ય" વીજ વિતરણ કંપનીઓની બિલિંગ સેવાઓમાં ક્રાંતિ…

7 hours ago

આરોગ્ય સેવા: કયા કારણોથી ડોકટરો પરનો વિશ્વાસ ખોવાઈ રહ્યો છે?

આરોગ્ય સેવા :ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોકટરો 'કસાઈ' કેમ બની રહ્યા છે..? પૈસાને પરમેશ્વર ગણી પૂજાતા…

7 hours ago

કોટંબી સ્ટેડિયમ: વડોદરાનું નવું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આકર્ષણ

વડોદરાનું કોટંબી  સ્ટેડિયમ વિશ્વ સ્તરે ચમકવા તૈયાર  વડોદરા શહેર નજીક ભવ્ય કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તૈયાર…

7 hours ago

ગુજરાતમાં વધતી ડ્રગ્સની હેરાફેરી અને તેના પરિણામો: એક ગંભીર ખતરો

5 વર્ષમાં 70,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું? ભારતમાં ધીમેધીમે ડ્રગ્સનું દુષણ યુવાપેઢીને બરબાદી તરફ લઇ…

2 days ago

અયોધ્યા દર્શનનો મોકો: રાજય સરકાર દ્વારા શ્રેષ્ઠ યાત્રા યોજના

અયોધ્યા દર્શનનો માર્ગ આપના દ્વાર શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત…

2 days ago