#trending

રાષ્ટ્રીય શોક: શું છે, તે ક્યારે જાહેર થાય છે અને તેના દરમિયાન શું બદલાઈ જાય છે?

રાષ્ટ્રીય શોકનો મતલબ શું હોય છે, તેમાં શું-શું બદલાઈ જાય છે ?

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ગુરુવાર રાતે નિધન થઈ ગયું છે. જાણકારી અનુસાર, તબિયત ખરાબ થયા બાદ તેમને મોડી સાંજે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેઓના નિધનને પગલે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે દેશમાં કોઈ મોટા નેતા, કલાકાર અથવા કોઈ એવી હસ્તીનું નિધન થઈ જાય છે, જેણે દેશના સન્માન માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે. તેવી સ્થિતિમાં રાજકીય અથવા રાષ્ટ્રીય શોકની ઘોષણા થાય છે. આ દરમ્યાન તિરંગો અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. ત્યારે આજે આપણે વાત કરીશું રાજકીય શોક અથવા રાષ્ટીય શોક ક્યારે જાહેર થાય છે?

રાજકીય શોક શું છે ?

રાજકીય શોકમાં રાજકીય અંત્યેષ્ટિનું આયોજન કરવામાં આવે છે. ગણમાન્ય વ્યક્તિને બંદુકોની સલામી આપવામાં આવે છે. સાથે સાર્વજનિક રજાની જાહેરાત કરવામાં આવે છે. આ સિવાય જે તાબુતમાં ગણમાન્ય વ્યક્તિના શવને રાખવામાં આવે છે તેને તિરંગાથી લપેટવામાં આવે છે. પહેલા આ જાહેરાત ફક્ત કેન્દ્ર સરકારની સલાહ પર રાષ્ટ્રપતિ જ કરી શકતા હતા પણ હાલમાં બદલાયેલા નિયમ પ્રમાણે રાજ્યોને પણ અધિકાર આપવામાં આવ્યો છે કે તે નક્કી કરી શકે છે કોને રાજકીય સન્માન આપવું છે અને કોને નહીં

સરકાર સાત દિવસના શોકની જાહેરાત ક્યારે કરે છે ?

સત્તાવાર પ્રોટોકોલની વાત કરવામાં આવે તો સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત ફક્ત વર્તમાન, પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના નિધન પર જ હોય છે.

રાષ્ટ્રીય શોક દરમિયાન શું-શું થાય છે ?

ભારતના ફ્લેગ કોડ પ્રમાણે ગણમાન્ય લોકોના નિધન પછી રાષ્ટ્રીય ધ્વજને અડધો ઝુકાવી દેવામાં આવે છે. દેશમાં અને દેશની બહાર ભારતીય દુતાવાસ અને ઉચ્ચાયોગમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠી રહેશે. રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ રાખવાનો પ્રોટોકોલ નિયમ પ્રમાણે દેશની બહાર પણ દુતાવાસો અને ઉચ્ચાયોગમાં લાગુ પડે છે.

શું સ્કુલ અને સરકારી કાર્યાલય બંધ રહે ?

કેન્દ્ર સરકારના 1997ના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય શવયાત્રા દરમિયાન પણ કોઈ સાર્વજનિક રજા જરૂરી નથી. ફક્ત તે જ સ્થિતિમાં રજાની જાહેરાત કરવામાં આવે છે જ્યારે કોઈ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીનું પદ પર રહેતા નિધન થાય. જોકે હંમેશા પદ પર ન રહેનાર ગણમાન્ય લોકોના નિધન પછી પણ સાર્વજનિક રજાની જાહેરાત કરી દેવામાં આવે છે જો કે તેનો અંતિમ અધિકાર રાષ્ટ્રપતિ (કેન્દ્રીય મંત્રીમંડળ) ના હાથમાં હોય છે. આ સિવાય રાજ્યો પણ રજાની જાહેરાત કરતા હોય છે.

પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સિવાય ઘણા મુખ્યમંત્રીઓને પણ રાજકીય સન્માન આપવામાં આવે છે. આ સિવાય ઘણા કલાકારો અને પ્રમુખ હસ્તીઓને પણ રાજકીય સન્માન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે આઝાદ ભારતમાં પ્રથમ રાજકીય સન્માન અને રાષ્ટ્રીય શોક મહાત્મા ગાંધી માટે આયોજિત થયો હતો.

BY SHWETA BARANDA ON 27 DECEMBER 2024

City Updates

Recent Posts

વિશ્વાસ્થા: ગુજરાતી ફિલ્મની નવી રિ-રીલીઝ, પ્રેમ અને વિશ્વાસની અનોખી કથા

જોવા જેવી રી-રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વાસ્થા’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છેલ્લા ઘણા સમાય થી…

4 days ago

વડોદરાનું રમણીય તળાવ “સુરસાગર”

  સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાએ વડોદરાને આગવી ઓળખ અપાવી   વડોદરા શહેર ગુજરાત રાજ્યનું એક…

5 days ago

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ મરાઠી ભાષા મહિમા દિવસ 27 ફેબ્રુઆરી, કુસુમાગ્રજના જન્મદિવસે ઉજવાય…

7 days ago

ત્રિવેણી સંગમનું પવિત્ર જળ અને નારાયણ સરોવર મહાકુંભ સ્નાન

રેવા નીરમાં ભળ્યું હવે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ મહાકુંભ ન ગયા પણ નારાયણ સરોવરમાં સ્નાન…

7 days ago

અમદાવાદનો 614મો જન્મદિવસ: ઇતિહાસ, વિકાસ અને શ્રેષ્ઠ 10 સ્થળો

હેપ્પી બર્થડે અમદાવાદ તમારું-મારું આપણું આ શહેર અમદાવાદ.આજે અમદાવાદનો 614 મો જન્મદિવસ. ગુજરાતનું પહેલું હેરિટેજ…

1 week ago

દેશની અડધી વસતી જેટલી સંખ્યાએ કુંભમાં સ્નાન કર્યું

શિવના શરણે શ્રદ્ધાનો મહાસાગર, મહાકુંભનું આજે સમાપન. શ્રદ્ધાળુઓના આ મહાસાગરે તમામ કુંભમેળાના રેકોર્ડ તોડ્યા.દેશ-વિદેશમાંથી 65…

1 week ago